KNOW ABOUT STORYMIRROR :સ્ટોરીમિરર વિષે જાણો :

સ્ટોરીમિરરવિષે જાણો :

વિષ્ણુ દેસાઈ

સ્ટોરીમિરરના સન્માનિત લેખક/કવિ મિત્રો,

શું આપ જાણો છો ? કેમ સ્ટોરીમિરર ભારતનું અગ્રગણ્ય સાહિત્યિક પોર્ટલ બન્યું છે ? તો જાણો સ્ટોરી મિરર વિષે...

સ્ટોરીમિરર એ ૬ કરતાં વધારે ભાષાઓમાં કામ કરે છે, તેના ૪૦ લાખ કરતાં પણ વધુ કાચકો છે, જયારે ૨૨ હજાર કરતાં પણ વધારે લેખકો છે.


સ્ટોરીમિરરની કેટલીક યોજનાઓ :

(૧) ઓથર ઓફ ધ વીક : (દર અઠવાડિયે ૨ વિજેતા)

આ સ્પર્ધા અંતર્ગત આખા અઠવાડિયા દરમ્યાન સ્ટોરીમિરર પર જેટલા પણ લેખક મિત્રોની રચનાઓ આવે છે, તેમાંથી રેટિંગને આધારે કેટલીક રચનાઓને ‘ઓથર ઓફ ધ વીક’ માટે નોમીનેટ કરવામાં આવે છે. ત્યારબાદ (૧) વાચકો તરફથી મળતાં વોટને આધારે કોઈ એક વ્યક્તિને ઓથર ઓફ ધ વીક’ તરીકે દરેક ભાષામાં જાહેર કરવામાં આવે છે. (૨) એ સિવાયની બીજી એક વ્યક્તિને એડિટર ચોઇસને આધારે ઓથર ઓફ ધ વીક જાહેર કરવામાં આવે છે. તેમને પ્રોત્સાહિત કરવા તેમનું ક્રિએટીવ બનાવી સોશિયલ મિડીયા પર શેર કરવામાં આવે છે. 

આમરા આજ સુધીના ઓથર ઓફ ધ વીકના વિજેતાઓ જાણવા આ લીંક પર ક્લિક કરો : https://awards.storymirror.com/author-of-the-week/gujarati/previous-week/



(૨) ઓથર ઓફ ધ ઈયર’ : (વર્ષને અંતે એક વિજેતા)

ઓથર ઓફ ધ વીક અંતર્ગત દર અઠવાડિયે વિજેતા બનેલા વ્યક્તિઓ વચ્ચે ૫૨ (52)અઠવાડિયા એટલે કે વર્ષને અંતે એક ‘ઓથર ઓફ ધ ઈયર’ માટેની સ્પર્ધા કરવામાં આવે છે. જેના વિજેતાને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવમાં આવે છે. https://awards.storymirror.com/author-of-the-year/gujarati/nominees/



(૩) રીડર ઓફ ધ ડે : (દરરોજ ૧ (એક વય્ક્તિ) : https://awards.storymirror.com/readers/gujarati/introduction/

'વાચક તેનાં મૃત્યુ પહેલાં હજારો જિંદગી જીવે છે,
અને જે વ્યક્તિ નથી વાંચતી તે એક જ જિંદગી જીવે છે.' - જ્યોર્જ આર. આર. માર્ટિન


વાંચનની ક્ષમતા આવશ્યક છે જો કોઈ વ્યક્તિને સામાજિક કે રાષ્ટ્રીય બંધારણમાં ભાગ લેવો હોય તો. મોટા ભાગની વાચક વસ્તી દેશનાં બંધારણ માટે ચાવીરૂપ છે. સ્ટોરીમિરર ખુશ છે કે તે દેશનાં મજબૂત બાંધા માટે નાનું પગલું ભરવા જઈ રહયું છે જે સારા સાહિત્યને અને દરેકને સારા ગુણ ધરાવતાં સાહિત્ય વાંચનાર્થે દોરે છે.


રોજ સ્ટોરીમિરર જાહેર કરશે "રીડર ઓફ ધ ડે"  - કે જે પોતાનાં વાંચનથી લોકો માટે ઉત્તમ ઉદાહરણરૂપ બનશે.


રીડર ઓફ ધ ડે માટે નીચેનાં પરિમાણો ભાગ ભજવશે.

  • રોજની વંચાયેલ કે સાંભળેલી રચનાનાં આંકડાને આધારે
  • કરેલ લાઈકનાં આંકડા અને કરેલ રેટિંગનાં આંકડાને આધારે
  • જુદી જુદી રચના પર ફીડબેક માટે કરેલ કોમેન્ટ્સને આધારે
  • ફોરમ પરની એક્ટિવિટી
  • (https://forum.storymirror.com) પ્રશ્ન મૂકવાપ્રશ્નનાં જવાબવ્યુઝ અને લાઇક્સ


રીડર ઓફ ધ ડે માટેનાં ઈનામો:

  • સ્ટોરીમિરર તરફથી સોશિયલ મીડિયા પર આગવો ઉલ્લેખ થશે. (ફેસબુકઇન્સ્ટાગ્રામમાં)
  • ૨૫૦/- ૱ નું સ્ટોરીમિરર શોપ વાઉચર મળશે. આ વાઉચરhttps://shop.storymirror.comપર રિડીમ થઈ શકશે.
  • સ્ટોરીમિરર તરફથી પ્રશંસાનું પ્રમાણપત્ર


(૪) વોઈસ ઓફ સ્ટોરીમિરર : https://awards.storymirror.com/voice-of-the-week/gujarati/nominees/

સમય બદલાયો છે, સાથે સાથે સાહિત્યનુ સ્વરૂપ પણ બદલાયું છે, આજે લિપી સાહિત્યની સાથે સાથે ઓડીઓ સાહિત્ય પણ લોકપ્રિય બનતું જાય છે. ત્યારે સ્ટોરીમિરર ધ્વારા સમયની માંગને ધ્યાનમાં રાખીને ઓડીઓ વાર્તા/કવિતા પણ શરુ કરવામાં આવી છે. જેમાં આખા અઠવાડિયા દરમ્યાન આવનાર ઓડીઓ વાર્તા/કવિતામાંથી એકની પસંદગી અઠવાડિયાના અંતે ‘વોઈસ ઓફ સ્ટોરી મિરર તરફથી કરવામાં આવશે.

