કન્યાવિદાય

મિત્રો આપણા જીવનમાં આપણે અનેક લોકોની વિદાય જોઈએ છીએ અને એમના કરેલા કર્યોની જીવનમાં પ્રેરણા મેળવીને આપણે જીવનમાં આગળ વધીએ છીએ. પરંતુ આજે મારે જે વિદાયની વાત કરવી છે તે છે કન્યા વિદાયની વાત. આખા સંસારમાં જો સૌથી કરુણામય વિદાય હોય તો એ છે કન્યા વિદાય. કન્યા વિદાય એ ફકત એક શબ્દ નથી પણ કન્યા વિદાય આખો સંસાર છે સંસારનો સાર છે. મિત્રો કન્યા વિદાયની વાત કરીએ તો કોઈ ભાગ્યેજ એવો વ્યક્તિ હશે કે જેની આખોમાંથી આશુ નહીં આવ્યા હોય. 

મિત્રો ગણા લોકો જીવનમાં પૂછતાં હોય છે કે કન્યા વિદાય આટલી બધી કરુણામય કેમ હોય છે ? મિત્રો આનો એક જવાબ છે કે જે પિતાના ઘરે દીકરીનો જન્મ થયો હોય અને તે દીકરી પોતાના પિતાના કાળજા સમાન હોય અને માતાનો પ્રેમ અને માતાના સંસ્કાર હોય અને ભાઈની તો જીવનની આશ હોય તે દીકરી જયારે 22 કે 24 વર્ષની થાય છે. તે સમયે દીકરીને ફકત 2 કે 3 કલાકની લગ્નવિધિમાં સામેવાળાને કન્યાદાન કરવું પડતું હોય છે અને દીકરી પણ અહીં લગ્નવિધિ પુરી થઇ નથીને સસરાના માટલાનું પાણી હજુ પીધુંને ત્યારે દીકરી વિદાયમાં પોતાના પિતાને મળવા જાય છે અને પિતાના કાનમાં એટલું કહે છે કે હવે તમે મારી ઘરે આવજો. ત્યાં દીકરી સ્વીકારી લે છે કે હવે મારુ ઘર મારા સસરાનું છેને હવે તમારી સાથે મારો સબંધ પૂરો થયો. તે સમયે એક પિતા માટે આનાથી મોટી વિદાય કઇ હોય જીવનની ? અને આપણા શાસ્ત્રોમાં પણ લખાયું છે કે જીવનમાં તમે ભલે મોટા મોટા દાન કરો પણ કન્યા વિદાયથી મોટું દાન આખા સંસારમાંના કોઈ છે કેના કોઈ હશે. 

મિત્રો કન્યા વિદાયનો સાચો અર્થ જાણવો હોય તો દીકરીના વિદાયની એ સમયને જુવો કે જ્યારે દીકરી પોતાના પિતાને મળવા જતી હોય તે સમયે દીકરીના પિતાના કાળજાને પૂછો કે કન્યા વિદાયનું મહત્વ શુ રહેલું છે ? એ દીકરી જયારે પોતાની માતાને મળવા જાય તે સમયે એ માતાના પ્રેમ અને સંસ્કારને પૂછો કે દીકરી વિદાયનું મહત્વ શુ રહેલું છે ? અને તે ભાઈને મળવા જાય તે સમયે ભાઈની રડતી આખોને પૂછો કે પોતાની બહેનની વિદાયનું મહત્વ શું રહેલું છે ? મિત્રો જે સમયે દીકરીની વિદાય થાય છે તે સમયે એનાં 10 આંગળીઓની નિશાની લેવામાં આવે છે. આપણે કોઈ સરકારી કામ હોય કે કોઈ બીજું કામ હોય તો પણ એક આંગળી કે અંગુઠાના નિશાનથી કામ થાય છે અને જયારે દીકરી 10 આંગળીઓના નિશાન આપે છે ત્યારે કહે છે કે આજથી મારા ભાઈની સંપત્તિમાં તો શું મારા ઘરના ફળીયાની ધુરમાં પણ મારો હક આજથી નથી. આ દીકરીનું સમર્પણ છે અને આજ દીકરીનું જીવનનું અર્પણ છે. 

