Home
Quotes New

Audio

Forum

Read

Contest


Write

Write blog

Log In
Your search for શરીર
કોને કહેવાય પૂર્ણ સંતોષ??
 Alpa Vasa  
 28 February 2018  
Art

: સંતોષसन्तोषः परमो लाभः सत्सङ्गः परमा गतिः ।विचारः परमं ज्ञानं शमो हि परमं सुखम् ।।सन्तोषः परमं सौख्यं सन्तोषः परममृतम् ।सन्तोषः परमं पथ्यं सन्तोषः परमं हितम् ॥જીવનની સચ્ચાઈનો અર્ક, જે સૈકાઓ પહેલા આપણા જ્ઞાની અને વિદ્વાન સત્પુરુષોએ સંસ્કૃતમાં સુભાષિત દ્વારાઆપણને આપ્યો છે. સંતોષની પ્રાપ્તિ સર્વશ્રેષ્ઠ લાભ છે. સત્સંગ જ સર્વશ્રેષ્ઠ ગતિ છે. શુદ્ધ વિચાર પરમ જ્ઞાનની ઉપલબ્ધિ છે. શાંતિ જ પરમ સુખ છે. સંતોષ સુખ દાયક પરમ અમૃત સમાન છે. સંતોષ સુપાચ્ય છે અને એમાં જ મનુષ્યનું હિત સમાયેલું છે. હવે આવા શ્રેયસ્કર સંતોષની આપણે આપણા જીવનમાંથી બાદબાકી જ કરી નાખી છે.સંતોષ એટલે તૃપ્તિ. વય સાથે એની વ્યાખ્યા, સીમા બદલાય છે. જેમ કે, એક સમયે એક સાયકલ હોવી એટલે ભયો ભયો, ખૂબ સંતોષ હતો તે થોડા વર્ષો પછી મોટરથી જ સુખ લાગે, મન સંતોષાય. ક્યારેક આ સુખ પોતાની સગવડતા માટે હોય છે તો ક્યારેક બીજાને દેખાડો કરવા માટે.સંતોષી માણસ સુખી હોય પણ સુખી માણસ સંતોષી હોય એ જરૂરી નથી. સંતોષ વગર સુખનો ઓડકાર ન આવે. માટે સુખી થવું હોય તો સંતોષી થતાં શીખવું જ પડે. સંતોષ વગર મેળવેલું સુખ ક્ષણિક હોય છે.હવે જીવનમાં સંતોષ રાખવો એટલે શું સપના ન જોવા? લક્ષ પર પહોંચવા માટે પ્રયાસ નહી કરવો? ના, મનમાં સંતોષ રાખી બધા પ્રયાસ કરવા. " ધાર્યા પ્રમાણે થાય તો સરસ, ને ન થાય તો વધુ સરસ." અને આળસુ માણસ પોતાને સંતોષી માને તો તે ખોટું છે. એ તો એનો પ્રમાદ કહેવાય. માટે સંતોષીપણા અને આળસુપણા વચ્ચેની ભેદ રેખા બરોબર સમજવી જોઈએ.સંતોષ એટલે પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થાય તેમાં તૃપ્તિ રાખવી. સંતોષ એ તો પારસમણી છે. શરીરની તંદુરસ્તી કસરત છે, તેમ મનની તંદુરસ્તી સંતોષ છે.સંતોષરૂપ ઐશ્વર્યથી સુખી મનુષ્ય દુર્ગતિથી દૂર રહે છે. પરંતુ અસંતોષી ( ભોગ ઇચ્છામાં જકડાયેલા ) મનુષ્ય ડગલે ને પગલે અપમાનિત થાય છે.सन्तोषैश्वर्यसुखिनां दूरे दुर्गतिभूमयः ।भोगाशा पाश बध्दानामवमानाः पदे पदे ॥Thanks,Alpa Vasa

સહનશીલતા કેવી રીતે કેળવાય??
 Alpa Vasa  
 28 February 2018  
Art

સહનશીલતાસહનશીલતાના પાટા પર, રોજ દોડતા હૈયું, હાથ ને પગ,રાહ જોવાતી ક્યારે આવે સ્ટેશન, શુભ, મંગળ ને લાભ.આ સહનશીલતા એટલે બધું સહન કરવું, પચાવી લેવું, ને જેમ છે તેમ સ્વીકારી લેવું. मुण्डे मुण्डे मतिर्भिन्ना । દરેકની અલગ અલગ આદત અને જુદા જુદા સ્વભાવને અનુકુળ થવું. સહન તો શરીરના દરેક અંગોએ કરવું પડે છે. હાથ- બીજાનું કામ કરી સહન કરે છે. આંખ- પોતા માટે બીજાની આંખમાં તિરસ્કાર જુવે તો પણ આંખ આડા કાન કરી સહન કરે છે. કાન- કટુ વેણ સાંભળીને પણ ગુસ્સો ગળી જઈ સહન કરે છે. તો વાણી- મુંગી થઈ સહન કરે છે. મન અને હૈયું તો ક્ષણે ક્ષણે કપાઈને સહન કર્યા જ કરે છે.જે માણસ અત્યંત સહનશીલ હોય એ માણસ દેખાવડો ન હોય તો ય દેખાવડો લાગવા માંડે છે. અને તડ ને ફડ કરવા વાળો માણસ રૂપાળો હોય તોય કદરૂપો લાગવા માંડે છે.સહનશીલતા એ ફક્ત સ્ત્રીઓનો જ ઇજારો નથી, પરુષ પણ સહનશીલ હોવો જ જોઈએ. (? )શરૂઆતમાં સહનશીલતા પર લોકો દાદાગીરી જરૂર કરે છે, પણ લાંબે ગાળે તો તેને પ્રેમ અને સરાહના મળે જ છે. ઘરની એકાદ વ્યક્તિની સહનશીલતા પર તો આખું ઘર ટકેલું હોય છે. શરૂઆતમાં ગરીબ ને બિચારીનું લેબલ મેળવેલી સહનશીલતાને ભવિષ્યમાં આદર્શ ને ડાહીનું બિરુદ જરૂર મળે છે. સહનશીલતા એ કાયરતા તો નથી જ." સુંદર સ્ત્રીનો વટ પડે છે, પરંતુ સહનશીલ સ્ત્રીનો પ્રભાવ પડે છે. "Sincerity is beauty within. દરેક કામમાં પૂરી નિષ્ઠા, કામની ધગશ અને ચીવટ પૂર્વક સમયસર કાર્ય પૂર્ણ કરવાની કર્મઠતા, બીજા પર હુકમ કર્યા વગર મુંગે મોઢે,  હસતા રહી, પોતે જ કરવાની મહેચ્છાનું જ બીજું નામ સહનશીલતા.સહનશીલતાનો મુખ્ય ગુણ છે, " હશે " કરવાની વૃત્તિ. પછી ભલે સમાજમાં હોય કે કુટુંબમાં.સહનશીલતાનું ખૂબ સુંદર ઉદાહરણ છે, વાંસળી. વાંસ વીંધાઈને, છેદાઈને, ખૂબ સહન કરે છે, ત્યારે જ તો પ્રભુના હાથોમાં ને મુખ પર રહે છે હમેશાં.Thanks,Alpa Vasa

