ભારત રત્ન ડૉ.આંબેડકર

ભારતમાં જન્મેલા અનેક નર રત્નોમાં આગલી હરોળમાં સન્માનીયનામ તે બહુમુખી સાક્ષર પ્રતિભાનુંનામ, ભારતનું બંધારણ રચયિતા ડો બાબાસાહેબ આંબેડકરનું છે. સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક, પત્રકારિતા, ધાર્મિક, કાયદા, જુનવાણી સુધારક, હક્કની લડત માટે ઉગ્ર બનાવવાની આહલેક જગાડનાર, વિરાટ સ્વપ્ન સાથે મા ભારતીનો સર્વાંગી વિકાસ જોનારા સાચા દેશ ભક્ત હતા. આજે તેમની 130મી જન્મજયંતી વેળાએ દેશની પરિસ્થિતિ ખરાબ કોરોના ગ્રસ્ત હોવાથી વિઝયુઅલ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ભારતના વડા પ્રધાને તેઓને ભારતના સુધારાવાદી માર્ટિન લ્યુથર ગણાવીને તેઓના વિરાટ વ્યક્તિત્વ અને સંકુચિત નહિ પણ વિશ્વ માનવ તરીકે ગણવા જાહેર અનુરોધ કર્યો છે. તેઓના વિચાર અને ભારત વિકાસ માટેની વાતો ભૂતપૂર્વ સરકારોએ પરૂં ન્યાય આપ્યો નથી તેવી વેદના વડા પ્રાધા નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વ્યક્ત કરી છે અને ભવ્ય સ્મારક સ્મારક પૂર્ણ થતાં વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન આપવાનો પ્રયાસ તેઓએ કરેલ છે, એમ એક ખાનગી સમારંભમાં તેઓએ તાજેતરમાં જણાવ્યું હતું. તેઓના વિચારો એ લાખો લોકોને પ્રેરણા આપી જાગૃત કરેલ છે અને હજુ વૈશ્વિક સ્તરે સર્વધર્મીય પણ નવ ચેતન્ય પ્રદાન કરે છે. દુનિયામાં અનેક સ્થળે તેઓના સ્મારક તેઓની લોકપ્રિયતાના જીવંત સ્મારકો છે.                                   

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891માં આંબાવાડ રત્નાગીરી - મહારાષ્ટ્રમાં થયેલ, માતાનું નામ ભીમાબાઈ હતું, મહાર જાતિ, નીચલા વર્ગમાં તેઓ 14માં સંતાન હતા, જો કે 14માંથી બલરામ, આનંદ રાવ, ભીમરાવ ત્રણ પુત્રો અને બે પુત્રીઓ મંજુલા અને તુલસી માત્ર બચ્યા હતા. બાકીના નિધન થયા હતા, ઘરની આર્થિક હાલત નબળી હોવાથી ભીમરાવને સ્કૂલ અભ્યાસની તક મળી હતી, પૂર્વજો બ્રિટિશ ભારતીય સેનાની માઉ છાવણીમાં સેવા બજાવતા હતા, માતાના મૃત્યુ બાદ કાકી પાસે બાળકોનો ઉછેર થયેલો, શાળાના શિક્ષક દેશ સ્થ બ્રાહ્મણ મહાદેવ આંબેડકરના હોવાથી પોતાની અટક સકપાલ બદલીને આંબેડકર કરી, આ અટક અમ્બેવાડા ગામ ઉપરથી આવી હોવાનું કહેવાય છે, 

