એક મુલાકાત નવોદિત કવિ શ્રી નિરવ રાજાણી સાથે :

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક-કવિ શ્રી નિરવ રાજાણી સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારુ નામ નિરવ સુરેશ્કુમાર રાજાણી છે.

શાદ મારુ ઉપનામ છે. 

મારો જામનગર થયો છે અને હાલ બરોડામાં રહુ છુ.

આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મે ધોરણ છ સુધીનુ શિક્ષણ જામનગરની શ્રી સત્ય સાઇ વિદ્યાલયમા લીધુ.

ધોરણ સાતથી અગિયારનુ શિક્ષણ ભરુની નારાયણ વિદ્યાલય ખાતે અને ધોરણ બાર મે આલેમ્બિક વિદ્યાલય ખાતે લીધુ. હાલ મહારાજા એમ.એસ.યુની. ખાતે બી.કોમનુ બીજા વર્ષમા અભ્યાસ કરી રહ્યો છુ.

આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? 

એક વાર ધોરણ દસમાં હતો ત્યારે શાળામાં કાવ્યલેખનની સ્પર્ધા હતી. ત્યારથી જ કવીતા લખવાની શરુઆત થઈ અને મને કવીતા લખવાની પ્રેરણા જનાબ મિર્ઝા ગાલીબની ગઝલો સાંભળીને મળે છે.

સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

એક જ મુશ્કેલી એ છે કે ગઝલ લખુ છુ પણ છન્દ આવડતા નથી. જે હવે શિખવાનો છુ. બસ આના સિવાય કોઇ મુશ્કેલી નથી આવી હજુ સુધી. ઘરમાથી પણ બધા સહકાર આપે છે.

આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજના સાહિત્યને જોતા મને એટલુ થાય કે ફરી મેઘાણી અને પન્નાલાલ પટેલની જરુર જણાય છે . આજના કવિ કે લેખકોમા ખુદ મારામાં પણ એમના જેવી પ્રતીભા જણાતી નથી . 

આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

જી હા આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી સાહિત્યકરોને એની રચના માટે એક નવુ માધ્યમ મળયુ છે અને એમની રચના વધુ પ્રસરી છે.

આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

હુ અછંદાસ રચનાઓ લખુ છુ. જે છંદાસમા પરીવરતિર્ત કરીશ. મે મારી ઘણી રચનાઓ સ્ટોરીમીરર પર પણ મુકી છે પણ હ્જુ સુધી એક પણ પુસ્તકો બહાર પડ્યા નથી. મે મારી રચનાઓ સબંધિત મારી યુટુબ ચેનલ ચાલુ કરી છે. Rajani’s Poetryના નામે.

આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના ક્યો જા રહા હૈ મેરે દોસ્ત આહીસ્તા આહીસ્તા સૌપ્રથમ પ્રતિલિપિ પર અને ત્યાર બાદ સ્ટોરીમિરર પર પણ પ્રકાશીત કરી છે અને સ્ટોરીમિરર પર અદભુત પ્રતીસાદ મળ્યો છે. એના માટે વાચકોનો આભારી છુ.

સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

મને એકવાર મારા કોલેજના યુથ ફેસટીવલમાં કવિતા પઠન પ્રોગ્રામમાં વિજેતા જાહેર કરેલ છે બાકી કોઇ પુરસ્કાર મળ્યો નથી. એક કવિને પુરસકાર કરતાં એની કવિતા લોકો એ વાચી એનો વધારે આનંદ હોય છે

નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

હુ પોતે નવોદિત લેખક છુ. એટલે કંઇક કહેવું યોગ્ય ગણાશે નહિ.

સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરર પર લખવાનો અનુભવ ખુબ સરસ રહ્યો . વાચકોનો ખુબ પ્રેમ મળ્યો છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

રચનાકાર માટે પોતાની રચના માટે સારુ પ્લેટ્ફોર્મ છે. પ્રોતસાહન પણ સારા મળે છે.

તો મિત્રો આ હતી એક મુલાકાત લેખકા-કવિ શ્રી નિરવરાજાણી સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.