Home
Quotes New

Audio

Forum

Read

Contest


Write

Write blog

Log In
Your search for ધર્મ
ક્ષમા માંગવી અને આપવી બંને જરૂરી છે.
 neeta kotecha  
 24 January 2018  

ક્ષમા આપવી એ ખરેખર ભારે હિંમતવાળું કામ છે. માટે જ કહેવાયું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ…દુનિયાનું સૌથી અઘરું કામ હોય કે જે કરવાનું તદ્દન સહેલું હોય પણ જે થઇ નથી શકતું અથવા કોઈ કરી નથી શકતું એ હોય તો એ છે કોઈની ક્ષમા માંગવી અને કોઈકને ક્ષમા આપવી . સૌથી નજીકનો સંબંધ છે પતિ પત્નીનો . પણ એ સંબંધમાં પણ એક બીજાને લોકો  માફ નથી કરતા . કારણ લોકો ભૂલ ને ભૂલી જ નથી શકતા . જ્યારે જ્યારે એ વ્યક્તિ અને એની ભૂલ યાદ આવે છે લોકો પાછા ભૂતકાળમાં સારી પડે છે ને થોડા વધારે વેરના બીજ મનમાં વાવે છે.જૈન ધર્મમાં તો ક્ષમાપના નો એટલે જ વર્ષમાં એક વાર એવો દિવસ રાખવામાં આવ્યો છે કે એ દિવસે બધા જ પ્રભુને મનમાં રાખીને એક બીજાની  માફી માંગે. કમસેકમ માફી માંગવાથી એમની સાથે  વાતનો વ્યવહાર તો ચાલુ થાય છે. કે જે  બંધ થયેલો હોય છે અને ધીરે ધીરે સંબંધ સુધરે છે . પણ જો બધાજ સામે વાળાની રાહ જોશે કે માફી માંગવાની  પહેલ કોણ કરે  તો સંબંધો સુધરશે જ નહિ . સમય ત્યારે જ વેડફાય છે જ્યારે કોઈ એક પહેલ નથી કરતુ અને વાત સુધરતી નથી . અને ખરા અર્થમાં જોવા જઈએ તો કોઈ આપણી પાસે ક્ષમા માંગે ત્યારે આપણું અભિમાન માથું ઉચકતું હોય છે . આપણે સામે વાળા વ્યક્તિને ગુનેહગાર ગણવા લાગીએ છે . આ ભાવ પણ જ્યારે મનમાં થી નીકળશે ત્યારે જ પ્રભુ રાજી થશે .પતરસે પુછ્યું - હે પ્રભુ,જો મારો ભાઈ અપરાધ કરે છે તો હું તેને કેટલી વખત ક્ષમા કરૂ?શું તેને સાત વખત સુધી ક્ષમા કરી શકુ છુ?પ્રભુ ઈસુ બોલ્યા- સાત વખત જ કેમ?સાત વખતના સીત્તેર ગુણ્યા કર એટલી વખત તુ તેને ક્ષમા કરી શકે છે.પ્રભુ તને ક્ષમા કરશે-કેટકેટલા એવા સંબંધો છે કે જે પહેલની રાહ જોવામાં જ  પોતાની જિંદગી પૂરી કરી નાખે છે. ક્ષમા આપવા કરતા પણ વધારે સારી વાત એ છે કે ક્ષમા માંગી લ્યો. ભૂલ હોય કે ન હોય પણ ક્ષમા માંગવાથી તમારો એક સંબંધ બચી જશે . આ દુનિયામાં કેટલા શ્વાસ લેવાના છે એ ખબર નથી .  એકલા આવ્યા હતા અને એકલા જવાનું છે તો શું કામ મન પર કોઈ પણ પ્રકારનો ભાર લઈને જવાનું . બધું જ અહિયાં મુકીને જઈએ . એ આપના માટે સારું છે . કારણ સફર માં જેટલું વજન ઓછુ હશે મુસાફરી એટલી સરળ રહેશે

