Image

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી માર્ગી પટેલ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

માર્ગી સુહાગકુમાર પટેલ

મારો જન્મ મહેસાણા થયો છે.

મારા લગ્ન ઉનાવા થયા છે.

અને અમે હાલ અમદાવાદ રહીયે છીએ.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મારો અભ્યાસ મહેસાણા કર્યો છે.

શ્રી પરા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કર્યો છે.

અને કોલેજ ગણપત યુનિવર્સીટીમાં આચાર્ય મોતીભાઈ પટેલ ઇન્સ્ટટયુ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં કોલજ પુરી કરી છે.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? વાંચવાનો શોખ ખૂબ જ પહેલી થી હતો. હું મારા દાદા જોડે લાયબ્રેરીમાં જતી હતી તો ત્યાંથી જ અલગ અલગ વાર્તા વાંચીને લખવાનો પણ શોખ લાગી ગયો. મારા આ લખવાના શોખને લગ્ન પછી મારા પતિ સુહાગ એ મને ખૂબ જ ફાળો આપ્યો છે.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

જયારે મેં લખવાની શરૂઆત કરી તારી પહેલા તો ભાષાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મનમાં ખૂબ જ સવાલોનું વાવાજોડું આવ્યુ હતું. કે ગુજરાતીમાં લખું છું તો શું પ્રતિભાવ મળશે.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજે નું સાહિત્ય ખૂબ જ સરસ છે.  લોકો પોતાના વિચારોને બેફિકર થઇને મૂકી શકે છે.  નવી દિશા મળે છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હાઆજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી સાહિત્યકારો  માટે એક નવો અવસર મળ્યો છે.  પોતાના વિચારોપોતાની રચનાને પોતાનામાં રહેલી ખૂબીને બધાની સામે મૂકી શકાય છે. ડીજીટલ માધ્યમથી પોતાની એક અલગ છાપ ઉભી કરવની તક મળે છે બધાને.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી રચના ના શબ્દો ખૂબ જ સાદા હોય છે.પ્રેમને લગતી જ રચના ઓ હોય છે. પ્રેમમાં રહેલી મુશ્કેલીનિસ્ફળતા અને દર્દ ને શબ્દોમાં ઉતારવાનો એક પ્રયત્ન છે.તેની સાથે થોડી વાર્તા અને લેખ પણ હું લખું છું.

મેં લખેલી વાર્તા છે *વરસાદનો જાદુ!!!એક ભૂલ,  રાધિકા એક જીવાતી લાશએક સ્ત્રી નું સૌથી મોટું કલંકકળિયુગનો ભગવાનસંતોષનું મહત્વઆધુનિકતામાં અટવાયેલી નારી.’


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના ‘મા વિના સુનો સંસાર’ છે.  જે મેં blog પર પ્રકાશિત કરી હતી. અને પછી ‘વરસાદનો જાદુ’ એ મેં સ્ટોરી મિરર માં કરી છે.  ત્યારથી હું બધી જ રચના ઓ સ્ટોરી મિરરમાં જ પ્રકાશિત કરું છું.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

જયારે મને મેલ મળ્યો કે સ્ટોરી મિરરમાં મારુ ઇન્ટરવ્યૂ આપવાનું છે.  એ મારા જીવનનું પ્રથમ એક અલગ જ અનુભવ રહ્યો છે. આજે લાગ્યું કે મારા લખાણને એક નવી દિશા મળી છે. મારા લખાણને સન્માન કર્યું. સ્ટોરી મિરર એ મને આ લાયક સમજ્યા એ બદલ હું તેમની ખૂબ જ આભારી છું.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

નવોદિત લેખકો માટે બસ એ જ સંદેશો છે કે નવલકથાઓ વાંચો એ માટે સ્ટોરી મિરર બેસ્ટ પ્લેટફોર્મ છે. નવા લેખક માટે નવી દિશાસૂચવે છે. સ્ટોરી મિરર લખવા માટે પણ બેસ્ટ છે. લખવાની નવી દિશા અને પોતાનામાં રહેલી ખૂબી નિખારવા માટે એક સરસ માર્ગ છે.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરી મિરર પર લખવાનો અનુભવ ખૂબ જ શ્રેષ્ઠ રહ્યો છે. આપણે આપણી રીતે આપણી ગમતી ભાષામાં સરળ રીતે લખી શકીએ છીએ. અને વાંચવા માટે પણ આપણા ગમતા વિષય મળી રહે છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરી મિરર એ બેસ્ટ પ્લેટફોર્મ છે.સ્ટોરી મિરર એક નવો અનુભવ છે. નવા લેખકો માટે એક પગથિયું છે. એક નવી દિશા સૂચવે છે.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી માર્ગી પટેલ સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.