દીકરી - વ્હાલનો દરિયો અને સ્નેહની સરિતા

દીકરી એ વ્હાલનો દરિયો નહિપણ સ્નેહની સરિતા છેદરિયામાં તો માત્ર ને માત્ર ખારાજ જ રહેલી છેજયારે સરિતા તો હરહંમેશ મીઠાશને જ વરેલ છેદરિયામાં ઉચ્છુર્ગલતા અને ઉછાછણુપણુંછીછરાપણું તથા અભિમાન અને ગર્વિતા રહેલા છેજયારે નદી એ તો સ્નેહપ્રેમ અને અનન્ય એવી સમર્પિતતાનું પ્રતિક છે સરિતા એ શૈલેજા-શૈલપુત્રી અને શૈલઆત્મજા છેજે સદૈવ સાગરને સમર્પિત થવાને ઉત્સુક અને તત્પર છે.
સાગરમિલન માટે તત્પર એવી સરિતા એક વખત તેના પિતૃગૃહે નીકળ્યા પછી ક્યારેય પણ એના પિતૃગૃહ પરત ફરતી નથી કે એના પિતાનું મુખ પાછી વળીને જોઈ શક્તિ નથીસાગર મિલનને ઉત્સુક એવી સરીતા સાગરમાં પોતાની જાતને સંપૂર્ણપને ઓગળીને પોતાની મીઠાશના સ્વતંત્ર અસ્તિત્વને અને સ્વતંત્ર ઓળખને પણ જડમૂળથી વિલોપ કરી દે છે અને સાગરની ખારાશને પોતાની ઓળખ અને પોતાનું અસ્તિત્વ બનાવી દે છેસરિતાની સંપૂર્ણ સમર્પિતતા અને એના અસ્તિત્વ અને ઓળખની મીઠાશને પ્રાપ્ત કર્યા પછી પણ સાગર પોતાની ખારાશ છોડીને સરિતાની મીઠાશને અપનાવી શકતો નથીસરિતાની જેમ જ દીકરી પણ સંપૂર્ણ સમર્પિત થઈને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને ઓળખને વિલોપીત કરી દે છેઓગાળી દે છેદીકરીએ ઘરના ઉંબરે મુકેલ દિવાસમાન છે કે જે ઘરની અંદર અને ભાર એમ બંને તરફ પ્રકાશ પાથરે છે અને છતાં એ દીવાની સ્વયંની નીચે તો એક પ્રકારનો ગૂઢ અંધકાર જ છવાયેલ છે એમ જ દીકરીને પણ પૈતૃકગૃહ અને સ્વસુરગૃહ એમ બંને પરિવારોની જવાબદારી વહન કરવાની અને બંને પરિવારોને ઉજાગર કરવાની અને બંને કુળના સંસ્કારોને દિપાવવાની કળા જન્મજાત હસ્તગત હોવા છતાં પણ એ દીકરીના સ્વતંત્ર અસ્તિત્વ અને સ્વતંત્ર ઓળખ તો ગૂઢ અંધકારમય જ હોય છેઅને એની સ્વતંત્ર ઓળખ અને અસ્તિત્વ તો અમાવસ્યાના ઓઠા હેઠળ જ રહેલ હોય છે અને જવાબદારી અને દાયિત્વનું ગ્રહણ અને સદૈવ ગ્રસી રહ્યું છે અને રીતરસમોના ધુમ્મસ હેઠળ એની ઓળખ અને અસ્તિત્વ ઔસબિંદુમાફક ક્યાંય ઓઝલ થઇ ગયેલ હોય છેદીકરીને તો હરહંમેશ અન્યનો પડછાયો અને પડઘો બનીને જ સંતૃપ્તિ માનવી પડતી હોય છે પરંતુ એ દીકરીના મનોજગતમાં તો પોતાની એક આગવી ઓળખ અમીટ છાપ અને પોતાનું આગવું અને સ્વતંત્ર અસ્તિત્વ ઉભું કરવાની અદમ્ય એવી રહેલી ચાહત રહેલી જ હોય છેએના મનોવિશ્વમાં અન્યના ઉદાહરણ કે અન્યોએ ચીતરેલા 