પરિવારની વ્યાખ્યા શું???
 Alpa Vasa  
 9 March 2018  
Art

પરિવારचारों और से भले ही होते हों वार पर वार,फिर भी साथ खड़ा रहे उसका नाम परिवार ।આ ૨૧ મી સદી મા, કુદકે ને ભૂસકે વધતી ટેકનોલોજી માં માણસ, માણસ થી છૂટો પડી, યંત્રો માં અટવાવા લાગ્યો છે, ને યંત્રમય જીવન જીવવા લાગ્યો છે. મહદ્ અંશે ભૂલી પણ જાય છે, કે પોતે યંત્ર નહી, માનવ છે. આંખો દિવસ યંત્રમય પસાર કરી રાત્રે ઘરે આવે. પરિવાર સાથે બેસી જમે, વાત કરે ત્યારે બસ થોડો વખત ખરા અર્થ મા માનવ થાય છે.પરિવાર સંયુક્ત હોય કે વિભક્ત, નાનો હોય કે બહોળો, પણ દરેક સભ્ય વચ્ચે ક્યાંક ને ક્યાંક નાડનો, લોહીનો, સ્નેહનો કે ફરજ નો સંબંધ તો જરૂર હોવાનો જ. ઘણીવાર એક બિલ્ડિંગ મા કે મહોલ્લામાં રહેતા કે એક ઓફીસ મા કામ કરતા લોકો વચ્ચે અજાણતાં જ એક પરિવાર જેવો સંબધ વિકસી જાય છે. સહુ સાંજે માંદે, સારા નરસા પ્રસંગે એક બીજાની પડખે ઉભા રહે છે.પરિવાર સભ્યો થી બને છે અને સભ્યતાથી ચાલે છે. પરિવાર તો પ્રેમ, હુંફ, લાગણી ને પેદા કરતું કારખાનું છે. દરેક સભ્યો એ તેને પોતાની ભાવના થી તેને સીંચવાનો છે.નહીંતર એ કારખાના ને ભારખાનું બનતા પણ વાર નથી લાગતી. કહે છે ને-- શરીર ચાલે શ્વાસ થી,પરિવાર ચાલે વિશ્વાસ થી.મકાન માટે જરૂરી છે છત, ફર્શ અને દિવાલ. અને પરિવાર માટે જરૂરી છે વિશ્વાસ, મર્યાદા અને પ્યાર. આવો પરિવાર રહેતો હોય તે મકાન, મકાન ન રહેતા ખરા અર્થ મા ઘર બને છે. અને જ્યારે એ ઘર ના દરેક સભ્યો એકબીજાની અવગણના તો ક્યારેય નહી, પણ ગણના જ કરતા હોય ત્યારે એ ઘર, ઘર મા થી આદર્શ ઘર બને છે. હોમ .... ૐ, બની જાય છે.સાત વાર પછી આવે છે, આઠમો વાર. જેનું નામ છે પરિવાર. આ વાર ને જો બરાબર સંભાળી, સાચવી, અને  જતન થી જાળવી લેવાય,  તો બાકીના સાતે વાર સદાબહાર બની જાય.સંસાર .......... એક સંગ્રામ,પરિવાર ..........એક વિશ્રામ.