રૂપ સ્મ્રાજ્ઞીનીને શ્રદ્ધાંજલિ
 Kunjal Chhaya  
 25 February 2018  

ભારતીય ફિલ્મ જગતની તેજોમય દીવડી ઓચિંતી ઓલવાઈ ગઈ.જેની અદાકારી અને રૂપના કામણની કાયલ હોય એવી ત્રણ પેઢીની લોકપ્રીય અભિનેત્રી શ્રીદેવી ગત રાતે દુબઈમાં પારિવારિક લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયેલ અને હ્રદયના તિવ્ર હુમલાને તાબે થઈ એના કાંતિવાન દેહે પરમાત્મની શરણાગતિ સ્વીકારી લીધી. અંતિમ તસ્વીરની ઝલક ટી.વી. સમાચારો અને ઈન્ટરનેટના માધ્યમો દ્વારા જોવા મળી જેમાં લગ્નસરામાં શોભનીય લાગે એવાં આભૂષણો અને ભારતીય જાકજમાળવાળાં પરિધાનમાં એવોની સદેહે ચોપન વર્ષની આયુમાં પણ ઉત્કૃષ્ઠ મરમરની મૂર્તિ સમ લાગતાં હતાં. પતિ બોની કપુર અને દીકરી ખુશી એ સમયે સાથે હતાં. બીજી પુત્રી જાહ્નવી હાલ ભારતમાં જ છે અને એમનો પાર્થિવ દેહ દુબઈથી મુંબઈ લવાશે એવા સમાચાર સૂત્રોની યાદીમાં છે.આ ક્ષણે, એમની યાત્રા તરફ નજર કરીએ તો નાનપણથી જ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં જેમણે પારંગતતા હાંસલ કરી હતી અને સાવ બાળપણથી જ કચકડે જેમના અભિનયના આયામો ઝળક્યાં હતાં એવાં આ શ્રીદેવીનું અસલ નામ અમ્મા યંગર અયપ્પમ હતું. તેઓની બાળ કલાકાર તરીકે તમીલ ફિલ્મોથી શરૂઆત કરી હતી અને હિન્દી ફિલ્મમાં ૧૯૭૧માં જૂલી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી લક્ષ્મીની નાની બહેનના પત્રમાં પદાર્પણ કર્યું હતું. સદમા, ચાંદની, ગુમરાહ, ચાલબાઝ, મી.ઈન્ડિયા, નગીના અને ખુદાગવાહ જેવી ફિલ્મો એમની યાદગાર છે. હાલમાં, આવેલ અને ખૂબ વખણાયેલ ફિલ્મો ‘ઈગ્લિશ વિંગ્લીશ’ અને ‘મોમ’ના પાત્રને બખૂબી નિભાવ્યું હતું. અંતિમ સફર તરીકે, શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ઝીરોમાં એમને સજીવન જોઈ શકાશે. કેટલાંય ફિલ્મી અને સામાજિક એવોર્ડ મેળનાર આ અભિનેત્રી કેટલીય અભિનંય વાંછુઓની આદર્શ રહી છે અને રહેશે. વડાપ્રધાન મોદી સાહેબ, એમના સમકાલિન અભિનેતા રજનિકાંત, ધર્મેન્દ્ર – સૌંદર્ય સામગ્રી હેમા માલીની અને આજની ચહિતી અભિનેત્રી આલિયા ભટ્ટ વગેરે અનેક હસ્તીઓએ એમને ઠેરઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સૌથી વધુ એમની ફિલ્મના પડદે એમના દેર અનિલ કપુર અને ૠષિ કપુર સાથે જોડી જામતી. હાલમાં ખૂબ લોકપ્રિય થયેલ સિયલ ‘યે ઉન દિનો કી બાત હૈ’માં નેવુંના તબક્કામાં એતો યુવા હૈયાંમાં રાજ કરતાં એવું સ્પષ્ટ અણસાર આવે છે. હોળીની ઉજવણીની શરૂઆત કરવા જઈ રહેલ આજના રવિવારની સવારે શ્રીદેવીના અવસનના સમાચારે સૌને વિચારતાં કરી દીધાં કે હે પ્રભુ, તારા દરબારમાં કેવી લીલા છે આ, સઘળું અહીં ક્ષણભંગૂર જાણે !સૌંદર્ય અને કલાની જેની પર અસિમ કૃપા રહી એવા આ અભિનેત્રીને શબ્દાંજલિ.કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