ચીલાચાલુ ચીલા ઉપર ચાલવાનું નહિપરંતુ અન્યોને માટે પોતાનું ઉદાહરણ પુરૂ પાડવાની વણખેડાયેલ માર્ગ ઉપર પોતાની આગવી અને અનન્ય અને નીતનવી એવી કેડીઓ પોતાના આત્મબળના પ્રભાવે દાન્કારવાની તમન્ના રહેલી જ છે એને અન્યનો પડછાયો કે અન્યનો પડઘો બની માત્ર જ બનીને નથી રહેવુંએને તો આકાશને આંબવું છે અને પોતે જ પોતાની સંગત અને સોબતને માણવી છે અને પોતે જ પોતાના ઉદાહરણ બનવું છેમુક્ત ગગનમાં વિહાર કરવા ઇચ્છનાર દીકરીને આકાશ તો પુરૂ પાડવામાં આવે છે પણ એની પાંખો કાપીને એને પરાસ્ત કરી એની પાસેથી એ આકાશ ઝુંટવી લેવામાં આવે છેએનું વ્યત્ક્તિત્વઅસ્તિત્વ અને ઓળખ તો સદૈવ જવાબદારીઓફરજોદાયિત્વરીતરીવાજો-રસમો=સમાજ અને નીતિનિયમો

ના પાંજરામાં નજરકેદ થયેલ હોય છે અને પાંજરૂ આખરે તો પાંજરૂ છે, ભલે પછી એ પાંજરૂ સુવર્ણનું કેમ ન હોય અને હીરામોતી અને રત્નોથી જડિત કેમ ન હોયકહેવા પૂરતા તો દીકરીના બે ઘરો છે અને તે બબ્બે ઘરોની રાજરાણી અને માલકિન છે પરંતુ વાસ્તવમાં તો આ બંનેમાંથી એક પણ ઘર એનું હોતું નથી એ એક કટુ અને દર્દસભર સત્ય છેઆ બંને ઘરો પૈકી એક ઘર એનું પૈતૃઘર છે જ્યાં તેનો જન્મ થયો તેનું બાળપણ તાસણ્ય અને યુવાનીનાં કેટલાક વર્ષો વીત્યાજ્યાં તે ચાલતા-બોલતા શીખીજ્યાં તેના અસ્માનો અને સ્વપ્નાંઓ તાણા-વાણાની જેમ ગૂંથાયેલ છેજે એના અને એના અસ્તિત્વથી અભિન્ન છેઅને બીજું શ્વસુર ગૃહ કે જ્યાં કુમકુમ પગલા થકી પ્રવેશી તેણે સમગ્ર જીવન વ્યતિત કરવાનું છેપરંતુ આ બંને પૈકી  એક પણ ઘર તેનું હોતું જ નથી તેથી જ દરેક દીકરીએ લગ્ન પહેલા જ પોતાની સ્વતંત્ર આર્થિક ક્ષમતા અને સદ્ધરતા પ્રાપ્ત કરવી તેમજ પોતાની આર્થિક ક્ષમતા થકી સ્વયંને માટે સ્વયંનું ને માત્ર સ્વયંનું જ કહી શકાય તેવું ઘર ખરીદી લેવું જોઈએજેથી સ્વમાનભેર અને ગર્વ પૂર્વક પોતાને માટે પોતાનું ઘર હોવાનું અનુભવી શકે અને અન્યોને જતાવી શકાય.

ગર્ભપાત-અર્બોશન કે હત્યા ફક્ત ભ્રુણની જ થતી હોય છે એવું નથીજીવનની દરેક ક્ષણે અને જીવનનાં અંતિમ શ્વાસ સુધી દીકરીનો ગર્ભપાતઅર્બોશનઅને હત્યા નિરંતર થતી રહેતી હોય છેગર્ભપાતઅર્બોશન અને હત્યા થાય છે એની ભાવનાઓનીએની લાગણીઓમાન્યતાઓની એના ગમા-અણગમાઓનીએની ઓળખ અને એના વ્યક્તિત્વની એના અસ્તિત્વની એની સ્વતંત્રતનીમનની મોકળાશ અને હળવાશની શારીરિક અને માનસિક પ્રસન્નતા અને શાંતિની પણ હરદિન હરક્ષણ હત્યા નિરંતર થતી જ હોય છે અને આ વણજાર 

વણથંભી રીતે અવરિત જીવનપર્યાંત ચાલુ જ રહે છેતેને હરદિન હરક્ષણ તેનું મૃત્યુ થતું જ રહેતું હોય છેઅને હર એક મૃત્યુ માંહેથી એને ફરી એક વખત ફોનિક્ષ પક્ષીની જેમજ પોતાની જ રાખમાંથી ઉત્પન્ન થવું પડતું હોય છેફરીથી એક નવા જ મૃત્યુના મિલનના કાજે.

