Image

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત યુવા લેખિકા શ્રી હિરલ ઠક્કર સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારું નામ હીરલ હેમાંગ ઠક્કર, " રંગ" ઉપનામ થી કાવ્ય રચનાઓ લખું છું. હું પોરબંદરની વતની છું હાલ સેલવાસ રહું છું.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મારો અભ્યાસ પોરબંદર શહેરમાં થયોનાનપણથી કલાપ્રેમી જીવ છું નાની વયે જ નક્કી કર્યું હતું આગળનો અભ્યાસ હોમસાયન્સ સ્ટ્રીમમાં કરી ગ્રેજ્યુએટ થવું.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? મારા પરિવાર તરફથી મને સાહિત્યને લગતો કોઈ વારસો મળ્યો નથીસાહિત્ય સાથેનું મારું જોડાણ આકસ્મિક કહી શકાય.

જીવનના કેટલાંક અનુભવોને શબ્દોમાં ઢાળી દેતીખબર પણ ના રહી કે હું ક્યારે નવોદિત લેખિકા બનવા તરફ ડગ માંડતી રહી.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

કાંઈ ખાસ મુશ્કેલી તો નહીં પરંતુ ક્યારેક ક્યારેક વ્યાકરણ સંબંધી ભૂલો કરી દેતી હોઉં છું.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

લાગણીસભર રચનાઓ આજે પણ જોવા મળે જ છે. આજનું સાહિત્ય પણ અર્થસભર છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા ચોકકસઆજે આંગળીના સ્પર્શ માત્ર થી કોઈ પણ સ્થળે વાંચન શક્ય બન્યું છેઆજના વ્યસ્ત શેડયૂલમાં મુસાફરી કે અપડાઉન સમયે વાંચનનો લાભ લઈ શકાય છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મુંબઈથી પ્રકાશિત થતાં મેગેઝીન સર્જનહાર પર મારી કલમે લખાયેલા લેખો સ્થાન પામ્યાં છે.

સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતાં દૈનિક અખબાર વતનની વાતના સાહિત્ય વિભાગ કલમનો પમરાટ પર મારી લખેલી ટચુકડીવાર્તાઓ સ્થાન પામી છે.

*સુરતથી પ્રકાશિત થતાં પદ્ય મેગેઝીન માનસી પર મારી કાવ્ય રચનાઓ સ્થાન પામી છે.

સ્ટોરીમીરર પર મારી એક ઈબુક લાઈવ થઈ છે " જીવનના રંગ".

ફેસબુક પર ટચુકડીવાર્તા અને વાર્તા રે વાર્તા પેજ પર મારી લખેલી ટચુકડીવાર્તા સ્થાન પામી છે

આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

આજથી ચારેક વર્ષ પહેલાં ફેસબુક પેજ ટચુકડીવાર્તા સાથે જોડાયી ત્યાર ઉત્સુકતા વશ કાંઈ લખ્યું હતું એ મારી પ્રથમ પ્રકાશિત રચના " મહત્વકાંક્ષા". જે ટચુકડીવાર્તા પેજ પર પ્રકાશિત થઈ હતી.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

અજાણી વ્યક્તિ તમારા લખાણનાં વખાણ કરે એ જ સૌથી મોટો પુરસ્કાર કહી શકાય.

સપ્ટેમ્બર 2017માંસ્ટોરીમીરર દ્વારા આયોજિત લીટકોન સ્પર્ધામાં અજનબી વિષયમાં મારી લખેલી કાવ્ય રચના પ્રથમ ક્રમાંક પર આવી હતી રોકડ  1750/- નું ઈનામ મળ્યું હતું.

ઓથર ઓફ ધ યર 2018માં મને નોમિનેશન મળ્યું હતું અને પરિણામ જાહેર થયું ત્યારે મો ક્રમાંક મેળવ્યો. ઓથર ઓફ ધ યર 2018 નું સર્ટિફિકેટ અને બ્રોન્ઝ મેમ્બરશીપ મળી.નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

જ્યારે કાંઈ પણ અંતર્સ્ફુરણાં થાય કોઈ શબ્દોની ગુંથણી રચાય ત્યારે તેને કોઈ એક પાના પર લખી રાખશોશું ખબર ક્યારે તેમાંથી ઉતમોતમ રચનાનું સર્જન શક્ય બને.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સુશ્રી નીતાબેન કોટેચા મને અહીં લઈ આવ્યાં હતાંઆજે બે વર્ષથી વધુ સમય થઈ ગયો મને અહીંયા લખતા. ખૂબ સરસ અનુભવ રહ્યો.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

નવોદિતો માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ છે.


તો મિત્રો આ હતી એક મુલાકાત યુવા લેખિકા શ્રી હિરલ ઠક્કર સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.