મને એક સવાલ થાય છે?
 Malti Patel  
 1 May 2018  
Art

[3:00 PM, 5/1/2018] +91 83204 18016: હમણાં બજાર ગઈ, ધણાં સમયથી એક અનુભવનું આલેખન કરવું હતું. તો આજે ખૂબ સુંદર રીતે રજૂ કરવાનો અવસર મળી ગયો.એક પર એક ફ્રી, સ્કીમ, ગિફ્ટ અને ફ્રી ગિફ્ટ વાઉચર, મેગા ડિસ્કાઉન્ટ, બોનસ વગેરે જેવા શબ્દો સાંભળીને કોઈનાય મોઢામાં મધલાળ ટપકે એ રીતે આપ સૌ નિહાળતા જ હશો. જાહેરાતનો જાદુ. અને જો આવી અફલાતૂન એડ જોઈને જો આપણને એ ચીજોની ખરીદીમાં એડ થવાની ધરાર ઈચ્છા ન થાય તો જરૂર એક સંયમિત સંતગુણ હશે એ વ્યક્તિમાં.. હા, જરૂરત હોવી અને ખરીદી કરવી અને ઓફરનો લાભ લેવો એ અલગ વાત છે. અને લોભામણી લાલચમાં આવીને બિનજરૂરી ચીજોને માત્ર ક્ષણિક આવેગવશ ખરીદી ખડકલો કરવો એમાં અંબર-અવનિનો ભેદ છે.મને એક સવાલ થાય છે? કારણ શિક્ષકનો આત્મા શિક્ષક-ધર્મ કાજે મૂંઝાય છે.ધંધો, વેપાર છે સૌની રોજીરોટી. એટલે એ વાત નથી જરાય ખોટી. પણ પળમાં પિમ્પલ મટાડી ડિમ્પલની રીત અનોખી.નાના મોટા નો ભેદ નથી. પણ બચપણથી આજ સુધી અહેસાસ અને અનુભવ જ એવાં થયા કે મોટાં માછલાં નાના માછલાંને ગળી જાય છે. આજે ઓનલાઈન શોપિંગ એક સુંદર સગવડ છે. ગ્રાહક અને માલિક માટે. સાથે સાથે ઘણાંયની રોજીરોટી પણ આ સુવિધાથી સચવાય છે. છતાંય ઓનલાઈન શોપિંગનાં કેટલાંક લાભાલાભ વિચારણીય જ છે.. કોઈને મારા વિચારો સાથે સંમત થવા આગ્રહ નથી જ પણ આપણે એક કદમ થોભી ચિંતન કરીએ તો ચાંદની રેલાવી આપણી ખુદની તો ખુશી બરકરાર રાખી શકાય.. કારણ (1)1999,1199,એવો અંક હોય વસ્તુની કિંમતનો. (2)ભાગ્યે જ કોઈ ગ્રાહક 1 રૂપિયો પરત માંગે. (3)કુરિયર મેનનાં પાર્સલબોક્ષ જોઈને ય ન મંગાય. (4)સવાલ એક રૂપિયાનો નથી. (5)પણ સવાલ એ છે કે આવી જ કિંમત કેમ? (6)એ એક રૂપિયાની કિંમતે જ મને પણ એક સુંદર મેસેજનાં વાંચનથી જ લેખન કરવાં પ્રેરિત કરી. કે તમે પણ કરોડપતિ બની શકો છો, જો તમારી પાસે 99,99,999( નવ્વાણુ લાખ, નવ્વાણુ હજાર, નવસો, નવ્વાણુ) રૂપિયા હોય તો. ત્યારે જ આ 99 કેમ? એ વિચાર આવ્યો? અને આ એક રૂપિયો જ ખાલી ક્યાં જાય છે? હવે મૂળ વાત આજની કે દૂધની થેલી અમૂલની 21 રૂપિયાની. એક રૂપિયો છુટો માંગે. આજે ન હતો. માટે મે ફરી કાલે આપવા કીધુ. લખી લો. પણ એમણે મને 9 રૂપિયા છુટા આપ્યા. પણ એકબીજા બેન આવ્યા. તેમણે કહ્યું મારો એક રૂપિયો જમાં છે ને. તો ઘડીભર વિચારીને દૂધ તો આપ્યું પણ મે અનુભવ્યું કે એક રૂપિયાની કિંમત કેટલી છે? હવે જ્યારે મોલ કે ઓનલાઈનની શોપિંગની વાત તો કરોડો પ્રોડ્ક્ટ્સ હોય અને દરેકની મોટાભાગની કિંમત 99 અંતિમ અંકવાળી જ હોય. તો દા. ત. એક કરોડ આઈટમસ વેચાય તો એક કરોડ રૂપિયા ક્યાં જાય? અહીં તર્ક નથી કરવો પણ અર્ક શોધવો છે. પેટના મુકીને શેઠનાં કોણ અને કેમ પોષે? ઓફર આપીને.  