મિત્રો જે ઘરમાં દીકરીનો જન્મ થયો હોય અને એ દીકરીના અવાજથી આખા ઘરમાં એક સ્વર્ગ જેવું વાતાવરણ હોય અને ઘરનું ફરિયું પણ જે દીકરીના અવાજથી ગુંજતુ હોય તે અચાનક જ એક દમ શાંત થઇ જાય એ શેરીમાં ગૂંજતો દીકરીનો અવાજ જે સમયે એક દમ શાંત થઇ જાય એ શેરી જયારે સુનકારમાં ડૂબે છે તે સમયે ઘરની શેરી પણ જાણે દીકરીની વિદાયમાં રડતી હોય અને એના વિરહમાં જે શાંત બને છે એ એક શેરીનું પણ કન્યાવિદાયમાં મહત્વ રહેલું છે. જયારે એક કન્યાની વિદાય થતી હોયને તે સમયે દીકરીના ભાઈની આંખોમાં જે બાળપણની ડૂસકેને ડૂસકે બાળપણની વાતો આવતી હોય જે ભાઈ પોતાની બહેન વગર એક દિવસ પણ જમતોના હોય અને પોતાની ખાવાની એક રોટલીમાંથી પણ અડધો ભાગ પોતાની બહેનને આપતો હોય અને જે ભાઈની મોટી બહેનની વિદાય હોય જે ભાઈને પોતાની બહેન એક માતા સમાન હોય છે અને એક બહેન પોતાનાનાના ભાઈને જીવનમાં પોતાનાથી પણ વધુ પ્રેમ આપે અને એક માતાની સાથે એક બહેનના પ્રેમથી પણ પોતાના ભાઈના જીવનમાં ખુશી અને એ ભાઈના મોઢા પર સ્મિત લાવતી હોય એ ભાઈ બહેનની વિદાય કેવી કરુણામય હોય છે. બહેનની વિદાય સમયે ભાઈની આંખોમાં ફકત આંસુ નથી હોતા પણ એ આંસુની સાથે જે પોતાની બહેન સાથેનો વિરહ અને પ્રેમ હોય છે તે ખરેખર અદભુત હોય છે. 

મિત્રો દીકરીની વિદાય ભલે થોડા સમય માટેનો પ્રસંગ હોય છે પણ તેમાં રહેલી કરુણા અને ભાવના એતો આખા સંસારમાં સૌથી વિશેષ રહેલી છે. મિત્રો દીકરીનો પિતા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ હાર નથી માનતો પણ એ દીકરીનો પિતા જે સમયે દીકરીની વિદાય થાય છે તે સમયે દીકરીના વિદાયના દુઃખ સામે હારી જાય છે. મિત્રો જે માતા - પિતાને પોતાની દિકરી એકના એક હોય છે અને તેનો લાડકોડથી ઉછેર કર્યો હોય છે. અને પાણીમાંગેને દૂધ આપ્યું હોય એવા પોતે જીવનમાં તકલીફ વેઠીને પણ દીકરીને સુખ આપ્યું હોય છે. અને જે દીકરીએ પોતાના જીવનમાં એક દીકરીની સાથે એક દીકરો બનીને પણ માતા પિતાને દરેક તકલીફમાં મદદ કરી હોય છે અને જે દીકરી પોતાના માતા પિતા માટે દીકરો ઘણો કે દીકરી એક સમાન હોય છે અને જે દીકરી પોતાના પરિવાર માટે એક જીવનની આશ હોય છે.જીવનમાં એક વૃક્ષ સમાન હોય છે કે જેના છાંયડાનીચે દીકરીના માતા પિતા હંમેશા ગર્વ કરતા હોય છે કે એ મારી દીકરી છે એ મારી દીકરી છે કહેતા કહેતા જેમનું મોઢું પણ સુકાતુંના હોય એ એકના એક દીકરીની વિદાય આવે છે તે સમયે કેવી કરુણામય સ્થિતિ બને છે. 