મારો ફેવરીટ સમય – સુર્યાસ્ત
 bookaddict   
 13 March 2018  

આખા દિવસમાં જો મને કોઇ સમય ગમતો હોય, જ્યારે હું શાંતિનો અનુભવ કરું તો એ છે સુર્યાસ્તનો સમય. હા, એ સમય જ્યારે એક બાજુ દિવસનાં અંતની તૈયારી હોય છે ત્યારે બરાબર એ જ સમયે હું મારા ભગવાન સામે બેસીને આવનારા દિવસોની પ્રાર્થનાં કરતી હોવ છું.હજું થોડું અજવાળું હોય છે જ્યારે હું મારા પ્રાર્થના રૂમમાં જઇ મંદિર સામે બેસી, દિવાની જ્યોત જલાવી, આંખો બંધ કરીને હાથમાં માળા લઇ એના પારા ફેરવવાની શરૂઆત કરું છું. બાજુનાં બારણામાંથી ઠંડો આહલાદક પવન વાતો રહે છે જે મારા શરીરને સ્પર્શે છે, જ્યારે મારી બંધ આંખો પર એ પવન વાય છે એ અહેસાસ ખરેખર આખા દિવસનો થાક ઉતારતો હોય એવું લાગે છે. મનમાં ભગવાનની આસ્થા તથા ભવિષ્યની ચિંતા લઇ બેસતિ હું, ધીમે ધીમે આ ધીમા પવનની લહેરકીઓ સીધા મારા હ્દયમાં સોસરવી નીકળીને મને ઠારવાનો પ્રયાસ કરતી હોય એવું લાગે છે. મારી સામે બળતો દિવો એ જ મારામાં ફરીથી પ્રાણવાયુ પુરતો હોય એવું લાગે છે. એ દિવાની જ્યોત જે પવનમાં હિલોળા ખાવા છતાં ટકી રહે છે ખરેખર મને કાંઇક વિશ્વાસ અપાવતી હોય એવું લાગે છે. આવા વાતાવરણમાં દિવસનો થાક તો શું પણ મનથી મરેલાઓને પણ જીવાડી દે.  હું માળાનાં પારા તો ફેરવતી હોવ છું મનમાં ભગવાનનાં નામ લેવાતા હોય છે, પણ એવું તો ના કહી શકું કે હું એમા સતત લીન થઇ જાવ છું કારણ કે સાઇડમાં તો ભગવાન સાથે મારી વાતો થાતી હોય છે. મારી ફરીયાદો, પ્રાર્થનાંઓ તથા બીજા વીચારોની આપ-લે થાતી હોય છે. પણ એકદમ શાંત મગજે મારા ભગવાન સાથે ચર્ચા જ કરતી હોવ છું. આ સમય છે જ્યારે દિવસનો મારા મનનો થાક ઉતારવાનો હોય છે અને આવનારા દિવસની તૈયારી કરવાની હોય છે અને એટલા જ માટે હું અને મારા ભગવાન પ્લાનિંગ કરતાં હોઇએ છીએ કે હવે આગળ ઉપર કેમ ચાલશું. જેટલી મને ચિંતા હોય છે એટલી સામે એમને પણ તો ચિંતા હોઇ છે. પણ બેય સાથે ચાલશું કોર્ડીનેશનમાં તો કોઇ પણ મુશ્કેલીનો સામનો ચોક્કસ કાઢી લેશું. આફ્ટર ઓલ સર્વ શક્તિમાન દેવતા મારી સાથે હાજર છે. દુનિયાનાં સર્જક મારી સાથે છે. દુનિયાને ચલાવવા વાળા મારી સાથે છે. શક્તિ આપનારી મારી માતાજી પણ મારી સાથે જ છે ને. તો ચિંતા કરવાની શું જરૂર છે. બધું જ ઠિક થઇ જાશે. એક દિવસ બધું જ એના ઠેકાણે પડી જાશે. બસ મારે થોડી રાહ જોવાની છે જે હું કરી શકીશ. બસ આવા જ વિચારો કરતી જ્યાં સુધી મારા હાથ દુખવા નો લાગે ત્યાં સુધી માળા ફેરવતી હું થાકુ એટલે મારી આંખો ખોલું છું. અને દિવસ આથમી ગ્યો હોય છે. વાતાવરણ શાંત અને ઓલો ઠંડો ધીમો પવન હજી વાતો જ હોય છે. લગભગ રૂમમાં અંધારાને લીધે કાંઇ દેખાતું નથી હોતું પણ મંદિરમાં બળતો એ દિવો મારા ભગવાનનાં દર્શન કરાવે છે અને મને વિશ્વાસ અપાવે છે કે બધી બાજુ અંધારું ભલે રહ્યુ, ભલે બધા રસ્તાઓ બંધ રહ્યા પણ આ રસ્તો ખુલ્લો જ છે મારા ભગવાન મારી સાથે જ છે. 