આજે દરેક વેપારી જી. એસ. ટી., મંદી, અને નોટબંધીથી મૂંઝાય છે.  ત્યારે સૌનું હિત જળવાવુ જરૂરી છે.ખાસ વાત દરેકની પોતાની દુકાન નથી હોતી, વળી દુકાનમાં ભાવતાલ કરાવનાર આપણે સૌ મોલમાં કંઈ ન કરી શકીએ. અને આ પણ એક કારણ મારી દ્રષ્ટિએ હોઈ શકે. ગરીબ ગરીબ જ થાય, મધ્યમ મુસીબતથી મૂંઝાય ને અમીરો અમીર જ થતાં જાય. ભલે અમીરોને એમની અમીરી મુબારક. કેમ કે મોટાં ને મોટી ને નાના ને નાની ચિંતા હોય છે. પણ વચલાંનું શું? ન હાથ ધરાય? ન સામાજીક બંધનોથી છૂટાય.  ને મોટી ને નાના ને નાની ચિંતા હોય છે. પણ વચલાંનું શું? ન હાથ ધરાય? ન સામાજીક બંધનોથી છૂટાય.[3:02 PM, 5/1/2018] +91 83204 18016: સફળતાસફળતાની પરિભાષા આજની તારીખે... 1.પાંચ આંકડાનો પગાર અને પાંચમાં પૂછાય.2.મોટર,મોલ યા દુકાન, જમીન, જાગીર હો પોતાની.3.શિક્ષણની પદવીથી લઈને પદ, પગાર, પ્રમોશન અને પારિતોષિક પણ સફળતાનો આધાર.4. પરિવારમાં ભલે હો અમે બે અમારાં એક યા બે..5.કમાણી હોય ભલે કોઈપણ નંબરની.6 દંપતી હોવ તો સંતાનમાં બેટો હોય તો  ડોક્ટર, વકીલ, ઈજનેર, યા મોટો બિઝનેસમેન હોય અને બેટી હોય તો શિક્ષિત અને   દિક્ષિત.7.બેટા-બેટી પરણીને બચરવાળ થઈ જાય તો  ગંગા સ્નાનની સફળતા..આમ તો આ યાદી વ્યક્તિ દીઠ લંબાવી કે ટૂંકાવી શકાય.પણ સફળતાની મારી સવારી.1.મહેનતનાં મોતી સમાન રોટી, તન ઢંકાઈ રહે એવો સુઘડ પોશાક, પાંચ ફુટિયા આ કાયા પોષવા માટે ચાર કે બાર દિવાલનું સુંદર ખોખુ. જે કહેવાય અપનાં ઘર હરિદ્વાર. અને પરસેવાની કમાણીમાંથી નજીવી પર-સેવાનો આનંદ મળે એવી એક નંબરની આવક. જેથી આલેખાય કે અપનાં હાથ જગન્નાથ.અંતમાં જમવા માટે ભૂખ અને ભોજન તથા સૂવા માટે ઊંઘ અને આસન(પથારી) હોય.ખાસવાત:-ખુદને જ એકમાત્ર ખબર હોય સૌ સાથેનાં ખુદારામે કરેલાં વ્યવહારની એનો નિજાનંદ અને હૈયામાં હરિની હાજરી એ છે મારી સફળતાની પરિભાષા. અને એ જ આધારે બેટા-બેટીઓનાં માલિક છે પ્રભુ સાચાં અમે તો માધ્યમ માવતર નામે  માત્ર મુનીમ કાચાં.. એમની રિધ્ધી-સિધ્ધી એ નરસિંહની જેમ તારે હાથ. તું જ્યારે જેમ ચાહીશ ત્યારે વાગશે શરણાઈ, સૂર ને વાજાં.

