Image

હમણાં ઘટેલી ઘટના થી બધાં લગભગ માહિતગાર તો શું ...કદાચ આ જ ટોપિક છે આજકાલ દરેક ની ગોસિપ નો ...

હા, ખુબ જ શરમ ની વાત છે કે હું પણ એ સુરત ની આગની ઘટના વિશે જ વાત કરી રહી છું ...

ખરેખર આપણે એક ને એક વાત ને ગોળ ગોળ ફરેવવાની મજા કરતા થઇ ગયા છીએ. ...

એટલે જ જે કરવા જેવું કઈ કરતા નથી ને બસ, .....

ઓનલાઇન ફોટોસ. ..મેસેજ. ...મીણબત્તી ...અને સાચી - ખોટી વાતો કરવામાં બધાને રસ છે ...

હા હૂં પણ કદાચ એમાં આવી જતી હોય બની શકે. ..

પણ, આ જે બન્યું એમાં કોઈ એક ને જવાબદાર ન ગણી શકાય. ...અને આમ જોઈએ તો બધાં માણસો આ માટે સરખા ભાગીદાર છે એવું ચોક્કસ કહી શકાય. ..

હા. સાંભળવામાં અજીબ છે પણ થોડું ઘણું સાચું છે ...

કેમ આપણને  દરેક વખતે ગુનો કે જવાબદારી બીજા પર ઢોળી ને પોતે છટકી જવામાં મજા આવે છે. ...વિચારો. ..હવે કે

તમે માનો છો કે કોઈ તંત્ર જવાબદાર છે ...કે કોર્પોરેશન કે બ્રિગડે ...તો

શુ એ માતા પિતા જવાબદાર નથી કે જેણે પહેલા સંસ્થા કે ક્લાસ ની જાણકારી રાખવી જોઈએ. ..?

એ ક્લાસીસ ની જવાબદારી નથી કે વિધાર્થી ની સુરક્ષા ની તકેદારી રાખે. ..?

એ બિલ્ડીંગ ના મલિક ની જવાબદારી નથી કે ફાયર પ્રુફ મટીરીયલ્સ વાપરે. ...?

એ આસપાસ ના લોકો ની જવાબદારી નથી કે મદદ કરે. ...?

વિડિઓ અને ફોટો ના રસિયા લોકો ની જવાબદારી નથી કે આવી ઘટનાઓને શેર ન કરે ...કે વાયરલ ન કરે .....લાઈક ન કરે ...જેથી કોઈને એવું  શૂટ કરવાના બદલે મદદ નો વિચાર આવે ...?

આપણું આ શિક્ષણ વ્યવસ્થા જવાબદાર નથી કે આવી  કુદરતી પરિસ્થિતિ સર્જાય તો તે માટે સુ કરી શકાય એવાં પગલાં ની જાણકારી આપણા બાળકોને નથી અપાતી. ..?

બોલો હવે કોણ છે જવાબદાર ...  ?

,.......મળી ગયો જવાબ ...તો ચોક્કસ કે જો ...

દરેક વખતે  ખોટી રીતે વિરોધ અને સ્ટેટ્સમાં મીણબત્તી સળગાવવાથી કશુ થઇ જતું નથી ...

કરવું જ હોય તો કઈ સારું કરો ...વિચાર કરો ...કે શું કરી શકાય ...?

કારણકે જે થઇ ગયું છે એમાં હવે કશુ બદલાઈ જવાનું નથી ...કોઈ એ જિંદગીને ફરી થી લાવી શકતું નથી તો શા માટે હોબાળા જ મચાવવાની આપણને ટેવ પડી ગઈ છે ...ખરેખર લાગણી હોય તો એમની આત્માની શાંતિ માટે સોસીયલ નહિ "દિલ થી" પ્રાર્થના કરો. ..

જે ખરાબ બની ગયું છે એમાંથી શીખ લઈને કે ભવિષ્યમાં એવું બનતા કઈ રીતે અટકાવી શકાશે. ..જેથી ફરીથી કોઈને નુકશાન ન થાય ...એક જ વાત કે ઘટના બની છે એને વાયરલ ન કરતા ...અટકાવવા વિષે ના વિચાર ...

અગમચેતી રૂપે દરેક સંસ્થા વ્યવસ્થા કાયમ કરે ....

માતા પિતા ચોક્કસ તેની તપાસ કરે ...

તંત્ર પણ આકસ્મિક ઘટના માટે તૈયાર રહે ...

 સ્કૂલ માં આવી ઘટનાઓ વિશે ડિબેટ કરી શકાય ...કે તમે ઉપાય બતાવો જેથી બાળક સતર્ક બનશે ...

માતા પિતા પણ બાળકોને આવી ઘટના માં શું કરી શકાય ...? જાણકારી આપી શકે ...

અને સૌથી ખરાબ વાત આસપાસ ના લોકો કોઈ પણ ઘટના કે અકસ્માતને ...માત્ર વાયરલ ક્લિપ ની મજા નો સમાન ન સમજતાં પોતાના જેવું જ કોઈ સજીવ / જીવિત તકલીફ માં છે એવું સમજીને ચોક્કસ મદદ કરવા તૈયાર બને ....

આ ઘટનાં માં બધું જ ખરાબ જલ્દી વાયરલ થયું છે...પણ. સારા લોકો એ ચોક્કસ મદદ કરી હતી ...ઘણાં સતર્ક બાળકોએ પોતાની સુજ મુજબ બહાદુરી થી પોતાને અને અન્ય ને મદદ કરી ...જે ખુબ સારી વાત છે ...પણ આપણને એ બહાદુરી કરતાં તંત્રને દોષ આપવામાં વધુ રસ છે ...જે મદદગારો એ મદદ કરી એનો આભાર માનવાને બદલે વિડીયો બનાવવા ને વાયરલ કરવામાં વધુ રસ છે ...

માટે કઈ પણ બોલતા કે વિરોધ પહેલા શાંતિ થી વિચાર કરવો કે શું બન્યું છે ...શું  કરવાથી એમાં સરળતાથી નીકળી શકાય ...?

દરેક વખતે બોલ બોલ કરવાથી કે બીજા પાર દોષ દેવાથી આપણે સારા થઇ જતા નથી કે દેખાઈ શકતા નથી ...

બાકી ...જયારે કોઈ આકસ્મિક ઘટના બને તો આપણે અંતેતો કુદરતને પણ દોષી બનાવી જ દઈએ છીએ ને ...?

(આ માત્ર મારા વિચાર છે જરૂરી નથી બધાં સમંત હોય ....)

 - સંધ્યા સોલંકી ("દિલ થી ")