ભીમરાવ આંબેડકરે પોતાની શૈક્ષણિક પ્રતિભાને બળે જ્ઞાનના હિમાલય ગણાતા, ભારતીય રાજનીતિમાં આ એક જ વ્યક્તિ એવી હતી જેઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, પાલિ, સંસ્કૃત, ગુજરાતી, જર્મન, પર્શિયન, ફ્રેન્ચ અને બંગાળી ભાષા જાણતી હતી, તેમજ 32 (બત્રીસ )ડિગ્રી ધરાવતા હતા, આ બતાવે છે કે પોતાના શિક્ષણ માટે ભીમરાવને ખૂબ લગાવ હતો, સ્વભાવે મક્કમ, લીધેલી વાત પૂરી કરવા સંઘર્ષ કરવો ગમતો વધુ થઈ અભ્યાસ માટે વિદેશ ગયેલા, અધુરો અભ્યાસ મૂકી પાછા આવવું પડ્યું અને ફરીથી વધુ અભ્યાસ માટે રવાના થઈ, પોતાની બુદ્ધિ પ્રતિભાથી જે પદવીઓ હાંસલ કરી છે તે જમાના બહુ ઓછાને આવી તક મળી હતી, તેઓએ મેળવેલ પદવીમાં એમ, એ;એસ, એસ, પી;પી એચ, ડી ;ડી, એસ, સી; એલ, એલ ટી, ટી, લીટ, બાર એટ લો, જેપી વગેરેનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાયદા, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર સંશોધન માટે કોલંબિયા યુનિ, અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ તરફથી ડોકટરેટ પદવી એનાયત થઈ હતી  . 

ભીમરાવ આંબેડકરના જીવન પાસા વિવિધતાપૂર્ણ બહુમુખી હતા, વિદેશમાં શિક્ષણ મેળવીને ઊંચા હોદાની ખેવના વગર ભારત પાછા  આવી સ્થાઈ થઇ, અસ્પૃશ્યતા નિવારણ, નબળા વર્ગના, જેને સમાજ હલકી જાતિ ગણી તિરસ્કૃત કરતો હતો, તેઓના માનવીય હક્કો, સમાનતા વખતે, માનવાધિકાર માટે રાજકીય લડત ચલાવી, ગોળમેજી પરિષદ વેળાએ એ મુદ્દો રજુ પણ કર્યો. તેમના વિચારો વિવાદાસ્પદ હતા, રાજકીય પક્ષોના મિલન વખતે ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત ઓગસ્ટ 14 /1931માં થયેલ. કોંગ્રેસ ગાંધીજીના કડક આલોચના ટીકા કરનારા હતા, સાયમન કમિશનમાં વિદેશમાં હાજરી આપી અછૂતોના પ્રશ્નો રજુ કરેલા, ભારત આઝાદ થતા દેશના પ્રથમ બંધારણ મુસદ્દા સમિતિના તેઓને અધ્યક્ષ પદે નિમણુંક થયેલ 26મી નવે, 1949 માં પ્રથમ સંવિધાન સ્વીકાર થયો, ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે મુલ્યવાન સેવા આપી હતી, 

