પ્રાણ-- પ્રકૃતિ.

માનવ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જન્મ ધારણ કરે છે અને તેનો પ્રભાવ મૃત્યુ સુધી હોય છે.
    આપણું શરીર આકાશ, પૃથ્વી, વાયુ ,જલ અને અગ્નિતત્ત્વથી બનેલું છે. જન્મતાની સાથે જ ચોર્યાસી લાખ યોનિમાંથી માનવીને તેના સંચિત કર્મ  અનુસાર જન્મ મળે છે. સાથે પાંચ કર્મેન્દ્રિ પાંચ જ્ઞાનેન્દ્રિ અને મન એમ મળી અને કુલ અગીયાર ઈન્દ્રિ સાથે માનવ શરીર છે. તેમજ વાત, પિત ,અને કફ ની પ્રકૃતિ તેમજ સત્વ ,રજસ અને તમસ પ્રકૃતિના ભાવ તેની સાથે જોડાયેલા છે. તેવું આપણા ધર્મ શાસ્ત્રો બતાવે છે.
    માનવી જે કંઇ કર્મ કરે છે ,અથવા વર્તન કરે છે, તેમાં ઉપરોક્ત જણાવ્યા અનુસાર તમામ નો પ્રભાવ હોય છે.
    તામસ પ્રકૃતિના માનવી પાખંડી ,પાપી, નાસ્તિક, દુરાચારી , કૃતઘ્ની ,કામી ,ક્રોધી અને અજ્ઞાની હોય છે. મોહ ,માયા ,ઈર્ષા ,અદેખાઈ અભિમાન જેવી વૃત્તિઓ તેમાં જોવા મળે છે ,આવા લોકો ચોરી કરવામાં પાવરધા હોય છે.ઉપરાંતચાડી,ચુગલી ,ઈર્ષા ,અદેખાઈ વગેરેમાં તેવા  લોકો એવા  પ્રવૃત્ત હોય છે કે કંઈક ના જીવન બરબાદ કરી નાખે છે ,અને આ કામ તેઓ પોતાની મીઠી જીભ અને હૃદયમાં ઝેર ભરી ને કરે અને તેનો પ્રભાવ તેના છોકરાઓ ઉપર અને પેઢી ઉપર પડે છે.
   રજસ વૃતિના લોકો પોતાનો એક પગ દૂધ અને બીજો પગ દહીંમાં રાખે છે .તેઓ બંને પ્રકારની વૃત્તિઓ ધરાવે છે .સારા કાર્યો પણ કરે છે અને બુરા કાર્યો પણ કરતા રહે છે.
    સાત્વિક પ્રવૃત્તિના લોકો હંમેશા સારા કૃત્યો જ કરે છે .તેઓનાહૃદયમાં માયા ,મમતા ,સહાનુભૂતિ ,કરુણા, વગેરેના ભાવ હોય છે . એટલું જ નહીં પરંતુ તેઓ દુનિયાને સુખી કરવા માટે પોતાના જીવનનો મહત્વનો ભાગ ખર્ચી નાખે છે .નવધા ભક્તિ દ્વારા તે પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધતા હોય છે દુનિયાનું ભલું કરવાની તેઓની ઉમદા ભાવના હોય છ.
     આ દુનિયામાં સારા કૃત્ય કરી જીવનને ઉમદા બનાવી તમસમાંથી  રજસમાં અને સત્વમાં આગળ વધી શકાય છે . બુરા કર્મો હંમેશા બુરાઈ તરફ લઈ જાય છે અને તેઓ ભવો ભવના ચક્કરમાં થી છૂટતા નથી .જ્યારે સાત્વિક લોકો મોક્ષના માર્ગે આગળ વધી શકે છે. સારા કર્મો કરો અને આવતો જન્મ સુધારો તેઓ ભાવ પ્રાણ અને પ્રકૃતિ ના માધ્યમ દ્વારા આપણે આપણું જીવન વધારે ઉમદા બનાવી શકવાની કોશિશ કરવી જોઈએ.

રતિલાલ વાયડા
નવી મુંબઈ.

  Never miss a story from us, get weekly updates in your inbox.