Image

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી સ્મિતા ધ્રુવા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

સ્મિતા અમલભાઈ ધ્રુવ। 

મૂળ મુંબઈના રહેવાસી

લગ્ન પછી અમદાવાદ માં સ્થાયી થઇ.

આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં લીધું હતું,  સરલા-સર્જન શાળાઅને સેંટ ઝેવિયર્સ કોલેજ,  મુંબઈમાંથી B.Sc. કરેલ છે.

ત્યાર બાદ શેઠ જી.એસ.મેડિકલ કોલેજ (KEM Hospital,  મુંબઈ ) માંથી M.Sc.કર્યું.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? વિજ્ઞાનનું ભણતર હોવા સાથેસાહિત્યનું આકર્ષણ મને પહેલેથી જ હતું. ગુજરાતી માધ્યમની શાળાને હું એ શ્રેય આપું છું.

નાનપણ આખું જીવરામ જોશીહરીશભાઈ નાયકની વાર્તાઓતથાબકોર પટેલ જેવી વિવિધ વાર્તાઓ વાંચવામાં પસાર થયું.

મારી પ્રેરણામૂર્તિ ગુજરાતી સાહિત્યનાં પ્રખર લેખક શ્રી. કનૈયાલાલ મુન્શી રહ્યા છે. તે ઉપરાંત મને અંગ્રેજી old classics નો પણ ખૂબજ શોખ છે.

મારા પ્રિય લેખકો Sir Arthur Conan Doyle તથા Oscar Wilde છે.

મારી નાની દીકરીઓને વિવિધ વાર્તાઓ કહેવામાં નવી-નવી વાર્તાઓ ક્યારેરચાઈ ગઈ તે ખ્યાલમાં જ ના રહ્યું !

પરંતુવાર્તા કહેવી એક વાત છે અને  તેને સાહિત્યિક સ્વરૂપ આપવુંએ બીજી !

લગભગ 2008 ની સાલથી મેં લખવાનું શરુ કર્યું.

અત્યારે હું આઝાદીને લડત ઉપર એકઐતિહાસિક નવલકથા "Destination Kakori" અંગ્રેજીમાં લખી રહી છું.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

મારું માનવું છે કે પોતાના સાહિત્યને વાચકો સુધી પહોંચાડવામાં આવતી મુશ્કેલીઓને મુશ્કેલી ના કહી શકાય.

યોગ્ય સમયે તે પહોંચતી જ હોય છે !

મારી બાળવાર્તાઓને છપાવવામાં બે-ત્રણ વર્ષો નીકળી ગયાંપરંતુ ત્યાર બાદ મેં ક્યારેય પાછું વાળીને જોયું નથી !


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજ-કાલનું સાહિત્ય ઘણી  ઝડપથી આગળ વધી રહ્યું છેસંવેદનશીલતા તથા જાગરૂકતાની દ્રષ્ટિએ.

અત્યારે સૌને કૈંક  કહેવું છેલેખકોનો વર્ગ વિશાળ  બન્યો છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

ચોક્કસ ! લેખકોને તેમના લેખન વિષે જે  નામંજૂરીનો સામનો કરવો પડતો હતોઅને અમર્યાદિત સમયચાલ્યો જતો હતોતેનું પ્રમાણ ઘણુંઓછું થઇ ગયું છે


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી અસંખ્ય બાળવાર્તાઓ ઘણા સમય સુધી  દિવ્ય-ભાસ્કર” ( ગુજરાતી ) અને “ ચંપક” ( અંગ્રેજી ) માં પ્રકાશિત થઇ.

ત્યાર પછી થોડું ગંભીર લેખન લખવાનું શરુ કર્યુંજેપ્રતિલિપિઅનેસ્ટોરીમિરરવેબસાઈટ પર આવકાર પામ્યું.


2010માં"રોલર-કોસ્ટર સ્કૂલ" (ગુર્જર પ્રકાશન)

2016 માં " ભારતની આઝાદીની અનામી શહીદો " (અવનીકા પ્રકાશન )

સ્ટોરીમિરરવેબસાઈટ ઉપર હિન્દી ભાષાનાં પ્રખ્યાત લેખિકા શ્રીમતી મંજુ મહિમાનો કાવ્ય સંગ્રહ

"  काव्यव्यंजन " અંગ્રેજીમાં અનુવાદિત કરેલ છે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

એકાદ વર્ષરાહ જોયા પછી જયારે  મારી વાર્તા  શ્રેણી " રોલર-કોસ્ટર સ્કૂલ"  " બાળ -ભાસ્કર" માં  2008 માંછપાઈતે હતીમારા     લેખનના આવકારની શરૂઆત !


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

2010માંપ્રકાશિત"રોલર-કોસ્ટર સ્કૂલ" (ગુર્જર પ્રકાશન)નેગુજરાત સાહિત્ય એકેડેમી પુરસ્કાર મળ્યો હતો.


2016 માંપ્રકાશિત" ભારતની આઝાદીની અનામી શહીદો " (અવનીકા પ્રકાશન )નું વિમોચન તે સમયના ગુજરાતનાં મુખ્ય મંત્રી શ્રી. આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને ગુજરાતનાહાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બિરદાવેલ છે.

હાલમાંસ્ટોરીમિરરદ્વારા સંકલિત અંગ્રેજીવાર્તા સંગ્રહ "kaleidoscope " માં મારી વાર્તા " The Other Rupa" પસંદગી પામેલ છે.

વાચકો સુધી મારું લેખન પહોંચેએ જ મારું  ઇનામ !


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

લેખનની શરૂઆત એક ખાસ પ્રકારનું મનોબળ માંગી લે છે.

તેના સહારે આગળ વધતા જ રહેજો ! કોને ખબર તમારું લેખન ક્યાં નું ક્યાં પહોંચી જાય !

સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

ખૂબ જ  આનંદદાયક !સ્ટોરીમિરરપરિવારને મારું લેખન પસંદ આવ્યું અને  તેના દ્વારા હજારો વાચકો સુધી એ

  ટૂંક સમયમાં પહોંચીશક્યું. હું તેમની સદાય ઋણી રહીશ.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરરવેબસાઈટનું કાર્ય ખૂબ જ આગવું છે.ભારતની વિવિધ પ્રાંતીય ભાષાઓના લેખકોને એકઠા કરીને પ્રોત્સાહન આપવુંએ સરળ  કાર્ય નથી.તદુપરાંતઅવાર-નવાર યોજાતી પ્રતિયોગિતાઓ વિગેરે દ્વારા લેખકોનો ઉત્સાહ જળવાઈ રહે છે. તે બદલસ્ટોરીમિરરટીમને અભિનંદન !

તો મિત્રો આ હતી એક મુલાકાત નવોદિત લેખિકા સ્મિતા ધુવા સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.