દીકરી તો જીવનનું ભારણ નહી પણ જીવનનું કારણ છે અને જીવનને તારનાર છે દીકરી તો જીવનબાગનો ગુલમહોર છે દીકરી તો પારીજાત અને રાતરાણી સમી છે જે જીવનને સતત પોતાની મહેકથી મહેકાવતી રહે છેદીકરી તો સુરજ સમાન તેજસ્વી છેજે પોતે અવિરત સળગતી રહીને જીવનને પ્રકાશિત કરતી રહે છેદીકરી તો ધૂપ્રવી અને કપૂર છે જે પોતાના અસ્તિત્વ અને ઓળખને મિટાવીને પણ જીવનની પ્રત્યેક પણને પોતાની ધુમસેરો થકી મઘમઘ કરતી જ રહે છે.

દીકરી તો દીવાદાંડી છે જે અમાવસ્યાની કાજલઘરી કાળરાત્રિએ તોફાની સમુદ્રની મઝધારમાં જળના વિપરીત પ્રવાહ અને પવનની વિરુધ્ધ દિશામાં એ ખલાસી વિના પણ નૈયાને કિનારે પહોંચાડે છે.

દીકરી તો પિતાનું અસ્તિત્વ છે પિતાનું હૈયું છે પિતાના શ્વાસોચ્છવાસ છે દીકરી માતાનું પ્રતિબિબ અને માતાપિતાના અસ્તિત્વવ્યક્તિત્વવિચારો અને સંસ્કારોજીવનના દ્રષ્ટિકોણનું દીકરી માતાપિતાના હૈયાનો હાર છેદીકરી પીતાન હિમ્મત છે તો માતાની ટેકણ લાકડી છેદીકરી એ તો મહેંદીના પાન સમાન છે જે પોતાની સ્વતંત્ર અને આગવી ઓળખ અને પોતાનું સ્વતંત્ર આગવું અને અનન્ય અસ્તિત્વ સંપૂર્ણપણે ગુમાવીને પણ અન્યોના જીવનમાં અવિરતમેઘધનુષી રંગો ભરતી જ રહે છે દીકરી એ ચંદન સમાન છે જે પોતે સતત ઘસાતું રહેતું હોવા છતાં અન્યોને તો શ્વાસ જ પ્રદાન કરે છેદીકરી શેરડીના સાઠા જેવી નિર્મળ છે જેને સતત કાપતા રહેવા છતાં પણ અન્યોના જીવનમાં મીઠાસ પ્રતિપાદિત કરવનો પોતાનો ગુણ ક્યારેય પણ છોડતી નથી.

દીકરી એ કોઈ વસ્તુશો-પીસ કે ફર્નિચર નથી કે જેને અન્યને દાનમાં આપવાની હોય એટલે કન્યાદાન એવો શબ્દો તો સદંતર અસ્થાને જ છે પરંતુ લાગણી વેદી ઉપર અગ્નિ સાક્ષીએ પિતા જયારે પોતાની દીકરીનો હાથ એના ભાવી જમાઈના હાથમાં સોંપે છે ત્યારે એનામાં એક વિશ્વાસ મુકે છેકે જે આજ સુધી જાંજરની ઘુઘરીઓ થકી પોતાના સમગ્ર ઘર અને જીવનને ઝંકૃત કરતીઝરણાની જેમ ખડખડ વહેતી મારી આત્મજા મારા જીવન આકાશ ને 

કોકિલ કંઠથી કલરવથી જીવંત અને ભર્યુંભર્યું બનાવનાર એ મારી દીકરી કે જે મારૂ અને મારા 

પરિવારનું અભિમાન મારી જવાબદારી મારી નિયતિ મારી ગરિમા અને મારું માન-સન્માન રહી 

છેએ દીકરી હવે આપના પરિવારની ઈજ્જત અને મોભો છે અને એના આત્મ ગૌરવઆત્મ સન્માન  અને સ્વાભિમાન ને ઠેસ કે હાનિ ન પહોંચે અને એની ગરિમાને હાની ન પહોંચે એ હવે આપનું કર્તુત્વ છે અને દાયિત્વ છે

