Image

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી કિરણ શાહ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

-કિરણ પિયુષ શાહ

-'કાજલ'

-હાલ અમદાવાદ

-વતન જૂનાગઢ


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

એમ.એ મનોવિજ્ઞાન સાથે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

એમડીએસ મહિલા કોલેજ જૂનાગઢ(બી.એ)


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? નાનપણથી વાચનનો શોખ હતો. એકાદ બે લાઈન લખી ડાયરીમાં.

એ સમય સાથે ભુલાતું ગયું. લગભગ ૨૦૧૬થી સોશિયલ મિડિયા દ્વારા લેખનને પ્રોત્સાહન મળ્યું. સાથે માર્ગદર્શન મળ્યું. પ્રતિલિપિ અને સ્ટોરી મિરર જેવી સાઈટની મદદથી ઉડવા આકાશ મળ્યું.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

લેખન માટે ભાષાની સજ્જતાવ્યાકરણ વગેરે જેવી બાબતો સાથેજે લખાય તે સાહિત્ય ન કહી શકાય. વખાણ અને ટીકા બંને એક સિક્કાની બે બાજુ જેમ સાથે રહ્યાં. હજી પા પા પગલી છે મુશ્કેલી કરતાં સાથ સહકાર વધારે મળ્યો.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

સાહિત્ય સતત સમય સાથે સજ્જ થતું રહે છે. ગુજરાતી ભાષા માટે સતત લખાય એ જરૂરી છે. સાતત્ય હશે તે ટકી જશે. બીજું કાળના ગર્ભમાં વિલિન થશે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા ! ઘણી બધી રીતે ફાયદો થયો છે. એક નવી તક નવોદિત માટે ઉભી થઈ. છે. 


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

કુંપળ ફૉટયાની વાત સહિયારો કાવ્ય સંગ્રહ - ૨ રચના

શબ્દ શણગાર પાંદડી - ૧ - ૧ રચના

-સહિયારી નવલકથા - મીણ પાષાણ

એ સિવાય વતનની વાતતોફાની તાંડવ મેગેઝિનમાં કવિતાઓ આવી છે.

મમતા માઇક્રો ફિકશન વિશેષાકમાં એક માઇક્રો ફિકશન

તથા માનસીસર્જન કાવ્ય ગોષ્ઠી વગેરે મેગેઝિનમાં રચનાઓ આવી છે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

-પ્રથમવાર રચના બનાસકાંઠા ન્યૂઝ પેપરમાંં કાવ્ય કોર્નરમાં આવી હતી. પછી તોફાની તાંડવમાં.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

વેલ વુશર વિમેન કલબ તરફથી ગદ્ય અને પદ્ય માટે સર્ટિફિકેટ

સ્ટોરીમિરર તરફથી ડીઝીટલ સર્ટિફિકેટ

- બીજું કોઈ સન્માન કે પુરસ્કાર મળ્યો નથી.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

ખૂબ.વાચન કરો સાથે વિદેશી લેખકને પણ વાચો. ભાષા પ્રત્યે સજાગ રહી બસ લખતાં રહો.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

અત્યાર સુધી ખૂબ સરસ પ્રોત્સાહક. મને ગર્વ છે કે હું સ્ટોરી મિરર સાથે જોડાયેલી છું.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

-  ખૂબ સરસ માધ્યમ અને નવોદિતોને એક સરસ તક આપી પૂરી દુનિયા. સામે રજૂ થવાનો મોકો આપે છે.

- ખૂબ પ્રગતિ કરે અને સ્ટોરી મિરર અનેક નવા આયામો સર કરે તેવી શુભેચ્છાઓ.

આભાર સ્ટોરી મિરર.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી કિરણ શાહ સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.