Image

         '14 Feb ' એટલે 'વેલેન્ટાઈન દિવસ'.  સંત વેલેન્ટાઈન ની યાદમાં ઉજવાતો દિવસ.  સવારનાં ઊઠતાંની સાથે જ લોકોના whatsapp  status જોવાની આદત ને લીધે મને આ દિવસ  હંમેશાં યાદ આવે  અને હું પણ બે-ચાર નિસ્વાર્થ સંબંધ હોય ત્યાં wish પણ કરી લઉં.
         છેલ્લાં બે વર્ષથી અમુક status સામાન્ય હોય છે. એક બાજુ લોકો વેલેન્ટાઈનના songs મૂકે છે. નવાં નવાં લગ્ન થયાં હોય એ આ દિવસનું ખાસ celebration મૂકે છે તો બીજી તરફ લોકો આજના દિવસે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ને  યાદ કરે છે.
             કેટલાંકને આ પશ્ચિમ દેશનું આંધળું અનુકરણ લાગે છે એટલે એવાં લોકો એનો વિરોધ દર્શાવતા status મૂકે છે.
            તમને થતું હશે કે એમાં વાંધો શું છે? 🤔
             મને વ્યકિતગત રીતે આમાં કાંઈ વાંધો નથી. પણ અહીંયા લોકો એક વસ્તુ ને બીજી સાથે જોડી દે છે એ વસ્તુ વાંધાજનક છે. આજનો દિવસ કાળા દિવસ તરીકે પણ જાહેર થયો હતો આપણા દેશના જવાનો પર જમ્મુ કાશ્મીરના પુલાવાંમાં હુમલો થયો જે અંત્યત દુખદાયક ઘટનાં છે. જેનાં વિરોધમાં બીજી સર્જીકલ સ્ટ્રાઇક પણ થઈ   જે જરૂરી જ છે પરંતુ એમાં વેલેન્ટાઈન ડે નો વિરોધ કરીને દેશભક્તિ દેખાડવી  કેટલુ વ્યાજબી છે? કદાચ, જો બધાં લોકો સંત વેલેન્ટાઈન ના પ્રેમનાં ઉપદેશને સમજી જાય તો આવી ઘટના જ ના સર્જાય.
          બીજા ઘણા દિવસો છે કે જયા આપણે આપણી દેશભક્તિ દેખાડી શકીએ. એવાં ઘણાં કામો છે જે દેશ માટે કરીને શહીદ વીરો ને શ્રધ્ધાજલી આપી શકાય.
          નાનકડા કામ થી શરૂ કરીએ તો સ્વચ્છતાં અભિયાન. પણ એનું પાલન કરવામા પણ આપણને એમાં   મોદીજીનો  પ્રચાર લાગે છે. ક્યારેક ટ્રાફિકમાં ફસાયેલા હોઈએ ત્યારે વારેઘડીએ હોર્ન ના મારીને આપણે અવાજનું પ્રદૂષણ અને માનસિક તણાવ ઓછો કરી જ શકીએ. જો સરકારી વર્કર હોઈએ તો કોઈપણ અપેક્ષા વગર લોકોનુ કામ કરીને. મંદિરમાં ભગવાનને પૈસા ધર્યા વગર શહીદ વીર ના બાળકોને મદદ કરીને...
         એવા તો કઈ કેટલાંય કામ છે જેથી કરીને આપણે દેશને અંદરથી સુરક્ષિત રાખી શકીએ. બસ ખાલી આપણે એ જોવાનું છે કે આપણી દેશભક્તિ સ્ટેટસ પૂરતી ન રહી જાય..
          જય હિન્દ.

નોંધ :  હું કોઈના સ્ટેટસની વિરોધી નથી પણ એક વસ્તુ સારી હોય એટલે બીજી ખરાબ જ હોય એવું જરૂરી નથી.