મારા જ ઘર ની દીવાલ મા ચણાઈ ગયેલ વ્યક્તિ છું હું.. એના પાયા માં પુરાઈ ગયેલ વ્યક્તિ છું હું.
વસંત પણ મને હવે ખીલવી નહિ શકે. પાનખર માં મુરજાઈ ગયેલ વ્યક્તિ છું હું ....
કોઈ સુરજ કે ચાંદ હવે ઉજાસ નહીં આપી શકે મને.. અંધકાર માં ખોવાઈ ગયેલ વ્યક્તિ છું હું...
નથી આ દુનિયા માં કોઈ મારુ તેથી... મારા જ દિલ માં સમાઈ ગયેલ વ્યક્તિ છું હું...
આમ જુઓ તો ભીડ થી ઘેરાયેલી... પણ આમ તો સાવ એકલીઅટૂલી વ્યક્તિ છું હું...
*પણ હા... હજુ ય જીવતી વ્યક્તિ છું હું...*