મિત્રો દીકરીનો જે સમયે જન્મ થાય છે તે સમયે કહેવાય છે કે દીકરી રૂપે ઘરેમાં લક્ષ્મીનો જન્મ થયો અને પોતાના માતા પિતા માટે આનાથી મોટી ખુશી જીવનની શું હોય ? અને એ દીકરીને માત પિતા અનેક લાડકોડથી ઉછેર કરીને સારું ભણાવે છે અને દીકરી પણ પોતાની મહેનતથી જીવનમાં આગળ વધે છે અને જીવનમાં તે અનેક સફળતા મેળવે છે. અને જેમ પુત્રનાનામથી લોકો એના માતા પિતાની ઓળખાણ થાય છે તે સમયે પુત્રનું જીવન સફળ બને છે. એમ જે દીકરીના સારા કાર્યોથી પોતાના માતા પિતાની ઓળખાણ થતી હોય તે દીકરીની જે સમયે વિદાય આવે છે તે સમયે માતા પિતાની આંખોમાં જે પ્રેમ હોય છે તે ખરેખર અદભુત હોય છે. મિત્રો કહેવાય છે એક પુત્ર એક ઘરને સાચવે પણ જે દીકરી હોય છે એતો પોતાના ઘરની સાથે પોતાના સસરાના ઘરને પણ સાચવે છે. દીકરી કોઈ દિવસ એમ નથી કહેતી કે મારે વિદાય વખતે આમ જોઈએને તેમ જોઈએ દીકરીને પોતાના પિતા જેટલું આપે છે એટલું લઈને તે પોતાના સાસરે જાય છે અને પોતાના માતા પિતાને કંઈપણ થાય તો માતા પિતાને સૌથી પહેલા જો મદદ માટે આવતું હોયને તો એ પોતાની દીકરી જ હોય છે કેમકે એ દીકરીને વિદાયની વેદના ખબર હોય છે એ દીકરીને પોતાની વિદાય વખતે માતા પિતાની આંખોમાંથીનીકળતા આસુંની વેદના ખબર હોય છે અને જે દીકરીને પોતાના માતા પિતાની આખોમાંથીનીકળેલા આશુને વેદના ખબર હોય છે તે વેદના કોઈ દિવસ કોઈ સમજી શકતું નથી. 

દીકરીની વિદાય વખતે દાદા અને દાદી જયારે પોતાની બેટીને વિદાય આપતા હોય છે તે પ્રસંગ પણ અનેરો જ હોય છે. દીકરીના જીવનમાં જે પ્રેમ દાદા અને દાદી હોય છે તે પ્રેમ જીવનમાં ભાગ્યેજ જોવા મળે છે. દાદા અને દાદીના આપેલા સંસ્કાર દીકરીના જીવનમાં અમૃત સમાન બને છે. દીકરીની વિદાય થાય તે સમયે કહેવાય છે દીકરીને પાથીયે પાથીયે તેલ રેડયું એનો મતલબ થાય છે કે દીકરીને પાથીયે પાથીયે સંસ્કરનું સિંચન કર્યું છે. અને પાથીયે પાથીયે દીકરીના જીવનમાં સારા સંસ્કારનું સિંચન કર્યું હોય તે સારા સંસ્કાર અને પ્રેમ ખુબજ અનેરો હોય છે. જીવનમાં કદાચ દીકરીની વિદાયનું મહત્વ સૌથી વધુ કોઈ જાણતું હોય તે દિકરીના દાદા દાદી જ હોય છે કેમકે જીવનમાં દીકરીના સ્વપન પુરા કરવાનો ઉત્સાહ અને દીકરાના જીવનમાં સુખ રૂપી છાંયડો બનવાની જો કોઈને સૌથી વધુ આશા હોય તો એ દીકરીના દાદા અને દાદીને જ હોય છે. કદાચ કોઈ વાતમાં માતા પિતા કઠોર બને પણ દીકરીના દાદા અને દાદી દીકરીના જીવનમાં કોઈ દિવસ કઠોર નથી બનતા અને દિકરીને જીવનમાં તમામ સ્વપન પુરા કરવામાં ખૂબ જ મદદ કરે છે. કહેવાય છેને દીકરીની વિદાય વખતે કે "દાદા તમારે દેવું હોય તે દેજો મારે જાવું સાસરે રે મારા રાજ " અને એમાં એક બીજી પંક્તિ પણ છે કે " ઉભા રહ્યો તો માગું મારા દાદા પાસે શીખ રે હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે " જીવનમાં ખરેખર આ એક અદભુત કરૂણાયમય પ્રસંગ હોય છે. 

