Image

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક શ્રી મિલનકુમાર લાડ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મિલનકુમાર વસંતરાઈ લાડ.

વતન મોટા - વાઘછી.પાકિલ્લા /તાલુકા પારડીજી - વલસાડ.

ઘરમાં પત્ની ,અધી વરસની દીકરીએક નાનો ભાઈ અને મમ્મી પપ્પા જોડે રહું છું


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મારું પ્રાથમિક શિક્ષણ મે ગામની જ પ્રાઈમરી સ્કૂલ સંસ્કાર કેન્દ્ર શાળામોટા વાઘછીપામાંથી ૧ થી ૭ ધોરણ પુરુ કર્યુ છે.

ત્યાર બાદ ૮ થી ૧૨ ગામની જ હાઈ સ્કૂલ શ્રી ડી પી પટેલ સાર્વજનિક હાઈ સ્કુલમોટા વાઘછીપા માંથી પૂરું કર્યું છે.

મે કોલેજ ગ્રેજયુએશન B.B.A ( BACHELOR OF BUSINESS ADMINISTRATION)  નારણલાલા કોલેજ ઓફ કોમર્સે એન્ડ મેનેજમેન્ટનવસારી થી કર્યું છે.


તેમજ પોસ્ટ ગ્રેજયુએશન M.B.A ( MASTER OF BUSINESS ADMINISTRATION ) શ્રી જીઆઇડીસી રજ્જુ શ્રોફ રોફેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનજમેન્ટવાપી થી કર્યું છે.

ત્યાર બાદ એચ . ડી . એફ . સી . સિક્યોરિટીઝ ( બેન્કિંગ )માં એક્સિક્યુટિવ લેવલથી ચાલુ કરી આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની પદવી પર૨૦૧૦ થી ૨૦૧૬ સુધી નોકરી કરી છે.

અને હાલ સ્ટોલવર્ટ એડવાન્સ મટીરીયલ એલ. એલ. સી કંપની ( ટેકસટાઈલ કેમિકલ ) સુરત ખાતે સિનિયર બીઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ૨૦૧૬ થી કાર્યરત છું.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

સાહિત્ય સાથેનું જોડાણ ક્યારે થયું એ ચોક્કસ તો ખ્યાલ નથી. પણ થોડો વાંચનનો શોખ હતો અને મે સૌથી પહેલા લેખક શ્રી દેબોબ્રતાં દત્તાની " યું વર માય ફર્સ્ટ ક્રશ તિલ સેઇડ આઇ લવ યુ " વાંચી હતી. ત્યારથી લવ સ્ટોરીસક્યાં મેગેઝિનમાં આવતા આર્ટિકલ વાંચવાનો શોખ જાગી ગયો અને ત્યાર પછી ટુ લાઇનર શાયરી લખતો થયો અને આજે કવિતા કે સ્ટોરી લખી લઉં છું. પણ હા ગ્રમેટીકલ કે ટેકનિકલ નૉલેજ ખાસ નથી. બસ પોતાના વિચારો લોકોને સમજાય એવી રીતે લખુ છું. " પ્રેમસ્ત્રીદીકરીદર્દઆ મારા પસંદગીના વિષયો છે. લખું તો પહેલેથીજ છું પણ મને માર્ગદર્શન આપનારમારા પથદર્શક મારા ગુરુ કહું એ પદ્માક્ષીબેન પટેલ છે.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

મુશ્કેલીઓ તો એજ કે મને છંદ ,અલંકાર કે બીજું ગ્રમેટિકલ નોલેજ એટલું નથી સો એવું લખવા માટે પ્રયત્ન કરતો રહું છું પણ ક્યાંક એ ખોટ પુરી નથી કરી શકતો.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

મે હંમેશા જીવનને પોઝિટિવ જોવાની કોશિશ કરી છે. મારી પોતાની લાઇફમાં ઘણા એવા વાક્ય બન્યા છે જે આજે હું છું કદાચ એના થકી જ છું. પણ એ વસ્તુ હું શેર ન કરી શકું આપ જોડે. બસ સાહિત્યના માધ્યમથી ક્યારેક એવી વાતોને રજૂ કરતો રહું છું. અને હું જ નહિ મારા જેવા બીજા પણ ઘણા લોકો હશે જે આ રીતે પોતાના વિચારો રજૂ કરતા હશે. હું તો એમ માનું છું માણસ જ્યારે એકલો પડે ને ત્યારે સાહિત્ય જ એક એવી વસ્તુ છે જે એની તમામ અધૂરી ઈચ્છાઓ પુરી કરવામાં સહાયક બને છે. સાહિત્ય એટલે શું એ હું ના સમજાવી શકું પણ મારી દ્રષ્ટિ એ તમારા મનની વાતો તમે જે રીતે કાગળ પર ઉતારો કે કહો અને સામે વાળાના દિલ પર અસર કરે ને એટલે લખાણ સાર્થક થયું સમજવું. અને આ વાત મારા જોડે ઘણી વાર બની છે. મારા મોટા ભાગના ફોલોવર્સ મને ક્યારેક મેસેજ કરી કહે છે આવું મારા જોડે બની ચૂક્યું છે. શું તમે આ મારા માટે જ લખ્યું છે. આ તો મારી જ વાતો છે. વગેરે વગેરે. મતલબ સાહિત્ય ને જોવાની કોઈ રીત નથી બસ સમજીને માણવાની એનામાં ડૂબી જવાની વાત છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા ડિજિટલ અને સોશીયલ મીડીયા ખુબજ અગત્યનો ભાગ ભજવે છે નવોદિતો માટેસૌને દુનિયાની સમક્ષ પોતાની રચનાકૃતિ વગર કોઈ સ્ટેજ કે કોઈની પણ મદદ વગર પોતેજ પોતાની રચના રજૂ કરવા માટે આ પ્લેટફોર્મ ખુબજ સરસ છે. જ્યાં તમને ના આવડવાની બીક કે કોઈ જાતનો ડર વગર તમે તમારું પ્રેસેન્ટટેસન રજૂ કરી શકો છો. આજ હું મારી જ વાત કરું તો મારા પોતાના જ સાહિત્ય ના અલગ અલગ પ્લેટફોર્મ પર હજારો ફોલોઅર્સ છે. કે જ્યાં આપણ ને આપની રચના વિશે અભિપ્રાય પણ મળતા રહે છે કે જેથી આપને વધુ સારું કરવાની કોશિશ પણ કરી શકીએ. યુ ટ્યુબના માધ્યમથી રાતો રાત લોકો છવાઈ જાય છે. સાહિત્ય માટે આ માધ્યમો ખુબજ જરૂરી છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

