Image

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક શ્રી અમૃતલાલ મહેશ્વરી ‘સ્પંદન’ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

શ્રી અમૃતલાલ જીવરામ મહેશ્વરી

ઉપનામ;-‘સ્પંદન’,

ગામનું નામ ;-ઝુરા તાલુકો ભુજ જિલ્લો કચ્છ. 

આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

શૈક્ષણિક શરૂઆત પ્રાથિમિક શિક્ષણ વતન મદયે લીધેલ .માદયમિક શિક્ષણ માડવી-કચ્છ મદયે પૂર્ણ કરેલ ત્યારે બાદ આઈ.ટી.આઈ માં વેલ્ડર ટ્રેડ સાથે પૂરું કર્યા પછી ધોરણ 12 ની ખાનગી વિધાર્થી તરીકે પરીક્ષા પસાર કરી . ત્યાર બાદ આદિપુર –કચ્છ મદયે તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં બી.એ. વિથ ઇંગ્લિશ પૂરું કર્યું. 

- ત્યાર બાદ એમ.એ. એક્સટર્નલ કર્યું અને પછી રેગ્યુલર બી.એડની તાલીમ પૂર્ણ કરેલ.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

જીવનમાં સાહિત્યનું જોડાણ બી.એડ.કોલેજમાં છેલ્લા બાંકડે બેસીને થોડા થોડા જોડક્ડા અનાયાસે નોટબુકમાં લખતા જતાં હતા ત્યારે મિત્રોની નજર પડી ને કહેવા લાગ્યા વાહ કવિ શ્રી વાહ બસ ત્યારથી પા પા પગલી માંડી. અને કોલેજ 26મી જાન્યુઆરીના રોજ કવિ સમેલન આયોજન થવાનું હતું . મિત્રોના  આગ્રહથી મેં પણ નામ લખાવ્યું પણ એ જ દિવસે ધરતી કંપ આવ્યું અને બધુ જ વેર વિખેર ,ત્યાંના દ્રસ્યો વિગેરે સંવેદનશીલતામાં વધારો થયો. ને થોડું થોડું લખાતું ગયું સાચું ખોટું એ લોકો જાણે . 

સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

મન છે.  વચ્ચે-વચ્ચે થોડા નહિ પણ ઘણા લાંબા અંતરાલ આવતા ગયા. સારા સારા સાહિત્યકારો સાથે સપર્કમાં આવ્યો .  


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજના સમયે સાહિત્ય; પોતાની ગતિએ સરસ કામ થઈ રહ્યું છે પણ મને આવું લાગે છે કે  વાંચન પૃવૃતિ મંદ થઈ ગઈ છે . પહેલાના સમયમાં જે ક્રેજ હતું હવે નથી રહ્યું.યુવા લોકો ઘણું સારું લખે છે

આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

આજના ડિજિટલ યુગમાં પરીપરીવર્તન આવવું જરૂરી છે એક સમય હતું કે જ્યાં અમુક લોકો જ વર્તમાન પત્રો પર કબ્જો જમાવી  બેઠા હતા જેના કારણે ઘણા સર્જકોના લખાણ લોકભોગ્ય બન્યા નહીં આજે જે પ્રતિભાસપન છે એને તો સ્ટેજ મળે  છે પણ નવોદિતોની આંગણી પક્ડ્નારા પણ ઘણા છે . 

આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી રચના; કુદરીતે રીતે લખાઈ જાય છે તેમાં ક્યાય નિયમ કે છંદ લાગુ પડતાં નથી .છંદમાં લખવાની કોશિશ પણ કરેલ પણ બહુજ મુશ્કેલી  આવી મને એવું લાગે છે મીટરમાં બેસાડુ છું તો ભાવ તૂટી જાય છે મને પોતાને જો કવિતા આકર્ષિત ન કરતી હોય તો ભાવકોને તો નહીં જ એટલે જેવુ  લખાય લખી નાખવું .અત્યાર સુધીમાં ગુજરાતી ,હિન્દી ,કચ્છી અને બે ચાર કવિતા અંગ્રેજીમાં  એમ 250 જેટલી કવિતાઓ  લખેલ. સાથે સાથે 350 જેટલી વાર્તાઓ ગુજરાતી અને કચ્છીમાં લખેલ છે. 


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

પહેલી વખત ઍક મિત્રના આગ્રહથી સ્થાનિક સામયિક કચ્છી રચના મોકલી પ્રશીદ્ધ થઈ અને બીજા જ દિવસે આજકાલ ન્યૂજપેપરથી ફોન આવ્યું કે તમે જે કવિતા ‘કચ્છ ઘટનાચક્ર’માં મોકલી એ અમને બહુજ ગમી તમને વાંધોના હોય તો અમે અમારા વર્તમાનપત્રમાં છાપીએ .ત્યાર થી આજકાલ પેપર સાથે નાતો જોડાયો અને છ વર્ષ સુધી ગુજરાતીમાં 300 જેટલી વાર્તાઓ છપાઈ. 

સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

સાહિત્ય સન્માન કોઈ પણ મળેલ નથી અપેક્ષા પણ નથી .લેવું પણ નથી પણ મારી સંસ્થા ‘સાહિત્ય સૌરભ’ વતી અત્યાર સુધીમાં 25 જેટલા લોકોનું “માંમે –મેકણ એવોર્ડ” સંન્માન કર્યું છે. જેની અઢળક ખુશી છે.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

નવોદિત ઘણા મિત્રો લખે છે પણ વાચન ઓછું કરે છે. સારા અને ઉતમ સાહિત્યકારોને વાંચવાથી આપણું લેવલ મપાઈ જાય છે 

સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરી મિરોર સાથે છેલ્લા 3 વર્ષનું અનુભવ ખુબજ સુંદર રહ્યું. આપ જે રીતે સાહિત્યની સેવા કરી રહ્યા છો એ તારીફે કાબિલ છે. આપ બહુજ કર્મનિસ્ટ અને જાગૃત છો. આપની સાથે જોડાયેલ ઉમદા સાહિત્યકારો છે ખૂબ જ આનદની વાત છે.  લાઇક/ કોમેન્ટના  નોટિફિકેસન પ્રોત્સાહિત  કરે છે . 

સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરી મિરર ઍક જાગૃત અને સજાગ માધ્યમ છે મારા શબ્દોને હજારો લોકો સુધી પહોંચાડવા માટે સ્ટોરીમિરરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે! મારા જેવા નવોદિતો માટે આ બહુ જ અગત્યનું પ્લેટફોર્મ છે.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી અમૃતલાલ મહેશ્વરી ‘સ્પંદન’ સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.