(૫) સ્ટોરીમિરર પર ચાલતી સ્પર્ધાઓ :

(અ) ૫૨ (52 week) વીકની સ્પર્ધા જેમાં લેખકની લેખન ક્ષમતાને ચેલેન્જ કરી શકાય, અને દર અઠવાડીએ ઓછામા ઓછી એક રચના તો લેખક લખેજ એવા આશયથી આ સ્પર્ધા શરુ કરવામાં આવી છે, જેમાં લેખક દર અઠવાડીએ એક રચના એમ ૫૨ (બાવન) અઠવાડીયા એટલે કે એક વરસ સુધી લખવાનું હોય છે. https://contest.storymirror.com/gujarati-competitions/ongoing/52-sptaah-lekhn-sprdhaa-aavrtti-2/145b1318-3e47-445f-8570-4cf82de13220/introduction

(બ) વર્ડ પ્લે સ્પર્ધા : આ સ્પર્ધામાં સ્ટોરીમિરર તરફથી આપને ૩ શબ્દો આપવમાં આવશે, આ શબ્દોનો ઉપયોગ કરી આપે કવિતા કે વાર્તા લખવાની છે. દર ત્રણ દિવસ પછી શબ્દો બદલવામાં આવે છે. https://contest.storymirror.com/gujarati-competitions/ongoing/word-play-3/6b90590b-338e-48cc-8f8f-d5fe5c7b031f/english

(૬) સ્ટોરીમિરર ઈ-બુક : લખકો તરફથી મળતી એમની કવિતાઓ, વાર્તાઓ કે નવલકથાના વિવિધ ભાગનું સંકલન કરી તેનું ઈ-બુક સ્વરૂપમાં પ્રકાશન કરી આપવામાં આવે છે, જેથી વાચકો આપની તમામ રચનાઓ એક જ બૂકમાં એક સાથે જ વાંચી શકે. https://shop.storymirror.com/

(૭) સ્ટોરીમિરર બ્લોગ : વાર્તાઓ અને કવિતાઓ સિવાય જીવન ઉપયોગી માહિતી, ઈતિહાસ, વર્તમાન પ્રવાહો પર ટીકા ટીપ્પણી જેવા લેખ (આર્ટીકલ) લખતા લેખકો માટે સ્ટોરીમિરર બ્લોગ ચલાવવામાં આવે છે. જેના પર આપ આપના વિચારો વ્યક્ત કરી શકો છો. https://blog.storymirror.com/

(૮) સ્ટોરી મિરર મંચ : કહેવાય છે, કે ચર્ચાઓ કરવાથી જ્ઞાન વધે છે, બસ આ જ બાબતને ધ્યાનમાં રાખી સ્ટોરી મિરર તરફથી સાહિત્ય પર ચર્ચા માટે એક ચર્ચામંચ (forum) ચલાવવામાં આવે છે. જેમાં સાહિત્યકારો, સાહિત્યના પ્રકારો વગેરે વિષે લેખકો અને વાચકો વછે ચર્ચાઓ કરવામાં આવે છે. https://forum.storymirror.com/

(૯) રીફર એન્ડ અર્ન : રીફર કરો અને પૈસા કમાઓ : સ્ટોરી મીરરની આ યોજના અંતર્ગત આપ સ્ટોરી મિરર ધ્વારા નક્કી કરવામાં આવેલી કેટલીક માહિતીને શેર કરવામાં મદદ કરી શકો છો, જેના વળતર સ્વરૂપ આપને યોગ્ય વળતર આપવામાં આવે છે. https://refer.storymirror.com/

(૧૦) સ્ટોરીમિરર રાઈટર પાર્ટનર પ્રોગ્રામ : આ યોજના અંતર્ગત હવે સ્ટોરી મિરર પર પોતાની રચનાઓ પોસ્ટ કરનાર લેખકોને તેમની ભાગીદારી બદલ રોકડમાં રકમ આપવામાં આવશે. આપના તરફથી લખવામાં આવેલી રચનાને વાચકો તરફથી મળતા લાઈક, કોમેન્ટ, શેર ને આધારે પોઈન્ટ મળશે. એ દરેક પોઈન્ટ માટે આપને (૪૦ પૈસા) ચાલીસ પૈસા પર પોઈન્ટ આપવામાં આવશે. એ માટે ઓછામાં ઓછા ૧૦૦ પોઈન્ટ થવા જરૂરી છે. આપને મળેલા પોઈન્ટની જાન આપને દર શુક્રવારે ઈમેઈલ થી કરવામાં આવશે.

નોંધ : સ્ટોરીમિરરમાં ઉપલબ્ધ યોજનાઓ વિષે અહી ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. આપ વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.

Email : admin@storymirror.com,   Vishnu@storymirror.com

Mobile : 97231 85603 – Vishnu desai

  Never miss a story from us, get weekly updates in your inbox.