આગળ કહ્યું એમ મને સ્ટોરી કરતા કવિતા લખવામાં વધુ રસ છે. લાગણીનો પહેલો અહેસાસ એ - પ્રેમના નામથી મારું પોતાનું પેજ છે. અને સ્ટોરી મીરર પર જ આ નામથી એક ઈ બુક બનાવવા પણ આપી છે જે હવે રેડી થવાની નજીક જ છે. પુસ્તકો તો નથી લખ્યા પણ વાર્તા માં એમ સોરી સમર્થ ભાગ ૧ અને ૨નજરથી નજર નો પ્રેમએક સમજણ એકલતાહેપ્પી એનીવરસરીજેવી સૌથી વધુ પસંદ કરાયેલી વાર્તાઓ છે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

કવિતાઓ તો ઘણી લખી છે અને પ્રથમ કઈ એતો ખ્યાલ નથી. પણ વાર્તા માં 'હેપ્પી એનિવર્સરીમારી પ્રથમ વાર્તા છે જે પ્રતિલિપિ પર ચિત્ર પરથી લખવાની સ્પર્ધામાં વિજેતા રહી હતી. અને ત્યાર બાદ મે બીજી વાર્તાઓ લખવાની કોશિશ કરી છે. 


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

પ્રતિલિપિ તરફથી મારી વાર્તા હેપ્પી અનીવર્સરીને બીજા ક્રમે વિજેતા જાહેર કરી મને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. સ્ટોરી મીરર તરફથી દિવાળી સ્પર્ધામાં મારી કવિતા વિજેતા રહી હતી જેના માટે ૩૦૦ રૂપિયાનું ઈનામ હતું.

માતૃભારતી પ્લેટફોર્મ પર મારી કવિતા જેવી કે સંકલ્પદયાતોય શાને મારો પતંગ કપાયો જેવી રચનાઓ એમના એપ જોકી દ્વારા વિડિયો ના માધ્યમ થી એ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરથી પ્રસિદ્ધ થતું વતનની વાત પેપરમાં પણ મારી રચના પ્રકાશિત થઈ ચૂકી છે. તેમજ યુ ટ્યુબ પર મારી પોતાની ચેનલ પર હું મારા પોતાની રચનાના વિડિયો પોતાના અવાજમાં રજુ કરતો રહું છું.નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?

નવોદિતો માટે એટલુજ કહીશ બસ પોતાના મનના વિચારોને કદી રોકશો નહિ એને શબ્દોમાં ઢાળી કાગળ પર ઊતરતાં રેહજો. નામ માટે નઈ પણ પોતાની કલાને પોતાના માટે ઉપયોગ કરજો કેમ કે મારું માનવું છે જ્યારે કોઈ નહિ હોય ને ત્યારે આજ સૌથી પોતીકું લાગે છે. કલમને પ્રેમ કરો એ તમને વધુ દુઃખી ક્યારેય ના રેહવા દે. બસ એવું લખો કે તમારથી પ્રેરાઈ બીજા પણ લખવા માટે પ્રેરાય. અને સાહિત્યની રાહમાં ઘણા મુસાફરો જોડાતા જાય.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરર પર અનુભવ ખુબજ સારો રહ્યો છે. અલગ પ્લેટફોર્મ છે કે જ્યાં એડિટર ટીમ દ્વારા રચનાને ઓપ આપવામાં આવે છે. બુક બનાવવા માટે પ્રકાશિત કરવા માટે તેમજ માર્કેટિંગ માટે પણ જ્યાં મદદ કરવામાં આવે છે. ઘણી બધી સ્પર્ધાઓ થાય છે જે નવું નવું લખવા માટે પ્રેરિત કરે છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

બીજા પ્લેટફોર્મ પર ઓપ્શન છે એ રીતે તમે પણ રચનાને પોતાની રીતે વિડિયો તેમજ ઓડિયો બનાવી શકાય એવું ઓપ્શન પૂરું પાડો તો વધુ યોગ્ય છે. બાકી સ્ટોરી મિરર બેસ્ટ જ છે.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક અને કવિ શ્રી શ્રી મિલનકુમાર લાડ સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.