Category : Spirituality
ક્ષમા માંગવી અને આપવી બંને જરૂરી છે.
 neeta kotecha  
 24 January 2018  

ક્ષમા આપવી એ ખરેખર ભારે હિંમતવાળું કામ છે. માટે જ કહેવાયું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ…દુનિયાનું સૌથી અઘરું કામ હોય કે જે કરવાનું તદ્દન સહેલું હોય પણ જે થઇ નથી શકતું અથવા કોઈ કરી નથી શકતું એ હોય તો એ છે કોઈની ક્ષમા માંગવી અને કોઈકને ક્ષમા આપવી . સૌથી નજીકનો સંબંધ છે પતિ પત્નીનો . પણ એ સંબંધમાં પણ એક બીજાને લોકો  માફ નથી કરતા . કારણ લોકો ભૂલ ને ભૂલી જ નથી શકતા . જ્યારે જ્યારે એ વ્યક્તિ અને એની ભૂલ યાદ આવે છે લોકો પાછા ભૂતકાળમાં સારી પડે છે ને થોડા વધારે વેરના બીજ મનમાં વાવે છે.જૈન ધર્મમાં તો ક્ષમાપના નો એટલે જ વર્ષમાં એક વાર એવો દિવસ રાખવામાં આવ્યો છે કે એ દિવસે બધા જ પ્રભુને મનમાં રાખીને એક બીજાની  માફી માંગે. કમસેકમ માફી માંગવાથી એમની સાથે  વાતનો વ્યવહાર તો ચાલુ થાય છે. કે જે  બંધ થયેલો હોય છે અને ધીરે ધીરે સંબંધ સુધરે છે . પણ જો બધાજ સામે વાળાની રાહ જોશે કે માફી માંગવાની  પહેલ કોણ કરે  તો સંબંધો સુધરશે જ નહિ . સમય ત્યારે જ વેડફાય છે જ્યારે કોઈ એક પહેલ નથી કરતુ અને વાત સુધરતી નથી . અને ખરા અર્થમાં જોવા જઈએ તો કોઈ આપણી પાસે ક્ષમા માંગે ત્યારે આપણું અભિમાન માથું ઉચકતું હોય છે . આપણે સામે વાળા વ્યક્તિને ગુનેહગાર ગણવા લાગીએ છે . આ ભાવ પણ જ્યારે મનમાં થી નીકળશે ત્યારે જ પ્રભુ રાજી થશે .પતરસે પુછ્યું - હે પ્રભુ,જો મારો ભાઈ અપરાધ કરે છે તો હું તેને કેટલી વખત ક્ષમા કરૂ?શું તેને સાત વખત સુધી ક્ષમા કરી શકુ છુ?પ્રભુ ઈસુ બોલ્યા- સાત વખત જ કેમ?સાત વખતના સીત્તેર ગુણ્યા કર એટલી વખત તુ તેને ક્ષમા કરી શકે છે.પ્રભુ તને ક્ષમા કરશે-કેટકેટલા એવા સંબંધો છે કે જે પહેલની રાહ જોવામાં જ  પોતાની જિંદગી પૂરી કરી નાખે છે. ક્ષમા આપવા કરતા પણ વધારે સારી વાત એ છે કે ક્ષમા માંગી લ્યો. ભૂલ હોય કે ન હોય પણ ક્ષમા માંગવાથી તમારો એક સંબંધ બચી જશે . આ દુનિયામાં કેટલા શ્વાસ લેવાના છે એ ખબર નથી .  એકલા આવ્યા હતા અને એકલા જવાનું છે તો શું કામ મન પર કોઈ પણ પ્રકારનો ભાર લઈને જવાનું . બધું જ અહિયાં મુકીને જઈએ . એ આપના માટે સારું છે . કારણ સફર માં જેટલું વજન ઓછુ હશે મુસાફરી એટલી સરળ રહેશે

Thank God की Storymirror.com है
 Sant Prasad Yadav  
 18 February 2018  

बचपन से किताबों की दुनिया को अपना हमसफ़र बना चुका देव, आज सांझ की बेला के वक्त, सूर्य को रात भर के लिए विदा होते हुए उसकी लालिमा को देख वह अपनी बचपन की यादों में खो जाता है।जैसे अभी कल की ही बात हो। दादा जी बाजार से अच्छी-अच्छी कहानियों की किताब ले कर आये हों और वह,'' दादा जी आ गये..दादा जी आ गये,'' खुशी से उछलते हुए उनकी तरफ दौड़ पड़ा हो।सच, कई बार अगर दादा जी ने उसे सही वक्त पर संभाला ना होता तो वह मुंह के बल गिर पड़ा होता।उसे कहानियां पढने का बहुत शौक था। वह पढ़ते हुए खो सा जाता था। उसकी कहानियों में चंदामामा होते थे। बूढ़ी काकी होती थी। रामू काका होते थे। अनाथ होते थे। गरीब होते थे। सुंदरवन होते थे। नदीयोंतालाबों-नहरों, झील पर्वत से जुड़ी अनोखी दास्तानें होती थी।एक वक्त ऐसा भी आया जब वह दादा जी की लाठी का सहारा भी बना, फिर भी दादा जी उसे छोड़ कर इस दुनिया से चले गये। उस दिन वह खूब रोया था।वक्त के साथ-साथ देव बड़ा हो गया और वह पैसे कमाने के लिए विदेश चला गया। पर उसकी कहानियां पढने की आदत नहीं छूटी। पर उसे विदेश में हिंदी की कहानियों की किताब मिलना मुश्किल लग रहा था।क्योकि वह जानता था जिस देश की मातृ भाषा ही हिंदी है पर वहां के लोग उसे पढ़ना नहीं चाहते तो यह तो विदेश है।विदेशी धरती पर इंडिया की याद में खोया देव अपने बचपन की यादों की कारवां से जब बाहर आया, सूर्य जा चुका था और उसकी जगह चांद अपने तारों की बारात के साथ धरती को अंधेरे में देखने की कोशिश कर रहा था।देव कुछ मायूस सा हो कर छत पर से घर की अंदर की तरफ सीढीयों पर कदम बढ़ाते हुए यही सोच रहा था कि इंसान जीती बाजी जीत कर भी हार जाता है, जब उसके पास उसकी मनचाही चीज नहीं होती।तभी उसके मोबाईल में एक मैसेज आता है, www.Storymirror.com  यह मैसेज एक संस्था की तरफ से था, जिसमें लिखा था अपनी भाषा में कहानियों को पढ़ने के लिए इस लिंक पर किल्क करें।थोड़ी हैरत से उसने किल्क किया। उसे यकीन नहीं हो रहा था। www.Storymirror.comका आनलाईन पोर्टल सामने था। उसने हिंदी लैंग्वेज सिलेक्ट किया और फिर उसने 'बाल कथा' पर किल्क किया। पल भर में उसके सपनों का संसार, ख्वाबों की हकीकत, और बचपन की यादों का दर्पण उसके सामने था।उसे अपने देश के एक से बढ़ कर उभरते हुए लेखक- लेखिकाओ की कहानियों को पढ़ कर जो खुशी मिली वह उसे शब्दों में बयां नहीं कर सकता था, उसने सिर्फ इतना ही कहा, ' Thank God की Storymirror.com है- सन्त प्रसाद यादव