Padmavat Review
 Mayur Patel  
 17 March 2018  

ફિલ્મ રિવ્યૂઃ રાજપૂત પરંપરાનો ભવ્ય ચિતાર ‘પદ્માવત’ (રિવ્યૂ બાયઃ મયૂર પટેલ)રાજપૂત સમાજના વિરોધના બહુ લાં...બા ચાલેલા વિવાદને લીધે ફિલ્મની વાર્તા બધાંને ખબર જ છે, છતાં જરા ક્વિક નોટ કરી લઈએ તો, દિલ્હી સલ્તનતના બાદશાહ અલાઉદ્દિન ખીલજીને જાણ થાય છે કે ચિત્તોડની રાણી પદ્માવતી જેવી સૌંદર્યવતી સ્ત્રી આ જગતમાં બીજી કોઈ નથી, એટલે અય્યાશ ખીલજી બધું કામ પડતું મૂકીને પદ્માવતીને પોતાની રાણી બનાવવાના કામમાં જોતરાઈ જાય છે અને પરિણામે સર્જાય છે ‘પદ્માવત’ની રસપ્રદ કહાની.ફિલ્મ પહેલી જ ફ્રેમથી જકડી લે છે અને પોણા ત્રણ કલાકની લંબાઈ છતાં ક્યાંય કંટાળાજનક નથી બનતી. સંજય લીલી ભણસાલીએ ફિલ્મને શક્ય એટલી ભવ્ય બનાવી છે. ૧૯૦ કરોડનું તોતિંગ બજેટ ઊડીને આંખે વળગે એટલી ભવ્ય..! રાજમહેલો, વસ્ત્રાભૂષણો, અસ્ત્ર-શસ્ત્રો, મેકઅપ... બધું જ આલાગ્રાન્ડ. ડાયલોગ્સ સુપર્બ. કેમેરા વર્ક જબરજસ્ત. થ્રીડી અને બેકગ્રાઉન્ડ સ્કોર એક નંબર. ફક્ત એક જ વસ્તુ ફિલ્મમાં નિરાશ કરે છે અને એ છે ફિલ્મનું સંગીત. એક ‘ઘૂમર...’ને છોડીને બીજા એકેય ગીતમાં ભલીવાર નથી. ને ‘ઘૂમર...’ના મૂળિયાં પણ રાજસ્થાની લોકગીતમાં હોવાથી એ કર્ણપ્રિય બને છે, બાકી સંગીતના નામે ભણસાલીસાહેબે નિરાશ જ કર્યા છે. સિરિયસલી, ભણસાલી સર, તમે હવે ગીતો કમ્પોઝ કરવાનું બંધ કરો, ફિલ્મ ડિરેક્શન આટલું ફાંકડું કરો છો એ કાફી છે, તમારી ફિલ્મનું સંગીત અન્ય મ્યુઝિશિયન્સ પાસે બનાવો તો દર્શકોને કાનાનંદ થાય, બાકી તો... (એક અંગત ઓબ્ઝર્વેશનઃ ભણસાલી સર એમની ફિલ્મોમાં પશ્ચિમ ભારતની સફરે નીકળ્યા હોય એવું લાગે છે. પહેલા ગુજરાતનું કચ્છ દર્શન કરાવ્યું ‘રામલીલા’માં, પછી મરાઠાજગત જોવા મળ્યું ‘બાજીરાવ મસ્તાની’માં અને હવે ‘પદ્માવતી’ થકી રાજસ્થાન ઘુમાવ્યા. હવે પછી પંજાબ લઈ જઈને કંઈક ‘સોહની-મહિવાલ’ કે ‘હીર-રાંઝા’ જેવી ક્લાસિક લવસ્ટોરી બનાવશે કદાચ...)‘પદ્માવત’નો એક્ટિંગ ડિપાર્ટમેન્ટ તગડો છે ને એમાંય રણવીર સિંહ અવ્વલ. ખીલજીની ચામડી ચીરીને અંદર પેસી ગયો હોય એટલી સહજ અને ઉત્તમ એની અદાકારી. અય્યાશ શાસક તરીકે જે જંગાલિયત, જે વહેશીપણું એણે પડદા પર સાકાર કર્યું છે, એ લાજવાબ છે. એના ડાન્સ મૂવ્ઝ હોય, બોડીલેંગ્વેજ હોય કે આંખોમાં ડોકાતી ઠંડી ક્રૂરતા, સિંહે ખરેખર સિંહ-સમું પરફોર્મન્સ આપ્યું છે. કંઈ પણ બોલ્યા વિનાય એણે ‘વાહ’ પોકારાઈ જવાય એવો અભિનય કર્યો છે. એક સીનમાં એને ચૂપચાપ માંસ ખાતો બતાવ્યો છે, એય જબરું ઇફેક્ટિવ બન્યું છે. તો બીજા એક સીનમાં એ કંઈક વિશેષ ઢંગથી એના શરીર પર પરફ્યુમ લગાડે છે. કઈ રીતે લગાડે છે, એ તો જાતે જ જોજો, મજા આવશે. ભણસાલીની જ ‘બાજીરાવ મસ્તાની’ પછી રણવીરની આ કરિયર-બેસ્ટ અદાકારી છે. એને ખીલજીનો લૂક આપવા માટેના ગેટઅપ પાછળ કરવામાં આવેલી સઘળી મહેનત રંગ લાવી છે. દિપિકા રાણી પદ્માવતી તરીકે અત્યંત જાજરમાન લાગી, તો રતનસિંગ રાજપૂત તરીકે શાહિદ પણ ફર્સ્ટ ક્લાસ. હા, બંને કલાકારો રણવીરના જબ્બર પરફોર્મન્સ સામે સહેજ ઝાંખા તો નહીં, પણ ઓછા જરૂર પડી જાય છે, પણ એ તો કેરેક્ટર્સની ડિમાન્ડ હતી એટલે. બાકી દિપિકા-શાહિદે પણ અત્યંત સંતુલિત અભિનય કર્યો છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી લાજવાબ. ત્રણ મુખ્ય કલાકારો ઉપરાંત બીજા ચાર એક્ટર્સનું કામ ઊડીને આંખે વળગે એવું છે. એમાંના પહેલા છે, રઝા મુરાદ. અમિતાભ બચ્ચન અને અમરીશ પુરી બાદ હિન્દી સિનેમામાં ગૂંજેલો પડછંદ અવાજ એટલે રઝા મુરાદ. ‘પદ્માવત’માં એમના ફક્ત ૩-૪ જેટલા જ સીન્સ છે પણ એ જ્યારે જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે એમની તોતિંગ પર્સનાલિટી અને સાવજની ત્રાડ સમાન બુલંદ અવાજને લીધે છવાઈ જાય છે. અહીં તો પાછા દિલ્હી સલ્તનતના શહેનશાહ જલાલુદ્દિન બન્યા છે એટલે ખૂબ રુઆબદાર લાગે છે. થિયેટરમાં એમનો ઘેઘૂર, મર્દાના અવાજ ગૂંજે અને જાણે કે સોપો પડી જાય. રઝા સર જેવો જ રુઆબદાર અભિનય કરીને યાદ રહી જાય છે ‘આયાન મહેતા’. એણે નીભાવેલા બ્રાહ્મણ રાઘવ ચેતનના પાત્રને લીધે જ ફિલ્મમાં આખી બબાલ સર્જાય છે. બદલાની આગમાં જલતા અપમાનિત બ્રાહ્મણને આ કલાકારે સોલ્લિડ રીતે નીભાવ્યું છે. નાનકડા રોલમાં ખીલજીની પત્ની મહેરુન્નિસા તરીકે અદિતી રાવ હૈદરી આંખોને ગમે એટલી શાલિન અને સુંદર. સહાયક પાત્રોમાં સૌથી વધુ અસરકારક લાગ્યો હોય તો એ છે ખીલજીનો અંગત સેવક બનતો મલિક કફૂર. અગાઉ ‘નીરજા’માં આતંકવાદી બનેલા પારસી એક્ટર ‘જીમ સર્ભ’એ ગુલામ કફૂરના રોલમાં જીવ રેડી દીધો છે. ઈતિહાસમાં નોંધ છે કે આ કફૂર મૂળે તો ખીલજીનો સમલૈંગિક સાથીદાર હતો. હિન્દી પારિવારિક ફિલ્મ હોવાથી ખીલજીના પડછાયા બનીને રહેતા કફૂર સાથે ખીલજીના એવા ઇન્ટિમેટ સીન્સ તો ન બતાવી શકાય એટલે ભણસાલીએ બહુ ચાલાકીપૂર્વક અમુક સૂચક પ્રતીકો દ્વારા બંને વચ્ચેનો સંબંધ મોઘમમાં રજૂ કરીને મૂકી દીધો છે. એ જે પણ હોય તે, પણ ફિલ્મમાં જીમ સર્ભની ભાવભંગિમા અને અભિનય કાબિલેતારીફ છે એટલું નક્કી.   ભણસાલી સરની જૂની ફિલ્મોના છાયા ‘પદ્માવત’માં દેખાયા કરે છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’નું સાંકળ ખેંચીને ઝૂમર ઉપર-નીચે કરવાનું દૃશ્ય અહીં પણ જોવા મળે છે. ‘દેવદાસ’માં પારોની માતાના અપમાનવાળું જે જબરજસ્ત સીન હતું એવું જ કંઈક અહીં પણ થાય છે. ‘પદ્માવત’માં બ્રાહ્મણનું અપમાન થતાં એ ‘પદ્માવતી’ના જીવનમાં હોળી સળગાવે છે. બહુ જ જોરદાર સીન બન્યું છે આ પણ. હોળી દરમિયાન રંગો વડે ખેલતા રતનસિંહ અને પદ્માવતી વચ્ચેનું શૃંગારિક સીન ભણસાલીસાહેબે બહુ જ બખૂબી અને સલૂકાઈથી સજાવ્યું છે, પણ એમાંય ‘રામલીલા’ના ‘અંગ લગાલે…’ ગીતની છાપ દેખાઈ આવે છે. છતાં ભારતીય સંસ્કૃતિને અત્યંત સુંદર ઢબે ફિલ્મી પડદે કંડારતા રહેલા આ સર્જકને સલામ મારવી પડે એવું અફલાતૂન રિઝલ્ટ એમણે ‘પદ્માવત’માં આપ્યું છે. રાજસ્થાની-હિન્દુ સમાજ અને મુસ્લિમ પરિવેશ જેવા બે અંતિમો ફિલ્મમાં અત્યંત બારીકાઈથી દર્શાવાયા છે. યુદ્ધના સીન્સ અલ્ટિમેટ. શાહિદ-રણવીર વચ્ચેની શાબ્દિક તડાફડી અને શારીરિક તનાતનીના જેટલા પણ દૃશ્યો છે એ બધ્ધાં જ પૈસાવસૂલ. ભારતભૂમિમાં અત્યંત ઉચ્ચ આદર્શો સાથે જીવતાં રાજા-રજવાડાં હતાં એ જાણીને એક ભારતીય તરીકે છાતી ગજગજ ફૂલી જાય એ પ્રકારની ફિલ્મ ભણસાલીસાહેબે બનાવી છે. રાજપૂતો અમથા અમથા જ વિરોધના વાવટા ફરકાવવા નીકળી પડ્યા, બાકી આ ફિલ્મમાં કંઈ જ વાંધાજનક નથી. ઉલ્ટાનું એમને ગર્વ થાય એ રીતે રાજપૂતી પરંપરાઓને દર્શાવાઈ છે. નિઃશસ્ત્ર કે ઘાયલ દુશ્મન પર પણ વાર ન કરવાની ઉદાત્ત પૌરુષી વીરતા હોય કે પછી દુશ્મન સૈન્યથી શીલની રક્ષા કરવા માટે જાતને અગ્નિશિખાઓમાં હોમી દેવાની નારીસહજ દૃઢતા હોય, ભણસાલીએ બધું દિલ પર ચોટ કરી જાય એ રીતે દર્શાવ્યું છે. ફિલ્મના અંતમાં બે સીન તો એવા છે કે જોતી વખતે અચૂક આંખમાં પાણી આવી જાય અને રુંવાડા ખડા થઈ જાય. એક, ખીલજીના દસ-બાર યૌદ્ધાઓ સામે એકલેહાથે ઝઝૂમતો રાજપૂત સેનાપતિ ગરદન કપાઈ ગયા પછી પણ હવામાં તલવાર વીંઝતો રહે છે, એ સીન, અને બીજો, દિલ્હીની વિશાળ ફોજ સામે સઘળું હારી ગયા બાદ ચિત્તોડની મહિલાઓ ‘જય ભવાની...’ના જયનાદ સાથે ભડભડ બળતા અગનકુંડમાં હસતી હસતી ઝંપલાવી દઈને સામૂહિક જૌહર કરે છે એ સીન. આફરિન. સેલ્યુટ. નતમસ્તક. આપઘાત કરવાની અન્ય રીતો પણ હતી ચિત્તોડની મહિલાઓ પાસે. ઝેર પી લેવાથી લઈને ગળે ફાંસો અને જળસમાધિ સુધીના વિકલ્પો હતા, પણ એ શીલવતિઓ આગમાં બળી મરવાનો સૌથી પીડાદાયક માર્ગ અપનાવે છે કે જેથી દુશ્મનોના હાથમાં એમનું શરીર આવે જ નહીં અને મર્યા બાદ પણ એમના શરીર સાથે કોઈ દુર્વ્યવહાર ન કરી શકે. વાત ફક્ત દુનિયા જોઈ-સમજી-માણી ચૂકેલી પુખ્ત મહિલાઓની નથી, અહીં તો દસ-બાર વર્ષની બાળાઓ પણ એમની માતાના હાથ પકડીને અગ્નિમાં સ્વાહા થઈ જતી બતાવાઈ છે અને પ્રેગ્નન્ટ મહિલાઓ પણ… પદ્માવતિની એક ઝલક મેળવવા માટે રીતસર ફાંફા મારતા ખીલજીને ચિત્તોડનું મહિલાવૃંદ છેવટ સુધી સફળ થવા નથી દેતું. આ સમગ્ર ઘટનાક્રમ અત્યંત સચોટપણે ફિલ્માવાયો છે અને મન પર ઊંડી છાપ છોડી જાય એવો બન્યો છે. ભણસાલીની અગાઉની ફિલ્મોની જેમ જ ‘પદ્માવત’માંય ફિલ્મનો ક્લાયમેક્સ જ ફિલ્મની હાઇલાઇટ બની જાય છે. તો આવી આ ક્લાસિક ફિલ્મ ‘પદ્માવત’ જોવા માટે મારી જેમ છેક મુંબઈ સુધી લાંબા ન થવું હોય તો ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને કે પછી ટીવી પર આવે ત્યારેય સમય કાઢીને જોઈ જ લેજો. પાંચમાંથી ૪ સ્ટાર્સ તો આપવા જ પડશે. ભારતવર્ષના ઈતિહાસના એ બુલંદ પ્રકરણનો આ ફિલ્મી અવતાર ‘પદ્માવત’ છે જ એટલો રસપ્રદ.

