Image

ચાલીસી ના ઉંબરે ઉભેલી હું.. શારીરિક અને માનસિક બદલાવ ને હસતાં મોઢે આવકારવા..... આમ તો હજી 1979 માં જન્મ એટલે 2019 માં ચાલીસી આવે પણ શરૂઆત તો થઈ જ ગઈ હોય ચાલીસી એ એનો સામાન બાંધી તૈયાર તો કરવાનો એટલે એણે તો મને મારા શરીર અને મગજ ના ફેરફાર થી જાણ કરી કે લાલ જાજમ પાથરી રાખો અમે તો બસ માં બેસી આ આવ્યા.... ફેરફાર કેવા જે વર્ષો થી પ્રિય.... એનાં વગર મારું ભાણું અધૂરું એવી મારી પ્રિય સખી ડુંગળી સાથે અબોલા કરાવ્યા... લગ્ન પછી સાસરા માં સમાવવા લસણ નો વઘાર અનિવાર્ય એટલે લસણ સાથે 17 વર્ષ થી અવિરત ઘરોબો.... અમારે તો નાગર ના રિવાજ પ્રમાણે નોરતા શ્રાવણ મહિનો હોય કે પરષોત્તમ માસ ડુંગળી લસણ તો હોય જ એટલે 365 માં થી 2 કે 5 મોટા વ્રત જે કરતાં હોય એ કાઢો તો 360 દિવસ આ બંને અમારી થાળી માં અલગ અલગ રૂપે પીરસાતા આવ્યા છે.. પણ આ ચાલીસી ના આગમન ની ખબરે જે શારીરિક વાર કર્યો એ તિર લાગ્યું મારી જીભ.  (બોલે તો એવી જ જબરી રહેવાની) એટલે સ્વાદ ઇન્દ્રિયો પર અચાનક એક દિવસ ડુંગળી જે સૌથી પ્રિય હતી એને અપ્રિય કરી દીધી. એ ખાવ એટલે જાણે કંઈક ખરાબ કચરો ખાધો એવી વાસ આવે શરૂઆત મને ખાવા ની તકલીફ થી થઈ.... લસણ ડુંગળી જોડીદાર એટલે બને એ આ બાબતે જોડી બનાવી રાખી.. ખાલી ન ભાવાથી વાત ન પતી હવે અર્ક કે dhwanit ખાઈ તો એ વાસ પણ અસહ્ય થઈ .. પછી શરૂ થયું કારણ શોધવાનું મારો જીવ થોડો ખાંખાં ખોળા વાળો ખરો એટલે થયું કે કારણ શું આમ અચાનક અભાવ જાગવો જો કે પિયર માં મમ્મી એ ક્યારેય ચખ્યું જ નથી લસણ ડુંગળી એટલે ત્યાં તો જાણ થઈ એટલે પેંડા વેંચાયા કે મારી દીકરી હવે સાત્વિક ભોજન જમશે હા સાસરી માં અનુકૂળતા સાધવા ની શરૂ થઈ સારું સાસરું છે નહીં તો અમારા જીવન માં લસણ ડુંગળી અભિન્ન અંગ એટલે મને ઘર બાર ન કાઢી.... શોધ ખોળ ચાલુ થઈ પહેલાં અમદાવાદ માં જે ઘર માં રહેતાં એ હોટેલ ની ઉપર એટલે એ સુંગાંધો એ આ કૃત્ય કર્યું હોય પછી તો કે  સાલું અર્ક પેટમાં હતો ને આવો અભાવ થયેલ પણ માસિક રેગ્યુલર આવે એટલે એ અટકળ પણ ખોટી ઠરી.... પણ પછી ફરી ધીમે ધીમે બહાર જાવ તો ન ભાવે તો ખાતી થઈ આ ચાલીસી ના પગરવ સંભળાય જ નહીં અચાનક માસિક ચડી ગયું અને થયું નક્કી આ ડુંગળી ન ભાવવાનું કારણ... હે રામ હવે શું કરીશ... પણ ત્યારેય મારે મન તો હું ચાલીસી થી ચાલીસ કૉસ દૂર હતી.... મેનોપોઝ જેવું કંઈ આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે એ વિચાર જ ન આવે... પિરિયડ તો અમુક પિરિયડ પછી આવ્યા એટલે અર્ક ના ભાઈ બહેન ના આગમનના ડરાવી નાખે એ સપનાનું પણ સમયસર મૃત્યુ થયું... થાય એમ કે બહાર બધા સાથે જમુ ત્યારે અલગ અલગ ન મંગાવું કેમ કરી બીજે જમવા જાવ ત્યારે કહું કે હું ડુંગળી લસણ નથી ખાતી... ચાર હાથે ઝાપટતી...પણ ખાવ એટલે શરીર કહે કે લે મારી વાત તે ન માની એની સજા અને એ રાત મારા ગળા માં એલર્જી નું આક્રમણ થાય અને જ્યાં સુધી ઉલ્ટી ન કરું મારે ઉજાગરો થાય....શરીર કહે આમ પણ તને દુનિયા થી ઉલ્ટી દિશા માં ચાલવાનો શોખ તો છે તો મિત્રો સામે ચાલ નહીં તો પછી હું તો તને દરેક સમયે સજા આપીશ... એટલે હવે થયું છે કે બસ પરાણે પુણ્ય ને ધોકે માર્યા ધર્મ ની કહેવત ને ખોટી પાડીએ... અને સ્વામિનારાયણ કે વૈષ્ણવ ધર્મ અંગીકાર કરીયે....
આજે વિભાકર ભાઈને જવાબ આપતાં મને મારા આ ફેરફાર નો તાળો મળી ગયો.... કે ચાલીસી આવે છે સાથે ઘણાં સારા અને ખરાબ બદલાવ લાવે છે એટલે તૈયાર રહો આવકારવા અને નહીં રહો તો પણ બિન બુલાયે મહેમાન ની જેમ એ તો એની જગ્યા કરી જ લેશે... એટલે હસતાં આવકારો જેથી એમને તમારી સાથે સારું બને... અમારે dhwanit કહે શરીર ને ભાડું ચૂકવવું તો પડે તો ચાલો આપણ ને તો અતિ સુંદર ખોયડુ મળ્યું છે તો એને અનુરૂપ ભાડું હોવાનું તો આપણે તો તૈયાર આ ચાલીસી ને એના સામાન શારીરિક બદલાવ સાથે....(mmo) ફરી ક્યારેક માનસિક બદલાવ ની વાતો... આજે તો મોંઘેરી ચાલીસી ને આવકારીએ