Image

ચાલો આજે સૌને ગમતી કંઈક વાત કરીએ ...જ્યાં હું અને તમે કલાકો વિતાવીએ છીએ ...

"મળતું તો કશુ જ નથી ને ,ઘણું બધું ગુમાવી દઈએ છીએ ..."

હા,  આપણને તો એનો અહેસાસ પણ નથી હોતો કે શું કરી રહ્યા છીએ ..?

બસ, કરવામાં થોડી સરળતા અને મજા આવે એટલે કરીયે છીએ ...

બહુ સરળતાથી ઓનલાઇન પોતાની એક કાલ્પનિક સુંદર અને બનાવટી ઓળખ બનાવી શકાય છે ...અને ઘણાં બનાવે છે એમાં કોઈ આશ્ચર્ય કે નવાઈની વાત નથી એ બધું આપણે જાણીએ જ છીએ ...

પણ,જયારે આપણને કોઈ એવું મળે કે અનુભવ થાય ત્યારે ગમતું નથી ...ખુબ ગુસ્સો આવે છે ...અચાનક નફરત થઇ આવે છે ...

અને સોશિયલ સાઈટને કોસવાની પણ મજા આવે છે ...નહિ. ..?

આમ, તો સોશિયલ સાઈટ હવે સરળ માધ્યમ છે એવા લોકો માટે જેમને છોકરીઓ કે છોકરાઓ ને ફ્રેન્ડશીપ ...કે રિલેશનશીપ બનાવવી હોય ...નાનકડા હાય ...હેલો થી શરૂઆત થાય. ..થોડી વાતો થાય ...પછી ધીમે ધીમે થોડો વિશ્વાસ બંધાય ...પછી  ...તો નમ્બર અને ફોટા ની માંગણી થાય ...થોડી ખાતરી જેવું લાગે તો આપ લે થાય ..નહીં તો ટાટા બાય  ને ...કોઈ વધુ મુશ્કેલી જણાય તો કોઈ બ્લોક પણ થાય. ..હા ..હા. .હાઆઆ ...

હસી લો તમે પણ ...વાત તદ્દન સાચી છે ..ને દરેક ને એનો અનુભવ પણ હશે ...નહીં હોય તો થઇ જશે ....

ક્યારેક ઓનલાઇન જિંદગી કેટલી સરળ લાગે છે ...કોઈ ઝંઝટ નહીં ...વધુમાં તો કોઈ તમારી સાથે શુ કરી શકવાનાં...? બ્લોક કરવા સિવાય  ...તો પણ એટલું સરળ આપણે બની કે વિચારી શકતા નથી કારણકે આપણને ફરિયાદ કરવામાં જ મજા આવવા લાગી છે ...

લાઈક કેમ ન કરી. .?

કમેન્ટ કેમ ન કરી ...?

બીજાને વધુ લાઈક કે કમેન્ટ કેમ કરી. .?

મને પોસ્ટ માં ટેગ કેમ ન કર્યું. ..?

મારો ફોટો કેમ અપલોડ કર્યો કે ના કર્યો ..?

કેમ કંઈ રિએક્ટ ના કર્યું ...?

ઓનલાઇન છે તો રિપ્લે કેમ ના આપ્યો. ..?

રીપ્લાય નથી કરવો તો ટાઈપિંગ લખેલું કેમ આવે છે. ..?

તમે ફોટો અપલોડ કેમ કરતા નથી. ?

આવું તો ઘણું બધું હોય છે ...યાદ કરીએ તો દિવસ નીકળી જાશે ...કદાચ એટલે આટલા ઉદાહરણ પુરતા છે ...

હવે મજા એ વાતની છે કે ,

"ફરિયાદ પણ આપણે કરીએ છીએ ...

અને એવું વર્તન પણ ક્યારેક આપણે જ કરતા હોય છીએ ...

અને જાણી જોઈને અજાણ પણ બનતા હોઈએ છીએ ...

કારણકે કે આપણે કોઈની રુબરુ નહીં પણ માત્ર ઓનલાઇન હોય છીએ. .."

જ્યાં સુધી આપણને મજા આવતી હોય ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી હોતો ...પણ જયારે કોઈ ઈચ્છા મુજબ નું રીપ્લાય ન આપે ત્યારે બધાં અકડાઈ જાય છે ...અને અચાનક જ બધું જાણે વિખાઈ જાય છે ...અનફ્રૅન્ડ કરી શકાય છે ...અનફોલો કરી શકાય છે ...વધુ માં બ્લોક પણ કરી શકાય છે ...પણ, જે  "ઓનલાઇન જિંદગી "ની આદત પડતી ગઈ હોય છે ...એ કયાં ભૂલી શકાય છે ...?

કલ્પનાઓ માં જ જીવવાની આદત પડતી જાય છે ...

શરૂઆત માં તો બધું જ ખુબ સુંદર અને મોહક લાગે છે ...

દરેક ચકાચક એપ્લિકેશન ની ચમકાવેલા ચહેરા સોહામણા લાગે છે. ..

ઈમોજી જાણે બચપણ ના રમકડાં જેવા લાગે છે ...

જેનાથી એકબીજા સાથે લાગણી અને ભાવ વ્યક્ત કરીએ છીએ ...અરે હવે તો ૪ થી ૫ દિવસની ચેટ માં તો લોકો કેટલીય અંગત વાતો સુધી પહોંચી જાય છે ...હવે પ્રેમ તો ચેટ બોક્સ ની વાતો ને લાઈક માં જ ક્યારે થાય છે ખબર નથી રહેતી ...બે -ચાર કોઈ ની વાતો સાંભળો ધ્યાન થી તો લોકો એને પસંદ અને પ્રેમ સમજવા લાગ્યા છે. ...

શું એટલું જ સરળ બની ગયું છે. .?  "ઓનલાઇન પ્રેમ"

દરેક પોતાને ગમતું રૂપ ..રંગ ..ઓઢીને મહોરું બનાવી પહેરી લે છે. ..

હકીકત ને થોડો સમય છુપાવી પણ લે છે ...

થોડું ઘણું એમાં જીવીને મજા પણ લઇ લે છે ...

પણ,  ક્યાં સુધી ...?

તમે મહોરું પહેરી ક્યાં સુધી જીવી શકસો ...?

સતત ન હોય એવી દુનિયા બનાવીને જીવવાનો..થાક લાગવા માંડે છે ...

ક્યારેક બધું જ બોજ લાગવા લાગે છે ...

ને ખોટી લાગણીઓ દેખાડી ને કે મહેસુસ કરવાના નાટક પર પડદો ગિરાવવાની ઈચ્છા થઇ આવે છે. ..

ત્યારે લાગે છે કે આ "ઓનલાઇન જિંદગી " એ મને જ સોના ના પિંજરે પુરી રાખ્યા છે ...

માટે "સંધ્યા " ઓનલાઇન એક લિમિટ માં રહીને મજા મસ્તી કરો ...અને ઓફલાઈન સાચી જિંદગી જીવવાની"દિલ થી"કોશિશ કરો ...

લેખિકા : સંધ્યા રતિલાલ સોલંકી ( "દિલ થી ")