તનથી સુંદર કે મનથી સુંદર
 Jigna Kanpuria  
 9 May 2018  
Art

     તનથી સુંદર કે મનથી સુંદર આનો જવાબ તો લગભગ બધાં જ જાણતા હશે. આમાં નવું શું છે? બધાં જ કહેશે મનથી સુંદર. હા! ખરેખર મનથી સુંદર જે વ્યક્તિ હોય છે તેનું તન આપોઆપ સુંદર થઈ જ જાય છે, એને તનની સુંદરતાની જરૂર નથી. કારણ એના ગુણો જ બીજાને પ્રભાવિત કરી દે છે. એનામાં રહેલા ગુણોના ભંડારથી કદાચિત એના તનની સુંદરતા તરફ લોકોનું ધ્યાન જ નથી જતું. જે વ્યક્તિ મનથી સુંદર હશે તે તનથી સુંદર આપોઆપ થઈ જ જશે.       સુંદરતાનો પાઠ તો વર્ષોથી વિચાર વિમર્શના કેન્દ્રમાં જ રહ્યો છે. સાહિત્યમાં તો ખાસ કરીને. પ્રકૃતિથી લઈને આપણી સોચ વિચાર વગેરે સુંદરતાની જ ખોજ છે પછી તે કવિ હોય કે દર્શક દરેક લોકો સુંદરતાની ચર્ચા તો કરવાના જ. એક કવિ પોતાના દિવ્યચક્ષુથી સુંદરતાનું વર્ણન કરવાના અને દર્શક પોતાના ચર્મચક્ષુથી. કવિને મન પોતાની કલ્પનાથી વિશેષ સુંદર બીજું કંઈ હોતું જ નથી જયારે દર્શક બાહ્ય સુંદરતાને જ મહત્ત્વ આપે છે પણ હકીકતમાં આપણું ચિત્ત કે મન જે સોચે છે એ જ આપણા વ્યવહારમાં ઉતરે છે. આપણે તનની સુંદરતાને બદલે મનની સુંદરતા જોઈને જ વ્યક્તિનું મૂલ્યાંકન કરવું જોઈએ.       બાહ્ય સુંદરતા તો આપણને કુદરતે આપી પણ આંતરિક સુંદરતા તો આપણે જાતે જ કેળવવી પડે છે. આના માટે આપણા વડીલોના સંસ્કાર અને આપણા શિક્ષકોનો મહત્ત્વનો ભાગ હોય છે. એનાથી જ આપણું વ્યક્તિત્વ ખીલે છે.       દોસ્તો, કહેવાનો તાત્પર્ય એ છે કે મનની સુંદરતા આપણા જ હાથમાં છે માટે દરેક વ્યક્તિએ એને વિકસાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ.        આપણે ઘણીવાર પેપરમાં વાંચીએ છીએ કે ઊંચી, પાતળી, ગોરી અને સંસ્કારી છોકરી જોઈએ છે. કોઈ એમ બોલે છે કે થોડી ઓછી રૂપાળી હોય તો ચાલશે પણ અમારા ઘરમાં ભળી જાય એવી છોકરી જોઈએ.       કોઈને સ્ત્રીના ગુણ નથી જોવા બસ રૂપ જ જોવા છે. અરે! સ્ત્રીનાં શરીરની રચના બ્રહ્માએ બહું જ સુંદર કરી છે પણ ગુણ તો બધાંને અલગ અલગ આપ્યાં છે. કદાચિત કોઈ રૂપવાન સ્ત્રી ગુણવાન ન પણ હોય અને કોઈ ગુણવાન સ્ત્રીને રૂપ ન પણ હોય પણ અફસોસ બધાં પુરુષો રૂપ જોઈને જ આકર્ષાય છે. ત્યારે તેઓ ભૂલી જાય છે કે ગુણ હશે તો એનાં રૂપની સુવાસ આપોઆપ બધે જ પ્રસરી જશે. અહીંયા મને એક ઉદાહરણ યાદ આવે છે.       એક દિવસ રાજા વિક્રમાદિત્યએ કવિ શ્રી કાલિદાસને પૂછ્યું, “એ શું કરણ છે કે તમારું તન, મન અને બુદ્ધિ એકબીજાને અનુરૂપ નથી” ત્યારે જવાબમાં કાલિદાસે દરબારમાં સેવક પાસે બે ઘડા મંગાવ્યા. એક સોનાનો અને એક માટીનો. પછી મહારાજને પૂછ્યું “મહારાજ તમે કયાં ઘડામાંથી પાણી પીવાનું પસંદ કરશો?” ત્યારે મહારાજે કહ્યું, “આ કંઈ પૂછવાની વાત છે? આવી જેઠ મહિનાની ગરમીમાં કોઈપણ માનવી ઠંડક મેળવવા માટે માટીના ઘડામાંથી જ પાણી પીશે.” ત્યારે કાલિદાસે કહ્યું, “મહારાજ તમારા સવાલનો જવાબ તમે સ્વયં જ આપી દીધો.” એટલે દોસ્તો કહેવાનો તાત્પર્ય એ છે કે જેવી રીતે જલની શીતલતા પાત્રની સુંદરતા પર નિર્ભર નથી એવી જ રીતે મનની સુંદરતા અને તનની સુંદરતાની કોઈ જાતની સરખામણી જ નથી. વર્ષો પહેલાં સત્યમ્, શીવમ્ અને સુંદરમ્-માં રાજકપુર પણ એ જ કહેવા માંગતા હતા કે મનથી સુંદર વ્યક્તિ જેવું પવિત્ર બીજું કોઈ નથી. એ જ સત્ય છે, શીવ છે અને સુંદરમાં  સુંદર વ્યક્તિ છે.       માણસ જો મનથી સુંદર હશે તો મહાન બનતા કોઈ રોકી શકશે નહીં. એને સર્વત્ર સમ્માન જ પ્રાપ્ત થશે. રૂપનું શું કરવાનું જે ક્ષણિક છે. પણ મનની સુંદરતા તમારા પડછાયાની જેમ તમારી સાથે જ રહેશે. પડછાયો તો નાનો મોટો થાય પણ આ સુંદરતામાં ઉણપ ક્યારેય વર્તાશે નહીં. દિવસે ને દિવસે એનું તેજ બીજાને આંજી દેશે. ભલે તનની સુંદરતા થોડીક ક્ષણો બીજી વ્યક્તિને આકર્ષિત કરી દેશે પણ જે વ્યક્તિ મનથી સુંદર હશે તો એનું આકર્ષણ ક્યારેય ઓછું નહીં થાય કારણ એના વિચારો જ આકર્ષણનું કેન્દ્ર બની જશે.....જીજ્ઞા કપુરિયા ‘નિયતી’