એને માત્ર અને માત્ર રીતરીવાજો અને ફરજોમાં કેદ કરવાને બદલે એનો આત્મવિકાસ સાધવાની તકો પૂરી પાડવી અને મુક્તપણે વ્હ્ર્વાને મુક્ત ગગન સોંપવું અને એના માટે એની માં મર્યાદા આત્મવિશ્વાસઆત્મસન્માનસ્વમાન અને સ્વભિમાન ને માન આપવું અને એને વિચારો એની માન્યતાઓ ગમા-અણગમાઓ એની સંવેદનાઓસ્પંદનોલાગણીઓ અને ભાવનાઓને એની એક સ્વતંત્ર અને આગવી તથા અનન્ય ઓળખ તેમજ અલગ અને આગવા અસ્તિત્વનો સ્વીકાર કરી એને યથાયોગ્ય ગૌરવ અને મન-સન્માન પ્રધાન કરવા એનાં આત્મવિશ્વાસઆત્મબળને ખંડિત ન કરતા એમાં ઉત્તરોત્તર વધારો નિરંતર અને અવિરત થતો રહે એવા પ્રયાસો કરવાએની હિંમત બની રહેવુંએની પૈતૃકગૃહે અધૂરી રહેલી ઈચ્છાઓ અને સ્વપ્નોને સાકાર કરવાનો અવિરત પ્રયત્નો કરવા તેમજ સુખ એને પિતૃગૃહે પ્રાપ્ય નથી થઈ શક્યું એ સુખ તેમજ જે સુખ અને શાંતિની એ હક્કદાર છે એ સુખશાંતિ અને નિરંતર અને અવિરતપણે મળતાં રહે એ હવે આપનું દાયિત્વ છે

અનંતકાળથી ઋજુતા અને મૃદુતાને વરેલી દીકરી સ્વભિમાન અને કાલિકા પણ બનવાનું સામર્થ્ય અવશ્ય ધરાવે જ છે તેથી એનાં સંસ્કારસહનશીલતા અને ધૈર્યને ક્યારેય પણ કસોટીની એરણ ઉપર ચઢાવવાનું ભૂલ કરશો નહીં અને જો તેવી અને જો એવી ભૂલ કરશો તો તમારી માત્રને માત્ર પશ્ચાતાપ સિવાય કંઈજ બાકી રહેશે નહીમારી લાડકવાથી દુધમાં સાકર ભલે તેમ પોતે ઓઝલ થઈને મીઠાસ ધોળવાનો ગુણ તો ધરાવે જ છે પણ અગર આપ દૂધમાં પડેલ માખી માફક એને કાઢવાનો પ્રયત્ન કરશો તો પછી એ રાની લક્ષ્મીબાઈ બનીને રણશીંગુફૂંકતાપણ એ અચકાશે નહી અને આપની સામે યુધ્ધે ચડી આપને પરાસ્ત કરવાનું સામર્થ પણ એની પાસે છે જે તેથી જ મારી દીકરીમાં સરસ્વતિલક્ષ્મી કે શક્તિને નિહાળવી કે પછી એનામાં ચંડિકા અને કાલિકાનું નિરૂપણ અને આરોપન કરવું એ માત્ર અને માત્ર આપના જ હાથની વાત છે અને એની પસંદગીનો અવકાશ પણ આપના જ પક્ષે છે.

દીકરી એ સાપનો ભારોઅભિષાપ કે વિષનો પ્યાલો નથીપરંતુ દીકરી તો નીલકંઠની જેમ સ્વયં વિષપાન કરીને જગત અને અન્યોના જીવનમાં અમૃતની લાહણી કરે છે અને એમના જીવનને ચિરકાલીન અમરત્વ પ્રદાન કરે છેદીકરી એ ખરેખર ગર્વ અને અભિમાનસ્વાભિમાનઆત્મસન્માનઆત્મગૌરવ આત્મબળ અને આત્મવિશ્વાસ જ છે અને નહિ કે એનાથી કઈ જ ઉતરતું નથી.

  Never miss a story from us, get weekly updates in your inbox.