Image

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી હેમાંગી શુક્લ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારું નામ હેમાંગી શુક્લ

બીજું કોઈ ઉપનામ નથી

નાનપણ પણ અમદાવાદમાં જ રહેવાનું થયું છે પ્રાથમિક થી ઉચ્ચતર તમામ શિક્ષણ અમદાવાદમાં જ થયું છેઆથી જો અમદાવાદી છું એમ કહું તો જરા પણ વધારે નથી.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મારા પપ્પા અમદાવાદમાં પ્રોફેસર છે આથી પ્રાથમિક શિક્ષણ અમદાવાદની બે જુદી જુદી શાળામાં થયુંહું સાયન્સની વિદ્યાર્થીની છું આથી 12 સાયન્સ પછી સી.યુ.શાહ સાયન્સ કોલેજમાંથી કેમેસ્ટ્રી વિષય સાથે સ્નાતક કર્યું. ત્યારબાદ બાદ ભાષા અને બોલવામાં રસ વધારે હતોઆથી ગુજરાત યુનિવર્સિટીના પત્રકાત્વ વિભાગમાંથી અનુસ્નાતક એટલે કે માસ્ટર્સ કર્યું અને ત્યારબાદ નોકરી શરૂ કરી.

આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

નાનપણથી વાંચવાનો શોખ વેકેશનમાં પણ ચાંદામામાટિંકલ જેવી અનેક મેગેઝીન્સ વાંચવાનું થતુંમોટા થતા આ સામાયિકો જગ્યા વાર્તા અને નવલકથાના પુસ્તકોઓએ લઈ લીધીમારા એક નજીકના સગા લખતા એટલે એમના પુસ્તકો વાંચતા વાંચવામાં રસ વધવા લાગ્યો

સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

મારા માતા-પિતા બંને ભાષાના વિદ્યાર્થીઓ છેનાનપણથી હું ભણવામાં હોશિયાર હતી તો બંનેને એવી આશા હતી કે  હું ડૉક્ટર બનીશ પણ ધોરણ સાત કે આઠ હોઈશ ત્યારે વાંચનમાં વધારે રસ પડવા લાગ્યો અને ઘરને શંકા થવા લાવી કે ભણવામાં કદાચ ધ્યાન ઓછું જશેઆથી ઘરમાંથી અમુક પુસ્તકો ગાયબ કરી દેવામાં આવ્યા પણ કહે છે કે અંતે એ જ થાય કે જે નસીબમાં હોયજો કે હવે તો એમના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું છે જે આવકારદાયક છે.

આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

ત્યાં સુધી દરેક યુગમાં સાહિત્યકારો યોગ્ય જ હોય છે જ્યાં સુધી તેઓ દરેક માણસને સમજાય તેવું અને લોકઉપયોગી સાહિત્યનું સર્જન કરતા હોયઅત્યારે પણ ઘણા એવા સાહિત્યસર્જકો છે જેઓ સુંદર સાહિત્ય સર્જન તો કરે જ છે સાથ જ નવા સાહિત્યકારોને યોગ્ય માર્ગદર્શન પણ આપે છે.

આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

ડિજીટલ યુગ બધા માટે એક તક છે તો પછી લેખકો તેમાંથી વંચિત કેવી રીતે રહી શકેલેખકોવાચકો અને કલા રસિકો માટે આ પ્લેટફોર્મ ખૂબ સરળ અને વધુ લોકો સુધી પહોંચાડનારું છે પણ આ પ્લેટફોર્મના કારણે લેખકોએ વધુ જાગૃત રહેવું જોઇએ ક્યાંક એમના સાહિત્યની કોઈ ચોરી તો નથી કરી રહ્યું તે ચકાસતા રહેવું

આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

હું જે પણ કઇં લખુ છું તે અનુભવમાંથી જ આવે છેમેં ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે લખવું એ પ્રસવપીડા જેવું છે એક પીડા પછી જેમ બાળકનો જન્મ થતો હોય છે તેવી જ રીતે સાહિત્ય સર્જન થાય છેઆ વાત મને ઘણા લાંબા સમય પછી સમજાઇ કે એવું શા માટે કહેવામાં આવે છે અને આ વાત મારા માટે પણ લાગુ પડે છેજ્યાં સુધી કોઈ વિષય મને અંદરથી હલાવતો નથી ત્યાં સુધીએ વિષય પર લખાતું નથીઆ સિવાય પત્રકારત્વનો અભ્યાસ કર્યા પછી ન્યૂજ ચેનલમાં કામ કર્યું છે ત્યાં કામના ભાગ રૂપે ઘણું લખવાનું થતુંહજી સુધી મારું કોઈ પુસ્તક છપાયું નથી લખવાની ઘણી ઇચ્છા રહે છે પણ સમયના અભાવે હજી શરૂઆત થઇ નથી.

આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

વર્ષ તો ચોક્કસ રીતે યાદ નથી પણ 2014 અથવા 2015માં મારી પહેલી વાર્તા પ્રકાશિત થઇ હતીઆષિશ કક્કડ નામના એક્ટરફિલ્મ ડિરેક્ટર છેમારા માસ્ટર્સના અનુસ્નાતકના અભ્યાસ દરમ્યાન કૉલેજમાં તેમની સાથે મુલાકાત થઈ હતી તેમને મારી બનાવેલી ડોક્યુમેન્ટ્રી ગમી હતીઆથી તેમણે મને રાજુભાઇનો પરિચય કરાવ્યો તેઓ જાણિતા લેખક મધુરાયની મમતા મેગેઝીનના વિદ્યાર્થી વિશેષાંકનું સંપાદન કરી રહ્યાં હતાંઆ મેગેઝીન માટે મેં પહેલી વાર્તા લખી જેનું શિર્ષક દરેક વ્યક્તિને મારો એક સંદેશો છે કે હંમેશા સારું વાંચોએમાં પણ જો તમને લખવાની ઇચ્છા ઘરાવતા હોય તો તમારી આસપાસના વ્યક્તિ કે જેમને સાહિત્યમાં રસ હોય તેવા લોકો પાસેથી સારા સાહિત્ય વિશે માહિતી મેળવીને વાંચોઆ ઉપરાંત તમે લખવાની શરૂઆત કરી રહ્યાં છો ત્યારે હંમેશા અનુભવી લોકોને તમારી રચના બતાવી તેમનો મત જાણોતેઓ તમને સારુ માર્ગદર્શન આપશે જે તમને ઘણું કામ લાગશે અને તમારું લખાણ ચોક્કસથી સુધરશે.

હતું જો આ ગુન્હો હોય તો કબૂલ છે.   

સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

પગાર સિવાય સર્જન માટે કોઇ સન્માન મળ્યું નથી.(હળવો મજાક)

નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

દરેક વ્યક્તિને મારો એક સંદેશો છે કે હંમેશા સારું વાંચોએમાં પણ જો તમને લખવાની ઇચ્છા ઘરાવતા હોય તો તમારી આસપાસના વ્યક્તિ કે જેમને સાહિત્યમાં રસ હોય તેવા લોકો પાસેથી સારા સાહિત્ય વિશે માહિતી મેળવીને વાંચોઆ ઉપરાંત તમે લખવાની શરૂઆત કરી રહ્યાં છો ત્યારે હંમેશા અનુભવી લોકોને તમારી રચના બતાવી તેમનો મત જાણોતેઓ તમને સારુ માર્ગદર્શન આપશે જે તમને ઘણું કામ લાગશે અને તમારું લખાણ ચોક્કસથી સુધરશે.

સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરર સાથે લખવાનો મારો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો છેસ્ટોરીમિરરના સભ્યો ખૂબ જ સહયોગ કરે છેકોઈ પણ વિષય માટે તેમની સાથે વાત થઇ હોય તેઓ સુંદર રીતે જવાબ તો આપે છે સાથે પૂરો સહયોગ પણ કરે છેઆ સિવાય વેબસાઈટ પર વાચકોનો રિસપોન્સ ખૂબ સરસ હોય છે અને તે વધારે લખવા તરફ પ્રેરે છે.

સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરર સાહિત્યકારો અને નવોદિત લેખકો માટે જે કઇં પણ કરે છે તે અભિનંદનને પાત્ર છેભવિષ્યમાં આવા પ્રયત્નવધુ પ્રમાણમાં કરજોવેબસાઇટમાં સાહિત્ય મુકવા માટે એક ફિલ્ટર એટલે કે માપદંડ ચોક્કસથી રાખજો.

તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી હેમાંગી શુક્લ સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.