સ્વપ્નાનો ચમ્ત્કાર
 Aswin Patanvadiya  
 22 August 2018  
Art

કોઇ એક માણસ એક ગામથી બીજા ગામ જવા નિકળ્યો હતો. તેને ખુબ જ ભુખ લાગી હતી, તેથી તે આમતેમ ભોજનની તલાશ કરતા-કરતા તે એક ઘનઘોર જંગલમાં જઇ પહોચ્યો.જંગલમાં ખુબ મોટા-મોટા વૃક્ષો છે. તે જંગલની સુંદરતા જોઇ જ રહ્યો. અને મનોમન બબડવા લાગ્યો.શુ સુંદર મોટા મોટા વૃક્ષો છે. ઝાડ પર પેલા વાંદરા કેવા રમી રહ્યા છે. અરે! પેલી ખીસકોલી પણ કેવી એકબીજાને પકડીને ભાગે છે. જાણે કે પકડદાવ રમતી હોય તેમ લાગે છે. મને પણ અહિયા જ ઘર બનાવી રહેવાનુ મન થાય છે.આવ સાંભળતા જ એક વાંદરાભાઇને વાચા આવી. અને તેને માણસને કહેવા લાગ્યો:" ના ભાઇ ના,  તુ અહિયા ઘર બનાવવાનો વિચાર ન કરીશ. તમારી જાતિ જ્યા વશે છે. ત્યા વૃક્ષો રેહતા નથી અને જ્યા વૃક્ષો નથી, ત્યા પંશુ- પંખી નથી રહેતા.  “એટલે કે વૃક્ષો નથી તો કશુ જ નથી “  ' તે તમે પણ સારી રીતે જાણો છો. ભગવાને તમને આ જગતમાં વિશેષ બુદ્ધિ આપી છે. છતા તમે વૃક્ષોને ઉછેરવાનુ તો દુર પરંતુ તમે તો વૃક્ષોને કાપે જ પાર રાખો છો' .માણસ આ બધુ સાંભળી સ્તબ્ધ થય ગયો. એ કઇ બોલે તે પહેલા જંગલના બધા પ્રાણીઓ આવી પહોચ્યા અને માણસને ચોતરફથી ઘેરી વળ્યા.સૌપ્રથમ પોપટભાઇ બોલ્યા : “ કેવો સુંદર માણસ છે. અને કેવુ મીંઠુ- મીંઠુ બોલે છે" . આમ કહી, તેને જંગલના રાજા સિંહને આ માણસને પાંજરામાં પુરવા સલાહ આપી.....માણસ બિચારો બધા પ્રાણીઓને બોલતા જોઇ ગભરાઇ ગયો. તે માણસના કર્મોના કારણે આજે ચોક્કસ પ્રાણીઓના હાથે  મરશે . એવુ  મનોમન વિચારવા લાગ્યો.માણસ બોલ્યો :-"  ન મહારાજા ના આ પોપટને અમે અને અમારા જેવા બીજા માણસો સારા પીંજરામાં રાખીયે છીએ. પ્રેમથી સારુ- સારુ ખાવાનું  આપીએ છીએ. તો પણ આજે આ પોપટ અમારા વિશે ખોટુ બોલે છે."સિંહ બોલ્યો:- " ખોટુ,  ખોટુ તો તમે અમારુ ઇચ્છો છો. શુ તમને પીંજરામાં બંધ કરી સારુ-સારુ ખાવાનુ આપીશુ, તો તમને ગમશે.? "માણસ બોલ્યો :- " ન મહરાજ એમ કેમ ચાલે, મારો તો પરીવાર છે. મા- બાપ, પત્નિ અને મારા પુત્રો પણ છે. અને બીજા પણ......"સિંહ બોલ્યો:- ( ગુસ્સે થય ને મોટેથી ગર્જના કરી ) ' ચુપ મુર્ખ માણસ, એટલે કે તમારો પરીવાર છે. તો અમે બધા શું પરીવાર વગરના છીએ ?  શુ અમારા મા- બાપ, પત્નિ અને અમારા પુત્રો નથી? ફરક માત્ર એટલો છે કે અમે બોલી નથી  શકતા . એટલે તમારે શું  પંશુ-પંખીઓ પર જુલમ કરતા જ રહેવાનુ? ભગવાને તમને વિશેષ બુદ્ધિ આપી છે.છતા તમે તેણો ખોટો ઉપયોગ કરો છો.અને અમે જંગલી પ્રાણીઓ હોવા છતા જે જંગલમાં રહિએ છીએ તેની રક્ષા કરીએ છીએ' .ત્યાજ વચ્ચે વાંદરાભાઈ બોલ્યા:- મહારાજ આ માણસો ને ગમે તેટલુ ભાષણ આપશો તોપણ એવા ને એવા જ રહેવાના તેથી હુ તમને કહુ છુ,  કે મને આ માણસને સજા આપવાની અણુમતી આપો.