નાજુક કળી

*નાજુક કળી*

માનું  છું જેને પોતાના એ જ ઘાવ આપી જાય છે...
હર પલ મારી લાગણી મને આમ જ હરાવી જાય છે,

કોના કહું નામ કોણે આપ્યા છે દર્દ અપાર..
અંગત ના ચહેરા પરથી જ નકાબ ઉઠતો જાય છે..

ખીલી નથી હજી  જિંદગીની વસંતમાં જે ...
જોઈને દશા પરિપક્વ ફૂલ ની.. એક નાજુક કળી ભીતરે કરમાતી જાય છે...

નથી જરૂર મારે હવે કોઈની લાગણીના મલમ ની...
બોલ મીઠા પ્રેમ ના હવે મને દઝાડી જાય છે...

ખીલવી શકો તો ખીલવી દ્યો એ મુર્જાયેલી "યાદો" ને..
પલ-પલ  એ નાજુક કળી હવે  તુટતી જાય છે..

પારુલ ઠક્કર "યાદે"

  Never miss a story from us, get weekly updates in your inbox.