Image

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી હીના મોદી સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


1. આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

 • મારું નામ હીના મોદી.આમ તો હીના નો સીધો અર્થ મહેંદી થાય જે પોતે ઘસાય અને બીજાને સુગંધ નિશ્ચિત રંગ આપે.આ ઉપરાંત મહાકવિ શ્રી કલાપીએ પ્રેમનું નિરૂપણ કરવાહીનાશબ્દપ્રયોગ કર્યો હતો.હું પોતે મૂળભૂત સ્વભાવગત કોમળ અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવું છું. મારી જન્મભૂમિ સયાજીનગરીસંસ્કારનગરી નવસારી છે અને કર્મભૂમિ સૂર્યપૂત્રી તાપીતટ સુરત છે.


2. આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો 
     શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

 • પ્રાથમિક શિક્ષણ નવસારીની નગરપ્રાથમિક શાળામાં રહ્યું.સેકન્ડરી સ્કૂલ ડી.ડી.ગર્લ્સ હાઈસ્કૂલ અને ૧૧th-૧૨thસર સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ રહ્યું.મારું ગ્રેજ્યુએશનB.Sc. Microbiology બી.પી.બારીયા સાયન્સ ઇન્સ્ટીટયુટ સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાંથી લીધું.
 • એક વિદ્યાર્થીની તરીકે હું હમેશાં પ્રથમ ક્રમે જ રહી છું.ભાગ્યે જ એકાદ-બે વાર દ્વિતીયક્રમ મેળવ્યો હતો.ઈતરપ્રવૃતિઓમાં પણ શાળા કે આંતરશાળા સ્કૂલ કોલેજમાં અનકવાર વિજેતા થઈ છું. ગણિત મારો પ્રિય વિષય હતો.ગણિતમાં ૧૦૦%માર્કસ આવતા.
 • ગુજરાતી પ્રતિભા શોધ જેવી પરીક્ષાઓમાં પણ જીલ્લાકક્ષા સુધી વિજેતા રહી છું.
 • હજી પણ સ્કૂલ-કોલેજનાં હયાત શિક્ષકો પ્રભાવશાળી અને આજ્ઞાંકિત વિદ્યાર્થીની તરીકે યાદ કરે છે જે મારા માટે કોઈ એવોર્ડ કરતાં ઓછું નથી.


3. આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

 • સાહિત્યક જોડાણ આમ તો ખાસ નહીં પપ્પા શિક્ષક અને મમ્મીની વાક્છટા મૌલિકએથી વિશેષ કંઈ નહિ.પરંતુ મારી પાસે જે કંઈ થોડી-ઘણી સાહિત્યક સંપત્તિ છે એ કુદરતી બક્ષિસ છે.આમ જુઓ તોસાહિત્યકજેવું ભારેખમ નામ લેવું એ મારું ગજું નથી.

પરંતુ ૨૦૦૬માં મારું એક્સીડન્ટ  થયું અને ત્યાર પછી ફર્સ્ટસ્ટેજનું કેન્સર.આ સમયગાળો જે લગભગ નવમહિના ચાલ્યો એ વખતે ફક્ત હું રેસ્ટ કરતી હતીસમય પસાર કરવા મારા અંદરથી કોઈ અવાજ આવ્યો એ સાંભળી લીધો.મારા સાયન્સ કલાસીસ.તો ઘરમાં આરામ કરતી અને ક્લાસીસનું મટીરીયલ બનાવતી.એ ચોઘડિયું હજી મને યાદ છે.ધોરણ-૧૨નું ક્વેશન પેપર બનાવવા બેસીને અને લખાઈ ગઈવીણાવાદિની.....મયુરવાહિનીસરસ્વતી વંદના.

         ત્યાર પછી મેં પાંચ પુસ્તકો અને બે સી.ડી.આલ્બમ લખ્યા.


4.સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

 • મારી સર્જનયાત્રામાં બહારનાં કોઈક દ્વારા ક્યારેય કોઈ તકલીફ આવી નથી.એક પછી એક સંખ્યાબંધ મેગેઝીનો મારી કૃતિઓ મંગાવતા ગયા અને મારાથી લખાતું ગયું.ક્યારેય કોઈ વિશેષ પ્રયાસ નહિં.પણહાસંસારિક અથડાઅથડી અને દરેક સ્ત્રીને હોય એમ વહુપત્નિમા,દીકરીની જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં લેખનપ્રવૃત્તિઓ ડાબે હાથે માળિયે મૂકાય જાય એવું વારંવાર બને છે.લાબાં સમય સુધી નહિં લખાય અને એકાએક અંદરથી ધક્કો આવે ફરી લખવાનું શરૂ થાય.આ ક્રિયા જીવનનો એક ભાગ બની ગયો છે.ક્યારેક એવું પણ થાય બસ લખ્યા જ કરું બીજું કંઈ નહિં પણ એ વાસ્તવિકજીવનમાં જરા પ્રાધાન્ય માંગી લે એવું છે.
 • આ લેખનયાત્રામાં સંખ્યાબંધ મિત્રો મળ્યા એનો ઘણો આનંદ છે