સેક્યુલરી શાશનમાં લોહી સાચી ઓળખ ગુમાવી બેઠું નથી ?
 prahladbhai prajapati  
 16 July 2018  
Art

સેક્યુલરી શાશનમાં લોહી સાચી ઓળખ ગુમાવી બેઠું નથી  ?મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અને વામ પંથી ઓએ  હિન્દૂ સંસ્કૃતિ પર આક્રમણ કર્યું છે   ===================એવું નથી લાગતું કે આપણે લોક શાહીમાં જીવી રહ્યા છીએકે રાજાશાહી માં સામંત શાહીમાં કે બંધન્શાહીમાં કે આતકવાદ શાહીમાં કાઈ ખબર જ પડે નહિસર્વે આગેવાનો ને કોઈ ચોક્કસ પોતાનો એજન્ડા છે જે ગુપ્ત રાખે છે જેવી તક મળી કે ગુપ્ત એજન્ડાનો અમલ શરુ જ્યાં સ્વાર્થ નર્યો સ્વાર્થ જવલ્લેજ  કોઈનેતા એવો હશે કે પહેલા રાષ્ટ્ર ,પહેલા રાષ્ટ્ર ધર્મ ,પ્રજા ધર્મ પછી બીજા  ધર્મ અથવા કાર્ય  અત્યારે તો બા વારસા શાહી ચાલી રહી છે , દેશ હીનતની કોઈ શાહી ચાલતી હોય તેવું લાગતી નથી 60 વર્ષ સુધી આવી નીતિઓ ઠોકી બેસાડવાની નીતિ ચાલી રહી છે અને લૂટ નીતિ ચાલી રહી છે દેશને  મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અને વામ પંથી ઓએ  હિન્દૂ સંસ્કૃતિ પર આક્રમણ કર્યું છે સેક્યુલર નામે દેશમાં અરાજકતા ફેલાવી છે અને કોઈ એક જાતિના તુષ્ટિકરણના એજન્ડાએ દેશ ને જાતિ ધર્મ ના ભેદ ભાવમાં  વહેંચી દીધો છે કેટલાલ બુદ્ધિ જીવીઓ પણ પોતાના સ્વાર્થી પણાને લીધે અને ખુદના હિતને રખવાળી માટે પોતાની બુધ્ધી ગીરો મૂકી છે અને તાટસ્થ્ય કે સાચી વાત કહી શકતા નથી આવી પરીસ્થિમા સમાજે ઘોર અન્યાયનો સામનો કરવો પડે છે     રાજા પછી એના વારસદાર આવે, કોઈ એક વાત કોઈ એક ધર્મને લાગુ પડતી હોય તો વિરોધ કરે અને તક સાધુઓ તેમાં સાથ ને સહકાર આપે