દીકરી ખરખર જીવનમાં સમર્પણની મૂર્તિ હોય છે જે સમયે દીકરીની વિદાય થાય છે તે સમયે દીકરીના પિતા માટે એક પંક્તિ છે કે " કાળજા કેરો કટકો મારો આજે ગાંઠથી છૂટી ગયો અરે મમતા રૂંવે જેમ વેણુ મારો વીરડો ફૂટી ગયો " ખરેખર આ પંક્તિમાં દિકરીના કન્યા વિદાયની ખુબજ સારી વાત કહી છે. જે દીકરીઓ સાસરે ગયી છે એને પૂછજો સૌથી વધુ દુઃખ દીકરીના બાપને હોય છે. મેતો ઘણા કિસ્સા જોયા છે કે જેમાં કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય તો કદાચ દીકરાનો બાપ કઠણ બની જાય આંખમાં આંસુના આવવા દે પણ 25 વર્ષેની દીકરી જયારે વિદાય થતી હોયને તે સમયે આ ભારતવર્ષનો એક પણ બાપ એવો નહીં હોય કે જેની આંખમાંથી આંસુના આવ્યા હોય. દીકરીનો બાપ રડતો હોય કેમકે મારા પ્રેમનો પ્યારો વહી ગયો માર હૈયાનો હાર વહી ગયો. અને દીકરીના પિતા ગમે તે સમયે ગામડે જઈને આવે કે ગમે તે સમયે બીમાર હોયને ખાટલે સુઈ રહ્યા હોય પણ જે સમયે દીકરી બાપના ખાટલે બેસીને રડતી હોય અને તે દીકરી પોતાના હાથની પાણીનો ગ્લાસ ભરીને આપે તે સમયે દીકરીના પિતાની અડધી તકલીફ દૂર થઇ જાય છે અને દીકરીનો હાથ જે સમયે પિતાના માથા પર ફરતો હોય તે સમયે ખરેખર દીકરીના પિતાને પોતાનીમાંનો હાથ ફર્યો હોય એવો અનુભવ થાય છે અને તે પિતાની ગણી બધી તકલીફ તે સમયે જ દૂર થઇ જાય છે. આ હોય છે એક દીકરીનો પ્રેમ જે જીવનમાં ખરેખર મહાન હોય છે. દીકરીના પિતા ગમે તેવી પરિસ્થિતિમાં હોય અને ગમે તેવી તકલીફમાં હોય પણ જે સમયે એક દીકરીનું જીવનમાં પોતાના પિતાને આશ્વાસન મળે છે એક દીકરીનો જીવનમાં પોતાના સાથ મળે છે તે સમયે જ દીકરીના પિતા જીવનમાં ગમે તેવી તકલીફનો સામનો કરીને પણ દીકરીના સ્વપન પુરા કરે છે. 

દીકરીની વિદાય વખતે તો ભગવાન પણ રડતા હોય છે અને ભગવાન પણ દીકરીના કન્યાદાનને સૌથી ઉત્તમ દાન માને છે. એટલા માટે જ દીકરીનું સ્થાન જીવનમાં ખુબજ મહત્વનું રહેલું છે અને દીકરીનું સ્થાન કોઈ લઈ શકતું નથી કેના કોઈ લઈ શકશે. એટલા માટે આપણે પણ આપણી દીકરીને જીવનમાં ખુબજ ભણાવીએ અને જીવનમાં સારા સંસ્કારનું સિંચન કરીએ. એક સમયે દીકરો પોતાના પિતાનો બોજ બની શકે છે પુત્ર કપુત્ર થાય છે પણ એક દીકરી કોઈ પણ સમયે પોતાના પિતાનો બોજ બનતી નથીને એક દીકરી જ સમાજના બોજમાંથી પોતાના પરિવારને મુક્ત કરાવે છે અને એક દીકરી જ જીવનનું સાચું અમૃત છે અને એજ જીવનનો આધાર છે. એટલા માટે આપણે પણ આપણી દીકરીને જીવનમાં સારા સંસ્કાર અને સારું જ્ઞાન આપીને એને પોતાના જીવનમાં આત્મનિર્ભર બનાવીએ અને આપણું અને આપણી દિકરીનું જીવન સફળ કરીએ.

= શુભ પટેલ, ઊંઝા

  Never miss a story from us, get weekly updates in your inbox.