5.આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

 • આજનું સાહિત્ય ખૂબ મૌલિક છે.વાસ્તવિકતાનાં વાદળને આંબે છે.લેખકોનો દષ્ટિકોણ પણ નવા-નવા વિષયોને શણગારે છે.અને નવી પેઢી જે પચ્ચીસીમાં છે એ લોકોની સંવેદના એરણ પર આવી ચઢીને કંડારે છે.પોતાની આવડત અને આગળની પેઢીનાં અનુભવોનો ખૂબ જ સરસ મિશ્રણ કરી એક અલાયદું જટિફિનબોક્ષતૈયાર કરે છે.

6. આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

 • ડીજીટલ અને સોશિયલ મિડિયાથી ઘણાં સંબંધો વિકસાવી શકાયા છે.દૂર-દૂર વાચકો મળી રહયા છે.ઘણીવારU.S.A., કેનેડા,ઓસ્ટ્રેલિયાથી કોઈ અજાણ્યા વાચકનો ફોન આવે ત્યારે એવું લાગે છે કે બધાં મારા જીવનસૂરનાં સહ મુસાફરો જ છે.

7.આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

 • મેં અછાંદસ કવિતાઓ,થોડાં ગીતો,નવલિકાઓ,ટૂંકીવાર્તાઓ,હાઈકુઓ,પત્રલેખન વિગેરેમાં ખાસ્સું એવું લખ્યું છે.સંખ્યાબંધ સામાયિકો અને વર્તમાનપત્રોમાં લખ્યું છે.
 • મારા પાંચ પુસ્તકો

()ઊર્મિનાં આકાર

()ઊર્મિની લહેર

()ઊર્મિનાં આકાશે

()ઊર્મિનાં સ્પંદન

()વાત હૃદય દ્વારેથી

સી.ડી.આલ્બમ:.ઊર્મિનાં આકાર

 • .કનુંડીવિદાયગીત
 • વિદાયગીત આપણાં ગુજરાતી સાહિત્યમાં નહિવત લખાયા છે.એટલે મારું આ વિદાયગીત તમામ દીકરીઓને અર્પણ.

8.આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

 • મારી પ્રથમ રચનાકવિતામેગેઝીનમાં આદરણીય ભીષ્મ પિતામહ સુરેશભાઈ દલાલે છાપી હતી.ત્યાર પછી અનેક મેગેઝીનોમાં ફોન અને પત્રો આવતા રહ્યા અને રચનાઓ મંગાવી.આનંદ એ વાતનો છે કે આજ સુધી એક પણ કૃતિનો અસ્વીકાર થયો નથી એ માટે માં સરસ્વતી અને મારા વાચકો અને ચાહકોને કોટીકોટી વંદન.

9. સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મલય છે અને કોના 
     તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

 • સન્માન મોટા ખાસ નહિં નાનાંનાનાં મળ્યા.સ્ટોરીમીરર તરફથી સૌથી વધુ લખનાર લેખિક તરીકે મળ્યું હતું.આગામી સમયમાં બે પુસ્તકો ૧.વાર્તાસંગ્રહ અને ૨.પત્રોસંગ્રહ પ્રકાશિત કરવાનું આયોજન કરી રહી છું. 
 • માતૃભારતી દ્વારાબે વખતહત નેશનલ વિનર
 • એક પત્ર સંવેદના બે નામ કોલમ લોકપ્રિય બની
 • માંધુરીમાંમાં ૩૦ થી વધારે નવલિકાઓ પ્રકશિત થઈ.

10. નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?

 • નવોદિત લેખકો ખૂબ જ સમજુ,ક્રિએટિવ છે સમાજને ખૂબ સારાં સંદેશા આપી રહી છે.વધુ માહિતી ધરાવનાર હોય સરસ રીતે આગળ વધી રહી છે.

11. સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

 • સ્ટોરીમીરર હંમેશા પ્રોત્સાહન આપતું રહ્યું છે અને આપતું રહેશે એવી અપેક્ષા.


12. સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

 • સ્ટોરીમીરર સાચા અર્થમાં સમાજ અને લેખકો માટે મિરર માતાલબ આયનાનું કામ કરતું રહેશે તોસર્જકો અને પોતે સંસ્થા વાચકોનાં દિલ અને દિમાંગનાં આકાશમાં ચોક્કસ વિહરશે.એમાં કોઈ શંકાને સ્થાન નથી.
 • થેન્કયું સ્ટોરીમીરર,થેન્કયું વિષ્ણુ દેસાઈઅને થેન્કયું મારા વાચકો.
 • સ્ટોરીમીરર ને સાહિત્યનાં આકાશમાં ધ્રુવનાં તારાની જેમ ચમકતું જોવાની મહેચ્છા રોકી શકતી નથી.

તો મિત્રો આ હતી એક મુલાકાત શ્રી હીના મોદી સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.