છે અહીં જયચંદોની ગદ્દારોની કોઈ કંઈ નથીસાચો ન્યાય તો હજારો માઈલ દૂર હોય તકસાધુઓ એક શાહ્સ્ત્ર મળતું હોયછે સત્તા પ્રાપ્ત  કરવાનું ,તેને કોઈ સત્ય કે અસત્ય ની પડીજ હોતી નથી તેને તો માત્ર વિરોધ કરીને તેનો સ્વાર્થ  તક સાધવાની પડી હોય છે , તેન નહિ કે ધર્મની ,પ્રજાની કે દેશની  કે કોઈ નાત જાતની તેને તો માત્ર્ન્ર માત્ર  તક સાધી સત્તાધારીને કેમ કરીને પછાડવો એજ એની નીતિ હોય છે ધાર્મિક સંગઠનોને પણ કોઈ સત્ય ની પડી નથી તેને તો માત્ર તેન પક્ષ ની કે ધરમ માત્ર ફેવર કરે છે સત્ય તો ક્યાંક છુપાવી દીધું  હોય છે ચોર લુટારાઓની જેમ તક મળે લુત્વાની ફીરાક્માજ હોય છે સેવાને નામેઅત્યારે પણ આપણી લોક શાહી માં બાપ જાય પછી બેટો આવેહવે તમે કહો , કે આ લોક શાહી કે લોકશાહી માં રાજા શાહી ?ધન્ય છે આપણા ખોન્ગ્રેસી નેતાઓને લોકશાહી લઇ આવ્યા પણ રાજાશાહી કેવી ઘુસાડી દીધી ?લોક શાહી માં રાજાશાહી છે કે નહિ એક સવાલ ?અરે ઘણા રાજ્યમાં તો આખું કુટુંબ રજાશાશી ભોવે છેઆ રાજાશાહી નું ભૂત એવું તો લોહીમાં ભળી ગયું છે લોહી ને લોહી કહેવા કહેવામો ય ક્ષોભ અનુભવાય છેલોહી તેની સાચી ઓળખ ગુમાવી બેઠું છે ? નહેરુ ખાનદાને દેશને ગુલામ પાંગળો બનાવવાની અને લૂંટની ગર્ભિત સાજિસ ખુલ્લી પડી ગઈ છે આ દેશ ની સનાતન સંસ્કૃતિના  વિનાશની ગર્ભિત સાજિસનો ભાંડો ફૂટી ગયો છે લોકો સમજતા થયા છે અને ઇસ્લામી વામપંથી આક્રમણ ને સમજતા થયા છે    આ દેશને આશાનું કિરણ સમાન એક મોદીજીનું પ્રાપ્ત થયું છે જેઓને આ દેશ ની ગરીબી ન્યાય વાવસ્થા સાચો પારદાર્શિ વવહીવટ અને સૌનો સાથ સૌનો વિકાસ નામે દરેક દેશવાસીના વિકાસની દિશા બતાવી છે 

