Image

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી ઝંખના વછરાજાની સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

નામ-ઝંખના અખિલેષ વછરાજાની ,

ઉપનામ નથી .

જનમસ્થળ-જુનાગઢ ,

હાલનું રહેવાનું -ડી-૧૬ડોડસાલ કોલોની ,બી.પી.સી.રોડ,અકોટા,વડોદરા-૩૯૦૦૨૦ગુજરાત,ભારત .


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પા્થમિકશિક્ષણ -બાલમંદિરથી ધોરણ ૬ સુધી અમદાવાદ શેઠ સી.એન.વિધ્યાલયમા કર્યું ,

ધોરણ -૭થી ૧૧નુ શિક્ષણ ગાંધીનગર સેંટ ઝેવિયર્સ &માઉન્ટ કાર્મેલમા કર્યું ,

ગાંધીનગર સરકારી આર્ટસ & કોમર્સ કોલેજમા આર્ટસમા બી.એ કર્યું

મુખ્યવિષય-ઇતિહાસ

ગૌણવિષય-સાયકોલોજી

એફવાયબી.એમા મેરીટ સ્કોલરશીપ મળેલી ,,,કોલેજમા પ્રથમ અને પ્રથમ વર્ગ હતો ,

હિન્દી-વિનીતપાસ

સંગીત-મધ્યમા પાસ

નાગરિક સંરક્ષણ ની તાલીમ લઈ પાસ કરેલ છે ,


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? જુનાગઢ। રુપાયતન ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ટુંકી વાર્તા શિબિરમાં પસંદ થઈ શિબિર કરી, શ્રી મધુરાયના માર્ગદર્શનમાં ઘણું સરસ શીખવા મળેલ છે.

સાહિત્ય પ્રત્યે રુચિ તો ખરી ,શાળાથી ,પણ સમય સંજોગ અનુકુળ થયા છેક ફેસબુક શરુ થયું ને જોઈન્ટ કર્યું ,,,મિત્રો થતા કોમેન્ટ આપું ,,ને લખાણ વખાણાતુ ,,,,ચાર વરસ પહેલા મુ. વ. પ્રતિભાબેન ઠક્કર સાથે ફેસબુકમા સખીપણા થયા ,સ્ત્રીઆર્થ -૧ ની વાત, વાર્તા વાંચતી, કોમેન્ટ કરતી, એક દિવસ રાત્રે મેસેનજરમા મેસેજ આવ્યો પ્રતિભાબેનનો કે સરસ લખો છો, તો તમારા નામથી કઈ લખો, જે મનમાં આવે પાંચ કવિતા લખીને મોકલો ,હું સુચન કરીશ.

પછી, એકબાજુ દિકરીના લગન લીધા તા તૈયારી ચાલુ હતી ,દિકરી, પતિ, મારા નણંદ કહે લખો કવિતા. લખ્યું ,મોકલ્યું ,,,,એમ લેખનમાં સુચન મળતા ગયા ,,,ને " મેહુલિયો " કાવ્ય રચાયુ ,,,જે અહીં મે સહુથી પહેલા મુકયુ ,,ને સ્વીકૃત થયું ,

પછી એક વાર્તા સ્ત્રી સંવેદના પર ને એય પછાત કે આદિવાસી સ્ત્રીની ,,, કોશિશ કરી. 

મહિલા દિવસના ઉજવણીના ભાગરુપે વાર્તા હરીફાઈમાં વાર્તા મોકલી, બીજું ઇનામ મળ્યું વાર્તાને," પરકાશ " નામ ટા્ન્સજેન્ડર નો વિષય, મીડીયામા વખણાયું, સ્ત્રીઆથઁ -૩મા વાર્તાને પ્રકાશિત કરીને હું લેખિકા બની.

જીવનની સુખ દુખની વેદના ,સંવેદનામારા ગમતા વિષય છે ,માનવીય સબંધને ઉજાગર કરવુ ગમે ,


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

લેખનમાં આપણું લખેલું કોઇ પોતાના નામે પોસ્ટમાં મુકી દે નામ કાઢીને દુખ થયું, કે આપણી પોતાની મનની, દિલના ભાવનો નિચોડ શબદરુપે મુકીએ એ બીજું કોઈ પોતાના નામે ફટકરતા મુકે એ ય પો્ફેસર કક્ષાના ન ગમ્યું.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

વિશાળ બનતું જાય છે ,લખાણ ની સલામતી ની રીત હોવી જરુરી.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા,સાચે ,અવસર તો ખરો જ ,ઘરે બેઠા વિશ્વનું જોડાણ સહુથી સુંદર વાત. 


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી એક વાર્તા સ્ત્રીઆથઁ -૩ મા" પરકાશ "માં પ્રકાશિત થઈ છે


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારુ પ્રથમ કાવ્ય સ્ટોરીમિરર મા " મેહુલિયો"પ્રકશિત થઈ હતી.

સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

સ્ત્રીઆથઁ તરફથી બીજું ઈનામ વાર્તા " પરકાશ "ને મળ્યું

રોકડ ઈનામ -૭૫૦ રુપિયા બેંકમા જમા થયા ,

સ્ટોરીમિરર તરફથી મેઈલ મળ્યો છે પોએટઓફ ધ વીકનો સન્માનપત્રની રાહમાં ,,


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

વિસતૃત વાંચન અને આજુબાજુ બનતા પ્રસંગોમા ઉડાણથી નિરીક્ષણ લેખનમાં લાભદાયી બાને છે.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

હજુ શરુઆત છે ,ઘરનાની મદદ લેવી પડે છે વેબસાઈટ ખોલવા.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સરસ માધ્યમ છે, વિશાળ વાચકવર્ગ મળે છે , હજુ સરળ પોસ્ટ કરી શકાય એવી વ્યવસ્થા કરવા વિનંતી.

આપની ખુબ આભારી છું ,મને અહીં જે તક મળે છે ,


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી ઝંખના અખિલેશ વછરાજાની સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.