આભાર માનું છું

StoryMirror Gujarati

StoryMirror Gujarati

4 February 2020 · 1 min read

આજે મારી ખુશી નો પાર નથી. આજે કુરિયરથી સ્ટોરી મિરર એપ તરફથી મને નોન સ્ટોપ નવેમ્બર ૨૦૧૯ની આખો મહિનો વાર્તા અને કવિતા લખવામાં વિનર તરીકેની ટ્રોફી મળી.

સ્ટોરી મિરર એપ અને એનાં સંચાલકો અને એપની ટીમનો હું દિલથી ખુબ ખુબ આભાર માનું છું. સ્ટોરી મિરર એપ થકીજ આવાં સુંદર પ્રોત્સાહન રૂપે ઈનામ અને પ્રમાણપત્રો આપવામાં આવે છે. બહું જ ઉમદા કાર્ય કરીને અમારાં લેખક વર્ગ નું પ્રોત્સાહન વધારો છો. દિલથી ચેહર મા અને દયાળુ હનુમાન દાદા ને પ્રાર્થના કરું છું કે સ્ટોરી મિરર એપ હજુ નવી નવી ઉંચાઈઓ સર કરે. તમારી આવી સુંદર ભાવના જ લેખકોની પ્રેરણા બની રહે છે..... ..

મારી આ ખુશીમાં હું ચેહર મા, ઘરનાં વડીલો ભોગીલાલ પપ્પા, કૈલાસ બેન મમ્મી. માઈ ભક્તો રમેશ કાકા, નીતા કાકી, સ્મિતા કાકી...મારાં ગુરુ અનસૂયામા એમનાં આશિર્વાદ અને દુવા અને મારાં પરિવાર જનો રાજેન્દ્ર કુમાર , મારાં દિયર દેરાણીઓ, મારાં નણંદ નણદોઈ, મારી દિકરી મેઘલ, કુમાર, ખ્વાઈશ, મારાં બે વેવાઈ, બે વેવાણ.

જીનલ, સરગમ, નો હરપલ નો સાથ સહકાર, મારાં સગાંવહાલાં, મારા સ્નેહીજનો, બધાનો સાથ સહકાર થી આજે ફરી એકવાર મને સફળતા મળી છે. બસ આમ જ તમારો સાથ સહકાર મળતો રહે અને મને નવું નવું લખવાની પ્રેરણા મળતી રહે.

  Never miss a story from us, get weekly updates in your inbox.