વિજય ડી શાહ નાં સાહિત્ય પ્રત્યેના વિચારો
 neeta kotecha  
 29 July 2018  
Art

પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?પરિચયઃનામ વિજય ડી શાહ M.Sc. 1975 Gujarat Universityવયવસાયેઃ નિવૃત છું. બ્લોગર છું મારા બ્લોગ ની માહીતિ નીચે મુજબ છેમારી અન્ય સાઈટગુજરાતી શબ્દ સ્પર્ધાગુજરાતી સાહિત્ય સંગમગુજરાતી સાહિત્ય સરિતાધર્મધ્યાનપાઠશાળાવિતક શં ખોલવાં અમથાસહિયારુ ગદ્ય સર્જનમારી મુખ્ય સાઈટગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડીગુજરાતી સાહિત્ય સરિતાવિજય શાહ નુ ચિંતન જગતપ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ? લેખન પ્રવૃતિ એ મારો શોખ છે.પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું? વિજય શાહ. ઉપનામ નથીપ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?૧૯૬૪માં મારી બાળ વાર્તા દૈનિક પેપર નૂતન ગુજરાતમાં પ્રસિધ્ધ થઈ તે વખતે ૧૨ વર્ષનાં બાળક્ને મિત્રોમાં જે આદર અને સન્માન મળ્યુ તે પહેલી પ્રેરણા.. ત્યાર પછી ડો શરદ શાહે ડાયરી લખવા આપી ત્યારથી ડાયરી લેખન ચાલુ થયું. ૨૦૦૬ માં બ્લોગ શરુ થયા. ૧૯૭૭માં મોટીબહેન ડો પ્રતિભા શાહે મારો પહેલો કાવ્ય સંગ્રહ” હું એટલે તમે” પ્રસિધ્ધ કરી આ સર્જનયાત્રા શરુ કરીપ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.વિજય શાહનાં સર્જનોએમેઝોન.કોમ પરથી કે બુકગંગા.કોમ પરથી ખરીદવા પુસ્તકને ક્લિક કરશોનવલકથાઓ૧ ટહુકા એકાંતનાં ઓરડેથી૨.આંસુડે ચીતર્યા ગગન૩.દુર્લક્ષ્ય૪.પત્તાનો મહેલ૫. રઝળપાટ૬ નદી ફેરવે વહેણ ૭. સેતૂ૮. આપવુ એટલે પામવુ૯. સપ્તપદીની પ્રતિજ્ઞાઓ૧૦. વંશજ૧૧. અય વતન૧૨. ટર્નિંગ પોઇંટ ઇન એલ. એ.હેતૂલક્ષી પુસ્તકો૧. નિવૃત્તિની પ્રવૃત્તિ૨.નિવૃત્તિનું વિજ્ઞાન૩.મન કેળવો તો સુખ, ના કેળવો તો દુઃખ૪.અંતિમ આરાધનાની પળે૫.વસવાટ વિદેશેસહિયારું સર્જન૬ વૃધ્ધત્વનો સ્વિકારકાવ્ય સંગ્રહો૧. હું એટલે તમે૨.તમે અને મારું મન૩.મારાવિશ્વમા આપણે૪.તમે એટલે મારું વિશ્વ૫.વા ઘંટડીઓટુંકી વાર્તા સંગ્રહો૧. અમે પથ્થરનાં મોર કેમ બોલીએ૨.ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ૩.વૃત્ત એક વૃતાંત અનેક૪. તારા વીના મારુ શું થશે?૫. ઉજળી રાતમાં કાળા પડછાયા.૬.વિજળીનાં ઝબકારે૭. રાહ અને ચાહ૮. ડાયાસ્પોરીક વાર્તા સંપૂટસહિયારા વાર્તા સંગ્રહો૯.એક છત નીચે સમાતા નથી૧૦ જે ધીમી ધારે પડે છે૧૧ માઈક્રો ફીક્ષન૧૨, થીજેલુ સ્મિત૧૩.મસલા ચાયઅન્ય પ્રકાશનોવિચાર વિસ્તારકાવ્ય રસાસ્વાદકાવ્ય આસ્વાદ-૨સત્તર અક્ષરનો આનંદ(હાઇકુ)સહિયારા સર્જનોનવલકથાઓ ( મુખ્ય લેખક તરીકે)૧.અનોખી રીત પ્રીતની૨.અંત વેદનાઓનો સુખદ સંવેદનાઓ૩.જીવન સંધ્યાએ૪.જીવન ફુગ્ગા મહી સ્થીર થયેલી એક ફુંક૫.