તેઓએનાગપુરમાં દીક્ષા ભૂમિ ખાતે 1956 14 ઓકટો, ના રોજ 3, 80, 0000 દલિતો સાથે જાહેરમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરી, ધર્મ પરિવર્તન કર્યું, 22 સામુહિક પ્રતિજ્ઞાઓ લેવડાવેલી અને દલિત વર્ગના હૃદય સમ્રાટ બન્યા હતા, તેઓ નૃવંશશાસ્ત્રી, રાજનેતા, ઇતિહાસકાર, કાયદા શાસ્ત્રી, અર્થ શાસ્ત્રી ઉપરાંત કુશળ તંત્રી હત।. ''મૂકનાયક ''અખબાર પાક્ષિક 1920માં શરુ કરેલું, '' બહિષ્કૃત મેળા ''(અખબાર ) ''બહિષ્કૃત ભારત '' ( પાક્ષિક ), સમતા (અખબાર ), જનતા અને 'પ્રબુદ્ધ ભારત ''બંને અખબારો પણ લોકચાહના સાથે ચલાવેલા. કુશળ પ્રભાવશાળી વક્તા, પત્રકાર, ધર્મી વિવેચક, વિદ્વાન વિચારક, સંશોધનકાર, સમાજ સુધારક, વિશાલ લેખન કાર્ય દ્વારા સામાજિક, આર્થિક, રાજનૈતિક સમતાના તેઓ ત્રિવેણી સંગમ હતા, માનવ અધિકારો અને અસ્પૃશ્ય લોકોના માટે ક્રાંતિકારી જ્યોત પેટાવી ઉગ લડત સાથે, તેઓ માટે જીવન ભર સંઘર્ષ કર્યો, એજ્યુકેશન સોસાયટીના અને મજદૂર ચળવળના તેમજ બહિષ્કૃત હિતકારી સભા, સમતા સૈનિક દૂત, ડિપ્રેસ ક્લાસ એજ્યુ, સોસાયટી, સ્વત્રંત લેબર પાર્ટી, અનુચિત જાતિ ફેડરેશન અને ભારતીય બૌદ્ધ મહાસભા તેઓ પ્રણેતા સ્થાપક હતા,  હિન્દુ વિચારધારા અને મૂર્તિ પૂજા તેઓ વિરોધી હતા, મનુસ્મૃતિનું જાહેરમાં દહન કરી પોતાના તીવ્ર આક્રોશ પ્રગટ કરેલા, બીજા લગ્ન કરેલા પત્નીનુંનામ ડૉ, સવિતા બ્રાહ્મણ અને આંબેડકરના કામોથી આકર્ષાઈ તેઓને સાથ આપવા ટર્નીએ તેણીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લગ્નકરેલા, ર્ડા આંબેડકરનાનામે ખુબ ખ્યાતિ પામી 1948 થી 19 54 સુધી ડાયાબિટીસ બીમારીમાં પટકાયા અને ગંભીર રોગી થતા અશક્ત બની 1956 -6- ડિસેમ્બરે દિલ્હીમાં મહા નિર્વાણ પામેલાં.

મરણોત્તર ભારત રત્ન ઍવોડ અપાયો. ભારત સરકાર પોસ્ટ ખાતા એ તેમની યાદમાં પોસ્ટ ટિકિટ પણ બહાર પડેલી ભારતની ઉસ્માનિયા યુનિ, ડોકટરેટ પદવી આપેલી, ગાંધીજી સાથે વિચાર મતભેદ હતા અને છેક ત્રીજી ગોળમેજી પરિષદ વખતે સમાધાન થયેલ, દાદર ચોપાટી પર અગ્નિ સંસ્કાર વેળાએ 10, 00, 000 લોકોના સમૂહ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધેલી જે વિશ્વનો રેકોર્ડ બનેલી ઘટના બની હતી. તેમની ગણના ભારતમાં સૌથી પ્રભાવશાળી પુરુષ તરીકે સન્માન પામેલા ભારતીઓમાં થઇ હતી, ભારતમાં સૌથી પહેલા નંબરે :"ઘી ગ્રેટેસ્ટ ઇન્ડિયન '' અને પ્રથમ અર્થશાસ્ત્રી હતા, નેપાળમાં બૌદ્ધ ધર્મની સર્વોચ્ચ પદવી " બોધિસત્વ "તેઓને મળી, છતાં તેઓએ કદી પોતાની પદવીનો વ્યક્તિત્વના અંગત ઉપયોગમાં ક્યારે વાપરી નથી તે તેઓની મોટાઈ હતી, તેઓના ભારત અને વિદેશમાં સ્મૃતિ મંદિર, પ્રતિમા અને હજારોની અગણિત સંખ્યામાં લખાયેલા પુસ્તકો, અને જુદી જુદી ભાષામાં થયેલા અનુવાદો, ભારતીય સંવિધાન સંહિતા અને અસ્પૃશ્યતા નિવારણ સફળતા માટે તેઓ અજર અમર રહેશે,  અક્ષરદેહ જીવંત રહેશે...

(મેં મારી સમજ અને વાંચન બાદ આ લખેલ છે, તેમાં કોઈ ભૂલ, શરતચૂક જણાય તો મારુ દોરવા સૌને વિનંતી જેથી હું તે દુરસ્ત કરી આપનો આભારી થઈશ.)

  Never miss a story from us, get weekly updates in your inbox.