સિંહ:- ' ભલે તુ આ માણસને સજા આપ, ' પછી વાંદરાભાઇ એક જાડો વેલો લાવી માણસના ગળામાં બાંધી અને સોટી ફટકારીને ગુલાટ ખાવા કહ્યું.માણસ :-  ' મને ગુલાટ મારતા નથી આવડતુ. 'વાંદરો કહે:'તો અમને પણ ક્યા આવડતુ હોય છે. એ તમે જ અમને મારી- મારીને શીખવો છોને ...'તમે એક કહેવત સાંભળી નથી કે ‘ સોટી વાગે ચમ-ચમ ને વિદ્યા આવે ઘમ-ઘમ ‘ સોટી વાગે તો ભલભલુ આવડી જાય આમ કહેતા વાંદરાએ  એક સોટી મારીને માણસ ગુલાટ મારતો થઇ ગયો.વાંદરો:- જૂઓ આવડી ગયુને આમ વાંદરાભાઈ એક પછી એક સોટી મારતા ગયા. અને બધા પ્રાણીઓ ગુલાટ ગણતા ગયા.  એક, બે, ત્રણ.................'માણસ:-' બસ વાંદરાભાઇ મને ચક્કર આવે છે.અને ગળામા પણ દોરી ખુપે છે. હુ મરીશ જઇશ. 'વાંદરો:-'  હવે ખબર પડી કે કોઇ ના ગળામાં દોરી બાંધીએ તો અને ગુલાટ ખવડાવીએ તો કેવી વેદના થાય છે.' 'માણસ:- ' મને માફ કરો, મારી જાતી ના કારણે  મને સજા શા માટે આપો છો? 'સિંહ:- કોઇ ના ઉપર જુલમ થતો હોય, અને આપણે મનોરંજન માણીને ખુશ થઇ તાલીઓ પાડીએ, એ પણ જુલમ કર્યા બરાબર છે. સમજ્યો પાપી માણસ ‘ત્યારબાદ વાઘ આવી ને બોલ્યો:" મહરાજ  આવા માણસો તો આપણને  ચાબુક મારી-મારી સરકસમાં ખેલ કરાવે છે. તેથી આ માણસને હુ પણ એવી જ રીતે મારીશ." . અંને આ સાથે બધા પ્રાણીઓ બોલી ઉઠ્યા, હા હા મહરાજ અમે પણ એમ જ કરીશુ,બધા પ્રાણીઓ ભેગા થઇને માણસને મારવા લાગ્યા.માણસ તો ઓ માડી રે! ...ઓ..બા..પા..રે...! કોઇ મને બચાવો એવી બુમો પાડતો રહિયો, માણસને હવે અહેસાસ થવા લાગ્યો. કે પોતાના પેટ કે મનોરંજનની ખુશી માટે કોઇની જિંદગીથી ખેલવુ ન જોઇએ, પણ હવે શુ ?  બધા પ્રાણીઓ મારતા રહ્યા, અને માણસ બુમો પાડતો રહ્યો, ને તે મુર્છિત થઇ જમીન પર ઢળી પડ્યો.જેવો પડ્યો તેવો ધડામ કરતો અવાજ થયો, અને તે પડયો-પડ્યો જોવા લાગ્યો, તેને જોયુ કે તે પોતે પલંગ ઉપરથી નીચે પડયો છે." અરે! આ તો સ્વપ્નુ હતુ. હાશ..હુ બચી ગયો.." તેના આખા શરીર ઉપર પરસેવો થઇ ગયો હતો. ત્યારબાદ તે માણસે સંકલ્પ લીધો કે આજ પછી હુ કોઇ પંશુ-પંખીઓને કષ્ટ નહિ આપુ.આમ કહિ તેને ઘરના પક્ષીઓને પીંજરામાંથી મુક્ત કર્યા, ત્યારબાદ પોતાના ઘરની આસપાસ કેટલાક વુક્ષો વાવ્યા , અને મિત્રો ને પણ વુક્ષો રોપવા માટે પ્રેરણા આપી.કેટલાક દિવસો બાદ  શેરીમાં એક મંદારી આવ્યો . આ જોઇ તે માણસને સ્વપ્નુ યાદ આવ્યું . તેને તરત ફોન કરી પોલીસને બોલાવે છે, અને મંદારીને જેલમાં પુરાવે છે અને તમામ જીવ દયા ઉછેર કેન્દ્ર્માં મુક્ત કરાવે છે.હવે તે માણસના ચેહરા ઊપર ગજબની રોનક દેખાતી હતી. તેને ખરેખર એમ લાગ્યુ કે , કોઇને ગુલામ કરવા કરતા.કોઇને આઝાદ કરાવવામાં જે ખુશી મળે છે. એ બીજા કોઇ કાર્યમાં નથી મળતી.“ તો આવો તમે રાહ કોની જુઓ છો? , તમે પણ મારા સ્વપ્નાના ચમત્કારમાં ભાગીદાર થાવ, અને મારી સાથે બોલો:“” અમે આઝાદ રહીશુ અને બીજાને પણ આઝાદ કરાવીશુ ..“’