પ્રીત ન કરીયો કોઇ૬.પુનઃ લગ્ન ની સજા૭.સહિયારુ સર્જન૮.શૈલજા આચાર્ય૯ લલીત શાંતિ કુંજ૧૦.નયનોનાં કોરની ભીનાશ૧૧ બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં૧૨.પતંગીયુ૧૩.લલિત શાંતિ કુંજસહ લેખક તરીકે૧૩ ઉગી પ્રીત આથમણી કોર૧૪ મારી બકુનું શું?૧૫ ઋણાનુંબંધ૧૬. ફાંસીના માંચડેથી૧૭.જેલમનાં ભુરા જળ રાતા૧૮. અન્ય શરત૧૯. હસ્તરિખામાં ખીલ્યુ આકાશ૨૦ જિંદગી પ્યારકા ગીત હૈ૨૧ લોહીનો સાદ૨૨. રૂપ એજ અભિશાપ૨૩. ઝાલીપાને અહેસાસ૨૩ હરિયાળી ધરતીનાં મનેખ૨૪. છુટા છેડા ઓપન સીક્રેટ૨૫. સંસ્કાર૨૬. કંકોત્રી૨૭ જાસુસ૨૮ તારામતિ પાઠક૨૯ ખરો ગૃહ પ્રવેશ૩૦ આન્યા મૃણાલ૩૧. ઝમકુબાનાં ઝબકારાસહિયારા સર્જનો -લલિત નિબંધો અને અન્ય પ્રયોગો ૧. લીલીવાડી જુએ જે જન ૨.પંચાજીરી૩.પ્રાયોગીક નવતર લખાણો ૩૪.સાહિત્ય સંવર્ધનો નો સફળ પ્રયાસ- સહિયારુ સર્જન૫.શબ્દ સ્પર્ધા૬.વરીષ્ઠ નાગરિકનું સુખ૭. વરીષ્ઠ નાગરીકનું સુખ-હકારાત્મક અભિગમ૮. નિવૃત્ત થયા પછી. ૯. જ્યાં જ્યાં મારી નજર ઠરે૧૦ કીટ્ટા અને બુચ્ચા૧૧. માતૃભાષાનું દેવું૧૨. ના હોય૧૩. જુની આંખે નવા ચશ્મા૧૪ શુભેચ્છા સહ૧૫. પ્રાયોગિક નવતર લખાણો૧૬ સપનાનાં વાવેતર૧૭. પ્રાયોગીક નવતર લખાણો ૨ તસ્વીર બોલે છે૧૮ અ ર ર ર૧૯ તમે તો એવા અને એવા જ રહ્યા૨૦ હ્યુસ્ટન ગુજરાતી કાર્યક્રમોનું પાટનગર૨૧ અમને ગમતો નરસૈયો૨૨ મને ગમે છે૨૩. કયા સંબંધે?૨૪. થોડા થાવ વરણાગી૨૫ સુખ એટલે?૨૬ દ્વિપદી (મુક્તક) ઉપરનું ગદ્ય સર્જનસાભાર – સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૧૧, રાધેશ્યામ શર્મા બહુમાન સહિયારા સર્જનમાં ૨૫ પુસ્તકો મુક્યા બદલ ૩૫ લેખકો ને લીમ્કા ઍવોર્ડ મળ્યોપ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?હાલમાં અમે ચાર સંપાદકો થકી સંપાદિત પુસ્તક “સંવર્ધન માતૃભાષાનું” ને ગીનીઝ બુક ઍવોર્ડ મળે તેવા પ્રયત્નો ચાલુ છેપ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન અને બેઠક (પુસ્તક પરબ) સાન્ફ્રાંસિસ્કો પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?બંને જુદા માધ્યમો છે. મારા ૩ પુસ્તકો પ્રકાશીત છે જે આદર્શ પ્રકાશને પ્રસિધ્ધ કરેલ છે જ્યારે તે પુસ્તકો સહિત મારું સમગ્ર સાહિત્ય એમેઝોન સ્ટોરી મીરર, માતૃ ભારતી, પ્રતિલિપિ, ઈ શબ્દ અને બૂક્ગંગા જેવી ઓન લાઈન સાઈટ ઉપર છે.પરિઆવરણની જાગરૂકતા વધતા નેટ પરનું સર્જન વધુ વેગ પકડશે તેવું હું માનું છું.પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?તેઓ વાંચીને જણાવે કે તેમને શું ગમ્યું અને શું ના ગમ્યું તો તે મુજબ અમને સર્જન વિશે માર્ગદર્શન મળે.પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.હળવા રહેવું, હસતા રહેવું અને હકારાત્મક રહેવું..