એક મુલાકાત સન્માનિત લેખિકા શ્રી આરતી રાજપોપટ સાથે :

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી આરતી રાજપોપટ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

આરતી રાજપોપટ( કોઈ ઉપનામ નથી)

મૂળ વતન રાજકોટ લગ્ન કરી છેલ્લા 30 વર્ષથી બેંગ્લોર સ્થાઈ.

આરતી આર રાજપોપટ

250/ કલ્પતરું

4th બ્લોક 3rd સ્ટેજ, 8th મેઈન

દાસરહલ્લી રોડ બશ્વેશવરા નગર

બેંગ્લોર 79


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પ્રાથમિક શિક્ષણ રાજકોટથી જ થયું.

જી. ટી. ગર્લ્સ હાઈસ્કૂલમા

સમાજશાસ્ત્રમનોવિજ્ઞાનફિલોસોફી સાથે B. A. માતૃશ્રી વિરબાઈમાં મહિલા કોલેજ રાજકોટથી


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? 

સાહિત્યનો વારસો અને શોખ કે ત્યારે એને ઘેલછા કહી શકો એટલી હદે હતો. એ મને મારા પિતા તરફથી મળ્યો. ઘરમાંજ એક નાની લાયબ્રેરી હોવાથી ખૂબ નાની ઉંમરથી વાંચવાનું શરૂ થઈ ગયેલ. અનેલગભગ 13-14 વર્ષની ઉંમરે તો તેમાંનું ઘણુંખરું મેં વાંચી લીધેલું.. સમજાય કે ન સમજાય ! પછી થોડી મોટી થતાઅને સમજ વધતા એ જ પુસ્તકો ફરી ફરી અનેક વાર વાંચી નિત નવા લાગતા.

લખવાની પ્રેરણા તો નહીં પણ અંદર ધરબાયેલી એક તીવ્ર ઝંખના જ્યારે પણ કોઈ નાના મોટા સામયિકમાં નવોદિત લેખક- લેખિકાઓની કૃતિ છપાઈ કે એમને ઇનામ મળ્યાની વિગતો વાંચતી ત્યારે થતું કે મને પણ ક્યારેક આવું સન્માન મળે તો ! પણ ત્યારે તો કદી એવો પ્રયાસ પણ ન કર્યો. હાગુજરાતીહિંદીની પરીક્ષા હોય ત્યારે ખૂબ ઉત્સાહિત અને આનંદિત રહેતી કે વાર્તાનિબંધ જેવા સ્વરૂપમાં આજે મને કશું મારુ મૌલિક લખવા મળશે ! એ જ ધરબાયેલ ઈચ્છા નું બીજ કુંપણ બની 35-40 વર્ષ પછી બહાર આવ્યું.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

મુશ્કેલીમાં તો લગ્ન કરી માતૃભૂમિથી દૂર અહીં અલગ ભાષા બોલતા શહેરમાં આવી તેથી ભાષા સાથેનો વાંચન સાથેનો નાતો ઘણા વર્ષ સુધી છૂટી ગયો. ક્યારેક લાગે કે નહીતો લખવાનું થોડું વહેલું કદાચ શરૂ થયું હોત.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

સાહિત્ય એ સતત બદલાવ લઈ આવતી પરંપરા છે. હાલમાં સાહિત્ય ક્ષેત્રે થઈ રહેલ નવા નવા પ્રયોગો સાહિત્યને એક નવી ઊંચાઈ પર લઈ જશે. નવા નવા ભાવકો થકી સાહિત્ય પ્રત્યેનો લોકોનો લગાવ વધી રહયો હોય અંતત: એ સાહિત્યને જ ફાયદાકારક રહેશે એવું માની શકાય.

આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

જી ચોક્કસ. ડિજિટલ સોશિયલ મીડિયા આવવાથી સાહિત્ય વધુ લોકભોગ્ય બન્યું છે. સાહિત્યકારો માટે પણ વધુ ને વધુ ભાવકો સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

લગભગ ત્રણેક વર્ષથી લખવાની શરૂઆત કરી છે. ટુંકીવાર્તાઓકવિતામાઇક્રોફિક્શનલેખ હાઈકુ વગેરે અલગ અલગ ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ છે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ કવિતા એક સખીના લગ્નદિવસ શુભેચ્છા સંદેશ રૂપે લખેલ. તેમજ પ્રથમ ટૂંકી વાર્તા સત્યઘટના પર આધારિત હતી અને એક મિત્રના માર્ગદર્શનથી બ્લોગ પર પ્રકાશિત થઈ હતી.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

કેલિફોર્નિયાથી ચાલતા 'બેઠકગ્રુપના સહિયારું સર્જન આયોજિત સ્પર્ધામાં મારી વાર્તાઓને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ઇનામો 3- 4 ટાઈમ મળ્યા છે. પ્રતિલીપીની સ્પર્ધામાં પણ એક વાર્તા બીજા ક્રમે આવેલ,  તેમજકવિતાઓ ટોપ 10માં સ્થાન પામેલ. આ ઉપરાંત સ્ટોરીમીરર  આયોજિત દિવાળી પ્રતિયોગીતામાં એક વાર્તા ટોપ 10 માં આવેલ અને એક કવિતા કવિતા સંગ્રહમાં સ્થાન પામેલ. તો એક લઘુકથા ગુજરાત ન્યૂઝલાઈન કેનેડામાં છપાઈ હતી.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

આમ તો હું પણ નવોદિત જ કહેવાઉં છતાં સાહિત્ય પ્રત્યે લોકોની વધી રહેલી રુચિ અને તેના કારણે ઉભરી રહેલ નવોદિત લેખક-લેખિકાઓને એટલોજ સંદેશ આપવો છે. બસલખતા રહો. આપની અંદર ઉદભવી રહેલ લાગણીઓને શબ્દરૂપ આપતા રહો. અને સાહિત્યના વારસાને આગળ ધપાવતા રહો.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમીરર પર લખવાનો મારો અનુભવ સરસ રહ્યો. પણ સ્ટોરીમીરરની ટીમને એક સંદેશ આપવા ઇચ્છિસ કે એપને હજુ થોડું વધુ યુઝર ફ્રેન્ડલી બનાવશો તો વધુ સરળ બનશે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમીરર જેવા ઓનલાઇન રાઇટિંગ એપથી અમારા જેવા હજારો નવોદિતોને હૃદયની વાતોને શબ્દો દ્વારા વ્યક્ત કરવાનું એક ખુબજ સુંદર પ્લેટફોર્મ મળે છે. ધન્યવાદ અને દિલથી આભાર.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી આરતી રાજપોપટ સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.